________________
ઉપદેશપદ્મ- અનુવાદ
૨૨ ]
જાય તેમ ચારા દૂર ભાગી ગયા. ત્યારે ગામલેાકેા સહિત ગામસ્વામી સ્નેહથી તેને અભિનંદન આપી કહેવા લાગ્યા કે, જયલક્ષ્મીના મદિર તમારા સરખા કચેા પુરુષ હાઈ શકે ? પ્રાતઃકાળ થયા, એટલે ગામસ્વામીને પૂછીને તેના પુત્ર સાથે રાગૃહ નગર તરફ ચાલ્યેા. બહાર એક પરિવ્રાજકના આશ્રમમાં રત્નવતીને મૂકીને કુમાર નગરમાં ગયા. ત્યાં સેંકડો સ્ત...ભયુક્ત, તાજા' ચિતરેલાં હાય અને ખીલકુલ ખગડેલાં ન હાય તેવા ચિત્રકમ વાળા ઊંચા શિખર ઉપર શાભતી ધ્વજમાળા સહિત એક ઉજ્જવલ ઘર દેખ્યું. ત્યાં પેાતાના રૂપથી દેવાંગનાના રૂપને જિતનાર એવી એ સુન્દરીએ જોવામાં આવી. કુમારને દેખીને સુંદરીએએ કહ્યું કે, ‘તમારા સરખા સ્વભાવથી પાપકારી એવા પુરુષે ભક્ત અને અનુરાગવાળા જનના ત્યાગ કરીને પૃથ્વીમાં પરિભ્રમણ કર્યા કરવું, તે તમેને ઉચિત છે ?” કુમારે કહ્યું કે, તે કાળુ જન છે કે, મેં તેના ત્યાગ કર્યાં? તે તમે કહેા. ’‘ અમારા ઉપર કૃપા કરીને અહિં આસન ઉપર વિરાજમાન થાવ.' આ પ્રમાણે વિજ્ઞપ્તિ કરાયેલા કુમારે ત્યાં આસન ગ્રહણ કર્યું. ચૈાગ્ય સાર-સંભાળ-સરભરા કરી. આદરપૂર્વક આહારનું ભાજન કરાવ્યું. ત્યાર પછી તેઓ કહેવા લાગી કે, ‘આ ભરત ક્ષેત્રમાં વૈતાઢ્ય નામના પર્યંત છે, જેમાં અનેક વહેતા પાણીવાળાં નિરણાંએ છે. તે એટલે લાંબે છે કે, પૂર્વ-પશ્ચિમમાં રહેલા સમુદ્ર વચ્ચે રહેલી પૃથ્વીને માપવા માટે માપદંડ તરીકે રહેલા છે અને ઉંચાઈમાં સૂર્યના માર્ગને રોકે છે. જ્યાં વિવિધ પ્રકારની મણિની પ્રભાથી અંધકાર-સમૂહ દૂર હઠી જાય છે, જેથી સૂર્ય અને ચંદ્રની ખીલકુલ ઉપયેાગિતા થતી નથી.
તે પર્વતના આજુબાજુના પ્રદેશમાં નીચે વહેતી ગંગા અને સિંધુના પ્રવાહથી સીમાડાના પ્રદેશ શાલે છે અને ત્યાં જગા જગા પર આષધિઓના સમૂહો જોવામાં આવે છે. શાંતિ-સતાષ અનુભવી રહેલા ક્રીડામાં તત્પર એવા વિદ્યાધરા જ્યાં સત્ર ભાગે! ભાગવવા આવે છે, જ્યાં હજારા આશ્ચર્યા દેખાય છે, જેનાં શિખરા મણિએની કાંતિથી ઝળકે છે, જાણે આકાશતલમાં ઊંચી શિલાએ એકબીજા સાથે અથડાઈ ને વિજળી સાથે નીચે પડેલાં વાદળાં હોય તેવી દેખાય છે. જેની ઘણી ઉંચી મેખલાએમાં જાણે તારાએ તેના દેડે ચાલતી સ્ફટિક મણિએની ઘુઘરીએ હાય તેવી શેશભે છે. જયાં વિદ્યાધરીએ રાત્રે મહેલની અગાશીમાં પેાતાના મુખની શેાભા કરતી હોય, ત્યારે ચંદ્ર તેમના આરીસાનું કાર્ય કરે છે. તેમ જ જ્યાં નાગદમની વિગેરે મહા આષધેાની ગ ધથી શિથિલ બનેલા સર્પાવાળા ચંદનના વનામાં વિદ્યાધરાનાં યુગલે નિ યપણે ક્રીડા કરે છે. પેાતાના પ્રભાવથી સમગ્ર સામ`તાના મસ્તકના મણીઓના ઘણા કિરણ-સમૂહરૂપ જળ વડે જેના ચરણ-કમલ-( તળેટી ) હુંમેશા સિંચાય છે. ત્યાં સારા જોવાતાં ગામા, નગરાવાળી દક્ષિણશ્રેણિમાં શિવમંદિર નામના પુરમાં લવનશિખી નામના રાજા છે. તેને ચદ્રની કૌમુદી જેવી સૌભાગ્ય સ ́પત્તિની ખાણુ વિદ્યુતશિખા નામની રાણી છે, અમે એ તેમની પુત્રીએ છીએ. નાટ્યમત્ત નામના અમારા માટે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org