SearchBrowseAboutContactDonate
Page Preview
Page 599
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૫૬ ] ઉપદેશપદ-અનુવાદ હતી, તો તે જ દેવ અહિં બેઠેલા એવા મારી પાસે સ્વયં પધાર્યા. હવે નવીન મેઘસમાન ગંભીર મોટા શબ્દથી નગરમાં ઘોષણા કરાવવા માટે તરત આસન પર ઉભે થયે. ત્યાર પછી જે દિશામાં ભુવનભૂષણ ભગવંત હતા, તે તરફ કેટલાંક પગલાં ચાલીને ધીમે ધીમે તેમના ચરણમાં પ્રણામ કરવા માટે મસ્તક ભૂમિ સુધી સ્થાપન કર્યું. સુંદર શબ્દ કરતા એવા પડો વગડાવીને નગરમાં ઘેષણ કરાવી કે, જિનચંદ્રના ચરણકમલમાં વંદન કરવા માટે દરેકે તૈયાર થવું. નગરલોકો શરુઆતમાં થોડા પરિ. વારવાળા એકઠા થયા, જ્યારે જવા લાગ્યા, ત્યારે એકદમ ઘણો મોટો સમુદાય એકઠો થયો. પોતાની પત્ની, પુત્ર, પિતાનો પરિવાર અને બીજા લોકો બંધુવ, સગાસંબંધીઓ, સામંતો, સૈન્ય-પરિવાર સહિત રાજા તે વનમાં પહેચો. પિતાની જેમ આ વન પણ સોપારીના વૃક્ષ અને અશકથી યુક્ત છે-એમ અતિશય હર્ષ પામેલા રાજાએ ત્યાં પ્રવેશ કર્યો. રાજ્યના ચિહ્નરૂપ ચામર, છત્રાદિકને ત્યાગ કરીને અતિશય વિનય-તત્પર બનેલો રાજા તીર્થકરની નજીકના પ્રદેશમાં પહોંચ્યો. સિંહાસનતલમાં સ્થાપન કરેલા દેહવાળા ભગવંતને દેખ્યા, પ્રદક્ષિણા ફરીને પૃથ્વી સાથે મસ્તક મીલાવીને વંદના કરી. ત્યાર પછી રાજા આ પ્રમાણે સ્તુતિ કરવા લાગ્ય-“ત્રણલેકરૂપ ત્રણ કિલ્લામાં રહેલા ભવ્ય જીવડે જેમને વ્રતવિધિ પ્રશંસા કરાએલ છે, જેમણે દે દૂર કર્યા છે, જેમણે અનુપમ ત્યાગધર્મ અને સેંકડે સુંદર ચરિત્રોથી સુયશ ઉપાર્જન કરેલ છે, જેમણે શુકલધ્યાનાગ્નિમાં સ્થિરચિત્ત સ્થાપન કરેલ છે, એવા આપને નમસ્કાર કરનાર મનુષ્યો ભવરૂપી વનને દહન કરવા અને જન્મને કાયમી વિયોગ કરવા માટે સમર્થ બની શકે છે, સમગ્ર કલ્યાણ-સમૂહને પરિચય કરાવનાર ચરણયુગલવાળા, તેમ જ આત્માની પૂર્ણજ્ઞાનાદિક લક્ષ્મીના ભંડાર સ્વરૂપ આ૫ કચાં અને નિર્ભાગી દરિદ્રશેખર એવો હું ક્યાં ? જન્માંધ મનુષ્ય શરદપૂર્ણિમાના ચંદ્રનાં દર્શન કરીને જે આનંદ અનુભવે, તેવો અદ્ભુત આનંદ મને આપનાં દર્શન કરવાથી થયો છે.” આ પ્રમાણે સ્તુતિ કરીને રાજા પોતાના સ્થાને બેઠા. ભગવતે અમૃતની વૃષ્ટિ સમાન મધુર વાણીથી ધર્મદેશના શરુ કરી કે, “જગતમાં જે કષાય, ઈન્દ્રિયોના વિકારને આધીન બનીને અનેક ભવભ્રમણના કારણરૂપ અનેક પ્રકારનાં ઝેરની ઉપમાવાળાં પાપકર્મ બાંધે છે. એકેન્દ્રિયાદિક સર્વ જાતિઓમાં અનેક પ્રકારે ભ્રમણ કરીને કેઈ પ્રકારે હલકમ બની જીવ ક્રમે કરી પાંચ ઈન્દ્રિયવાળી મનુષ્યગતિ સુધી આવી પહોંચ્યો. મનુષ્યપણું મળવા છતાં જીવ નિર્મલ કુલના લાભથી શરદના ચંદ્રકિરણ સમાન ઉજજવલ યશને પ્રાપ્ત કરનાર થાય છે. તે પ્રાપ્ત થવા છતાં ભવ્યાત્માઓને તોષ ઉત્પન્ન કરનાર ગુણેના કારણભૂત રૂપતિશય આદિ ભાવને સમાગમ દુર્લભ છે. તે પ્રાપ્ત થવા છતાં અરિહંત ભગવંતો, ગણધરે, બીજા તેવા બહુશ્રતધર સાધુ અગર શુદ્ધધર્મને સમજાવનાર મળવા દુર્લભ છે. આ સર્વ પ્રાપ્ત થવા છતાં નિર્મલ શ્રદ્ધા પ્રાપ્ત થવી દુર્લભ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005153
Book TitlePrakrit Updeshpad Mahagranth Gurjar Anuwad
Original Sutra AuthorHaribhadrasuri
AuthorMunichandrasuri, Hemsagarsuri, Lalchandra B Gandhi
PublisherAnand Hem Granthmala
Publication Year1972
Total Pages652
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy