SearchBrowseAboutContactDonate
Page Preview
Page 598
Loading...
Download File
Download File
Page Text
________________ તીર્થંકરદેવનું આગમન, ધર્મદેશના [ ૫૫૫ મનોરમ નામના ઉદ્યાનમાં શ્રીધર નામના તીર્થાધિપતિ-તીર્થકર દેવ પધાર્યા છે. તે કેવા છે? લક્ષ્મીના કુલભવન સમાન, સમગ્ર સુરો અને અસુરોથી વંદન કરાતા ચરણકમળવાળા, નિર્મલ આદર્શતલમાં પ્રતિબિંબિત થયેલાં દ્રવ્યો અને તેના વર્ણાદિક ગુણે જેમ દેખાય, તેમ તેમના મુખમાં પંડિતજનોને એકી સાથે દ્રવ્ય અને ગુણે દેખાય છે. જેમના અંગને સંગ પામેલા એવા ગુણો હોવા છતાં પણ સમગ્ર જગતમાં વિચરે છે, તે ગુણો અનંત હોવા છતાં પણ ગુણીજનેમાં ગણનાને પ્રાપ્ત થાય છે. જેના ચર. ની રજ સ્પર્શવાથી ભૂષિત થયેલા કેશવાળા દે, અસુરો અને મનુષ્ય હવે સુગંધી વાસચૂર્ણોની અભિલાષા કરતા નથી. તેમ જ તેઓ જ્યારથી તે વનમાં પધાર્યા છે, ત્યારથી તે વનની દેવી શભા એવા પ્રકારની વધી ગઈ છે કે, ગમે તેટલો પ્રયત્ન કરું, તે પણ તે કહેવા હું સમર્થ ન બની શકું. છતાં પણ હે નાથ! તેમના ગુણથી ચંચળ બનેલા મનવાળો હું મૌન રાખવા શક્તિમાન થઈ શકતું નથી, માટે કંઈક કહું, તે આપ એકાગ્ર ચિત્તથી સાંભળે. હજુ વસંતકાળ આવ્યો ન હોવા છતાં તેમના અતિશયથી જાણે વિસ્મય પામેલાની જેમ આમ્રવૃક્ષો અંકુરા ફૂટવાના બાનાથી રોમાંચિત થયા છે. તેમના શરીરને સ્પર્શેલી રજના સંગના ગુણથી જાણે હોય, તેમ ઉપશમભાવને પામેલ અશોકવૃક્ષે વિકસિત થયા હતા, તેને તરુણીના ચરણનું તાડન સહન કરવાની જરૂર ન હતી. કારણ કે, તાડન વગર જ આપોઆપ ખીલતા હતા. બકુલવૃક્ષે પણ તેમને દેખીને અણુવ્રત ગ્રહણ કરવા તૈયાર થયા હોય તેમ જણાયા. કારણ કે, ઘણા મદિરા-પાનના કોગળાની અપેક્ષા રાખ્યા વગર વિકસિત થયા. હે દેવ! ભૂમિના તિલક સમાન એવા તે પરમાત્માનાં દર્શન કરીને તિલકવૃક્ષો પણ એકદમ સફેદ પુષ્પોનાં બાનાથી હાસ્ય કરવા લાગ્યા. સમાન ગુણવાળાને દેખીને કેને હર્ષ પ્રગટ ન થાય? તે ઉદ્યાનમાં ચારે બાજુ પલાશના વૃક્ષો કેશુડાનાં પુષ્પોથી શોભતા હતા, તેમ તરુણ પોપટો વડે જાંબુના વૃક્ષ શોભતા હતા. હે દેવ! પક્ષીઓના કિલકિલાટ શબ્દોથી વારંવાર હસી રહેલી દેવી ઉદ્યાનલકમીની જાણે દંતપંક્તિ હોય, તેમ મોગરાના ખીલેલા પુછપોવાળા વૃક્ષોની શ્રેણી શોભતી હતી. તેના ભયથી પલાયમાન કામદેવરૂપ મહાભિલૂની બાણપંક્તિ સરખા ત્યાં કાંટાવાળા જે પનસવૃક્ષોની પંક્તિઓ શોભા પામતી હતી. શ્રવણ કરવાના વેગથી મારો વિકાસ થાય છે, તો બીજે કઈ શ્રવણ કરવાને યોગ હશે કે? એમ ધારીને મલ્લિકા-પુષ્પનાં વૃક્ષે એકદમ નવીન પુષ્પ-સમૂહનો મેળાપ કરાવે છે. ત્યાં આગળ જન્મથી સદા વિરોધી એવા પ્રાણીઓ પણ તેમના અતિશયથી ગાઢ બંધુપણુ પામ્યા છે.” આ પ્રમાણે વનપાલનાં વચન સાંભળવાથી ઉલ્લસિત હર્ષમાં પર વશ બનેલે લલિતાંગ રાજા સમુદ્રમાં ભરતીના કલેલો ઉછળે, તેમ તેના અંગમાં હર્ષના કલોલ ઉછળવા લાગ્યા. તે સમયે પોતાના શરીર પર લાગેલાં સર્વ આભૂષ થી વનપાલને ખુશી કર્યો. તેમ જ બીજા પ્રકારનું ઘણું દાન આપીને તેને કૃતાર્થ કર્યો. (૧૫૦) દેશાંતરમાં હોય, તે પણ જેમની સમીપમાં જવાની મારી અભિલાષા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005153
Book TitlePrakrit Updeshpad Mahagranth Gurjar Anuwad
Original Sutra AuthorHaribhadrasuri
AuthorMunichandrasuri, Hemsagarsuri, Lalchandra B Gandhi
PublisherAnand Hem Granthmala
Publication Year1972
Total Pages652
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy