SearchBrowseAboutContactDonate
Page Preview
Page 60
Loading...
Download File
Download File
Page Text
________________ (૧) દષ્ટાંત ભેજન. બ્રહ્મદત્ત ચક્રવર્તીનું ચરિત્ર [ ૧૭ અને મને ઘણો માર માર્યો. મને પૂછયું કે, “અરે વરધનું! બોલ બ્રહ્મદત્ત ક્યાં છે?” મેં કહ્યું કે, “મને ખબર નથી. તે મને સજજડ માર માર્યો. વધારે માર સહન ને થવાથી મેં કહ્યું કે, “તેને વાઘે ફાડી ખાધે.” ત્યાર પછી કપટથી આમતેમ ફરતાં હું તું દેખી શકે તેવા સ્થાનમાં આવ્યો અને તેમને ઈશારો કર્યો કે, “અહીંથી પલાયન થાવ.” ત્યાર પછી પરિવાજ કે આપેલી ગવેદના દરકારી ગુટિકા મેં મુખમાં નાખી એટલે મડદા જેવો બની ગયો. “આ મરી ગયો છે” એમ સમજીને તેઓએ મને છોડી દીધું. તેઓ ગયા પછી લાંબા સમયે મેં ગુટિકા બહાર કાઢી. તમને શોધવા લાગ્યો, પણ સ્વપ્નમાં પણ કયાંય ન જોયા. એક ગામમાં ગયો. ત્યાં એક પરિવ્રાજ. કનાં દર્શન થયાં. આદરપૂર્વક તેમને પ્રણામ કરી કમળ વચનથી પૂછ્યું. તેણે કહ્યું કે, તારા પિતાને હું વસુભાગ નામને મિત્ર છું. સાથે કહ્યું કે, “તારા પિતાજી પલાયન થઈ વનમાં ગયા. દીર્ઘરાજાએ તારી માતાને ચંડાલના પાટકમાં સ્થાપન કરી છે.” તેના દુઃખથી હું ગાંડો બની ગયા અને કાંપિત્યનગર તરફ ચાલ્યો. અહીં કાપાલિક સંન્યાસીને વેષ ધારણ કરી કેઈ ન જાણે તેવી રીતે ચાંડાલના પાડામાંથી મારી માતાનું અપહરણ કરી પિતાના મિત્ર દેવશર્માના ઘરે મૂકીને તને શોધવા હું અહિં આવ્યો છું. આ પ્રમાણે અમે બંને પરસ્પર સુખ-દુઃખ પૂછતા હતા, ત્યારે એક મનુષ્ય આવી આ પ્રમાણે કહ્યું કે, “અરે મહાનુભાવો ! અત્યારે તમારે મુસાફરી કરવી એગ્ય નથી. કારણ કે દીર્ઘરાજાના મોકલેલા યમ સરખા પુરુષે આવી પહોંચ્યા છે.” ત્યારે તે બંને કોઈ પ્રકારે ત્યાંથી નીકળી જંગલ વટાવી પૃથ્વીમંડલમાં ભ્રમણ કરતા કૌશામ્બી નગરીએ પહોંચ્યા. ત્યાં બહાર ઉદ્યાનમાં બે મેટા વૈભવવાળા શ્રેષ્ઠીપુત્રો-એકનું નામ સાગરદત્ત અને બીજાનું નામ બુદ્ધિલ હતું. તેઓએ અહીં શરતપૂર્વક કુકડાઓની લડાઈ ચાલતી જોઈ. તેમાં એક લાખની શરત હતી. હવે સાગરદત્તના જોરદાર કુકડાએ બુદ્ધિલના કુકડા ઉપર હલે કર્યો. એટલે તે કુકડાએ બીજા કુકડાને એ સખત માર્યો એટલે સાગરદત્તને કુકડો લડાઈ કરવાના પરિણામથી પાછા હઠી ગયે. વારંવાર લડાઈ કરવા પ્રેરણ કરે, તે પણ લડવા ઈછા કરતા નથી. કોઈ પ્રકારે યુદ્ધ થયું અને તેમાં બુદ્ધિલના કુકડાથી સાગરદત્તની હાર થઈ. એટલામાં વરધનુએ બંને શેઠપુત્રોને કહ્યું કે, “આ ઉત્તમ જાતિને કુકડો હોવા છતાં શાથી હારી ગયે? તો જે આપ કોપ ન કરે તે હું કુકડાઓને જોઉં.” સાગરદત્તે હર્ષ કરતાં કહ્યું કે, “મને આ વિષયમાં દ્રવ્યને લોભ નથી, પરંતુ અમારું અભિમાન ન તૂટે તેનું જ પ્રયજન છે.” ત્યાર પછી મંત્રીપુત્રે બુદ્ધિલના કુકડાને તપાસ્ય, તે તેના પગમાં બારીક લેઢાની સે નખોમાં બાંધેલી. જણાઈ. એટલે બુદ્ધિલ સમજી ગયા કે, “મારું કપટ પ્રગટ થવાનું.” પછી ધીમે ધીમે બુદ્ધિલે નજીક આવીને ગુપ્ત રીતે જણાવ્યું કે, “આ વૃત્તાન્ત તમારે પ્રગટ ન કરવો. જિતેલા ધનમાંથી અધું ધન તમને આપીશ.” ત્યારે વરધનુએ કહ્યું કે, “અહીં મને કંઈ દેખાતું નથી.” તેમ જ બુદ્ધિલ ન જાણે તેમ બીજાને ઈશારાથી સાચી હકીકત Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005153
Book TitlePrakrit Updeshpad Mahagranth Gurjar Anuwad
Original Sutra AuthorHaribhadrasuri
AuthorMunichandrasuri, Hemsagarsuri, Lalchandra B Gandhi
PublisherAnand Hem Granthmala
Publication Year1972
Total Pages652
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy