SearchBrowseAboutContactDonate
Page Preview
Page 64
Loading...
Download File
Download File
Page Text
________________ (૧) દષ્ટાંત ભોજન. બ્રહ્મદત્ત ચક્રવર્તીનું ચરિત્ર [ ૨૧ જવા લાગ્યું, ત્યારે વરધનુએ કુમારને કહ્યું કે, “હમણાં તું સખત પરિશ્રમ કરવાથી થાકી ગયો છે, તે રથમાં મુહૂર્ત કાળ જેટલી નિદ્રા લઈ લે” ત્યારે અતિ સ્નેહાળ રત્નાવતી પત્ની સાથે સુઈ ગયે. આ સમયે પર્વત પરથી વહેતી નદી આવી અને રથના અશ્વો થાકી ગયા. કુમારની નિદ્રા ઉડી ગઈ. બગાસું ખાતાં જ્યાં દિશાઓ તરફ નજર કરી તો વરધનુને ન જેયો. વિચાર્યું કે, કદાચ આમ-તેમ જળ શોધવા માટે ગયો હશે. નવીન મેઘ સરખો ગંભીર શબ્દ કરવા લાગ્યા. (ગ્રંથા ૫૦૦) પરંતુ પ્રત્યુત્તર ન મળ્યો. વળી રથનું સરું ઘણું લોહીની ધારાથી ખરડાયેલું જોયું, એટલે ગભરાયે કે વરધનુને કઈકે મારી નાખ્યો જણાય છે, એમ સંક૯પ કરતો રથમાં મૂચ્છ ખાઈને ઢળી પડ્યો. કુમારની સર્વ ચેતના એકદમ રોકાઈ ગઈ, એટલે રનવતીએ શીતળ જળ છાંટયું અને પંખાથી ઠંડો પવન નાખ્યો. એટલે મૂછ શાન્ત થઈ અને “હે બધુ!” એમ બોલીને રેવા લાગ્યા. રત્નાવતીએ કઈ પ્રકારે સમજાવીને રુદન બંધ કરાવ્યું. પછી રત્નાવતીને કહ્યું કે, વરધનુ જીવતે છે કે મૃત્યુ પામ્યો-તે સ્પષ્ટ સમજી શકાતું નથી. તો તેના સમાચાર મેળવવા માટે હે પ્રિયા! હવે મારે પાછા જવું પડશે. ત્યારે રત્નાવતીએ કહ્યું કે, “ફાડી ખાનાર અનેક જાનવરથી વ્યાસ એવા આ અરણ્યમાં માંસપેશી સરખી બહુ સામાન્ય મને છોડીને આ૫ જવાની ઈચ્છા કરે છે ? બીજું વસ્તીવાળું નગર હવે નજીકમાં જ હોવું જોઈએ. કારણ કે ઘાસનાં તણખલાં, કાંટા તેમ જ લોકોની અવરજવરથી પગલાં પડેલો માર્ગ પણ અહિં દેખાય છે. માટે વસ્તીમાં ચાલે, પછી આપને ઠીક લાગે તેમ કરજે.” ત્યાર પછી મગધપુરી તરફ ચાલતાં દેશના સીમાડા પર રહેલા એક ગામમાં ગયો. ત્યાં કઈક ભાવિક ગામના માલિકે તેમનું રૂપ જોઈને મનથી વિચાર્યું કે, “આ કેઈક ભાગ્યશાળી દેવને આધીન થઈને એકલો પડી ગયો જણાય છે. તેને નિમંત્રણ કરી મહાગૌરવથી પિતાના ઘરે લાવી સુખાસન પર બેસાડી પૂછયું કે, “હે મહાભાગ્યશાળી ! આમ ઉદ્વેગવાળા કેમ જણાવ છો?” અશ્રુજળ લૂછતે તે કહેવા લાગ્યું કે, મારે લઘુબંધુ ચોરો સાથે લડતો હતો, અત્યારે તે કેવી અવસ્થા પામ્યો હશે, તેની તપાસ કરવા જવું છે. એટલે ગામસ્વામીએ કહ્યું કે, “આ વિષયમાં ચિંતા ન કરવી. જે આ વનની ઝાડીમાં હશે તે નક્કી તે મળી આવશે. કારણ કે, આ અટવી મારે આધીન છે, ત્યાર પછી પોતાના સેવકોને ચારે તરફ તપાસ કરવા મોકલ્યા. તેમણે પાછા આવીને કહ્યું કે, “ત્યાં કોઈ જવામાં આવ્યો નથી, પરંતુ કોઈ સુભટના શરીરમાં લાગીને જમીન પર પડેલું યમની જિહા સરખું આ બાણ મળી આવ્યું છે.” તેનું વચન સાંભળીને ઉત્પન્ન થયેલા તીવ્ર ખેદવાળો કુમાર લાંબા સમય સુધી ખેદ કરવા લાગે. કોઈ પ્રકારે દિવસ પસાર કરવા લાગ્યો અને રાત્રિ પડી. રનવતી સાથે સુતે. એક પહોર રાત્રિ વીત્યા પછી તે ગામમાં ચેરાએ ધાડ પાડી. એટલે કુમારે સખત ધનુષ ખેંચીને એવાં બાણે ફેંક્યાં કે, પ્રચંડ પવનથી જેમ આકાશમાં મેઘ દૂર ચાલ્યા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005153
Book TitlePrakrit Updeshpad Mahagranth Gurjar Anuwad
Original Sutra AuthorHaribhadrasuri
AuthorMunichandrasuri, Hemsagarsuri, Lalchandra B Gandhi
PublisherAnand Hem Granthmala
Publication Year1972
Total Pages652
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy