SearchBrowseAboutContactDonate
Page Preview
Page 613
Loading...
Download File
Download File
Page Text
________________ પ૭૦ ] ઉપદેશપદ-અનુવાદ વિદ્યા નથી, તેમ જ વિદ્યારે જેટલા વૈભવાદિક પદાર્થો નથી, માટે તારા સમાન આ યોગ્ય પતિ નથી. પેલાને આ ચંડાલી સ્ત્રીનું ચિત્રામણું છે, તો પણ પેલાને રાગ ઓછો થતો નથી. રાજાએ કુમારને રાગ જાયે, એટલે વિવાહ કર્યો. ભૂમિ પરનો મનુષ્ય છતાં વિદ્યાધર સંબંધી પુષ્પ, તાબૂલ, વસ્ત્રાદિક તેના પિતાએ આપ્યા. ત્યાર પછી એક વખત સેવકના પ્રમાદથી તાજાં પુષ્પાદિક પ્રાપ્ત ન થયાં, ત્યારે કરમાએલાં નિર્માલ્ય પુષ્પાદિકને ભગવટે કર્યો. સખીએ હાસ્ય કરતાં કહ્યું કે, “તારા પિતા તારું ગૌરવ કરતા નથી, નહિંતર આવાં પુષ્પાદિક કેમ મોકલે ?” “પુષ્પાદિકની અવ સ્થાઓ પલટાય છે.” એમ વિચારી સંવેગ ઉત્પન્ન થયો. અરિહંતનું આગમન થયું. દીક્ષા, બ્રહ્મદેવલેકમાં ઈદ્રપણું પામ્યા. ભોગો ભોગવીને થવી ગયો. પ્રિયંકર નામને રાજપુત્ર થયે, અનુક્રમે ચક્રવત થયા અને ચંદ્રકાન્તા મંત્રી પણું પામી. પરસ્પર અતિશય પ્રીતિ થવાથી ચિંતા થઈ કે, “આપણે જન્માક્તરને કેઈક સ્નેહ હવે જોઈએ.” અરિહંતનું આગમન થયું, એટલે પૃચ્છા કરી. ભગવંતે પૂર્વભવ જણાવ્યું, એટલે વૈરાગ્ય થયો. ત્યાર પછી ચારિત્રના પરિણામ, દીક્ષા ગ્રહણ કરી. ચારિત્રમાં અભિગ્રહોનું પાલન કર્યું. ત્યાર પછી ક્ષપકશ્રેણી કેવલજ્ઞાન, સર્વ કર્મને ક્ષય થવાથી સિદ્ધિની પ્રાપ્તિ. (૯૮૬)-વિષયાભ્યાસ-વિષયક શુકયુગલનું ઉદાહરણ પૂર્ણ થયું. ૯૮૭–હવે ભાવ-અભ્યાસ ઉદાહરણ તેને જાણવું કે, જેમાં અતિ ઉત્કટ-તીભાવ-પરિણામ ઉત્પન્ન થાય. પોતે જ કરેલા અશુભ-પાપ વ્યાપારનો ઉદ્વેગ કરી અતિશય મોક્ષની અભિલાષા કરનારા નરસુંદર રાજાની જેમ થાય. (૯૮૭) આ જ વક્તવ્યતાનો સંગ્રહ કરતા સાત ગાથા કહે છે – ૯૮૮ થી ૯૯૪–તામ્રલિપ્તી નામની નગરીમાં “નરસુંદર” નામનો રાજા રાજ્ય પાલન કરતો હતો. “બંધુમતી' નામની તેને ભગિની હતી. વિશાળ ઉજ્જયિની નગરીના પૃથ્વીચંદ્ર' નામના અવંતીનરેશ સાથે તેનાં લગ્ન થયાં હતાં. તે પૃથ્વીચંદ્ર રાજાને આ બધુમતી ભાર્યામાં અતિશય રાગ હતો અને ક્ષણવાર પણ તેને વિરહ સહન કરી શકતો ન હતો. મદિરાપાન કરવાને વ્યસની થયો હતો. સ્ત્રીરાગ અને મદિરાપાનના વ્યસનમાં એ ડૂબી ગયે કે, રાજ્યકાર્યની ચિંતામાં બેદરકાર બન્યા. દેશની ચિંતા કરનાર બીજા અધિકારીઓ પણ પિતાની ફરજમાં પ્રમાદ કરવા લાગ્યા. એટલે ચેરાલૂંટારાઓ સર્વ જગો પર નિર્ભયતાથી વૃદ્ધિ પામવા લાગ્યા. સીમાડાના રક્ષણ કરનાર રાજાઓ પણ સમાડાના ગામ લૂંટવા લાગ્યા. આ પ્રમાણે રાજ્યને નાશ થતે દેખી મંત્રીએ ચિતવ્યું કે, “લે કે ત્રાસ પામેલા હોય, ભયભીત થયા હોય, હાહાભૂત અશરણ બની ગયા હોય, લોકોના જીવ ઉડી ગયા હોય, તેવા સમયમાં રાજા પ્રજાનું રક્ષણ ન કરે, તે સમગ્ર રાજ્યને વિનાશ થાય.” તથા “સર્વ પ્રજાઓને આધાર હોય તો રાજા છે, મૂળ વગરના વૃક્ષને સ્થિર રાખવા મનુષ્યને પ્રયત્ન બર આવતા નથી.” Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005153
Book TitlePrakrit Updeshpad Mahagranth Gurjar Anuwad
Original Sutra AuthorHaribhadrasuri
AuthorMunichandrasuri, Hemsagarsuri, Lalchandra B Gandhi
PublisherAnand Hem Granthmala
Publication Year1972
Total Pages652
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy