________________
(૧) દષ્ટાંત ભેજન. બ્રહ્મદત્ત ચક્રવતીનું ચરિત્ર
[ ૧૯
તમને કંઈ પણ કહેવા સમર્થ થતી નથી, પરંતુ ખરી હકીકત શું બની છે, તે હું તમને કહું છું. થોડાક દિવસ પહેલાં ચંદ્રાવતાર વનમાં પોતાના બુદ્ધિલ નામના ભાઈ સાથે એ ગઈ હતી. કુકડાઓનું યુદ્ધ ચાલતું હતું, ત્યારે ત્યાં કેઈ અપૂર્વ રૂપવાળો કુમાર આવી ચડેલ, તે તેણે જોયે. ત્યારથી આ ક્ષીણ દેહની કાંતિવાળી અને પડી ગયેલા ચહેરાવાળી થઈ છે.”
તે સાંભળી મેં જાણી લીધું કે, ચંદ્રનો ઉદય થાય, ત્યારે સમુદ્ર ઊંચા તરંગોવાળો થઈ ઉછળે છે, તેમ તેના મનમાં કામકલ્લોલ ઉછળી રહેલા છે. ત્યાર પછી સ્નેહનાં વચન કહેવાપૂર્વક મેં કહ્યું કે-“હે પુત્રી ! તું સાચી હકીકત હોય, તે મને કહે.” ત્યારે તેણે કહ્યું કે-“હે ભગવતી ! તું તે મારી માતા સમાન છે. એવી કોઈ ગુપ્ત હકીકત નથી કે, જે તારાથી છૂપી રખાય. તે એકાગ્ર ચિત્તથી સાંભળ. આ પ્રિયંગુલતાએ તેને ઓળખ્યો કે, તે પંચાલદેશના રાજાને બ્રહ્મદત્ત નામને પુત્ર છે અને સાથે તેના કેટલાક ગુણો પણ વર્ણવ્યા. ત્યારથી માંડી મારું મન તેને સ્વપ્ન સમયે પણ વીસરી શકતું નથી. જે એ મારે પતિ નહીં થાય, તે મને મરણનું જ શરણ છે.” મેં ફરી આશ્વાસન આપતાં કહ્યું કે, “હે વત્સ ! ધીરજ રાખ. હું તે ઉદ્યમ કરીશ કે, તારુ ચિંતવેલું કાર્ય સફળ થાય.” ત્યાર પછી કંઈક સ્વસ્થ થઈ, એટલે તેના મનને આશ્વાસન આપવા મેં કહ્યું કે, “ગઈ કાલે નગરીમાં તે કુમારને મેં જોયે હતો. આ સાંભળીને હર્ષ પામેલા મનવાળી તે બોલી કે, “હે ભગવતી ! તારી કૃપાથી મારું સર્વ સુંદર થશે, પણ તેને વિશ્વાસમાં લેવા માટે બુદ્ધિલના બાનાથી હારરત્ન અને તેના છેડે લગાડેલ એક લેખ અર્પણ કર.” આ પ્રમાણે આ લેખ સહિત હાર એક કરંડકમાં ગોઠવી પુરુષ દ્વારા તેના કહેવાથી મેં મોકલ્યો છે. આ પ્રમાણે કુમારીના લેખની વાત જણાવી. હવે તમે સામો જવાબને લેખ આપો, તે તમારા નામથી અંકિત મેં લેખ આપ્યો. તે આ પ્રમાણે
પ્રભાવશાળી વરધનુ યુક્ત શ્રી બ્રહ્મરાજપુત્ર પૂર્ણ ચંદ્ર જેમ કૌમુદી સાથે તેમ રત્નવતી સાથે રમવાના મનવાળે છે.” વરધનુએ કહેલા આ વૃત્તાન્તથી કુમાર ન દેખેલી રત્નવતીને પણ મેળવવા ઉત્સુક બન્યો. નલિની કમલપત્રના બીછાનામાં કે ચંદનરસનું વિલેપન કરવા છતાં પણ તીવ્ર વિરહાગ્નિથી જતી રહે તે કોઈ પ્રકારે શાંતિ પામી શકતો નથી. કઈક દિવસે નગર બહારથી આવી વરધનુ કુમારને કહેવા લાગ્યો કે, “તમારે હવે અહીં રહેવું ઉચિત નથી. કારણ કે, કોશલપતિ દીર્ઘરાજાએ તમારી શોધ કરવા માટે અહિં પુરુષો મોકલ્યા છે અને આ નગરના રાજાએ આપણને શોધવા માટે તથા પકડવા માટે ચારે બાજુ ચોકીઓ મૂકી પ્રયત્ન કર્યો છે–એવી લોકોમાં વાત ચાલી છે.” આ હકીકત જાણીને સાગરદત્તે બંનેને ભોંયરામાં છૂપાવી દીધા. રાત પડી એટલે કાજલ અને કોયલ સરખા કાળા વર્ણવાળા અંધકારથી રાત્રિ ઘેરાઈ ગઈ. કુમારે શેઠપુત્રને કહ્યું કે, તેવા પ્રકારનો ઉપાય કરો કે, અમો અહિંથી જલદી બહાર નીકળી જઈએ.” એ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org