SearchBrowseAboutContactDonate
Page Preview
Page 597
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૫૪ ] ઉપદેશાપદ-અનુવાદ હું જ કરીશ.” ત્યાર પછી તેણે રાજપુત્રોને કહ્યું કે, “જે કોઈ મારી સાથે જન્માક્તરને સંબંધ કરે, તે જ ત્યાં મારા પતિ નક્કી થશે.” ત્યારે પ્રૌઢ પ્રેમભાવ પામેલ લલિતાગે એ વાત પણ સ્વીકારી. કારણ કે, “સનેહને કોઈ વસ્તુ અસાધ્ય નથી. કાછો મંગાવીને મસાણના એક સ્થળમાં એક ચિતા તૈયાર કરાવી. બંનેએ તેમાં પ્રવેશ કર્યો, અગ્નિ સળગાવ્ય, પ્રથમથી તે સ્થળમાં કરેલ ગુપ્ત દ્વારવાળી સુરંગ કરેલી હતી. (ગ્રંથાગ્ર ૧૩૦૦૦) તેમાંથી અક્ષત દેહવાળા બંને બહાર નીકળીને પિતા પાસે પહોંચ્યા. લલિતાંગ કુમાર સાથે મનોહર વિવાહ ઉત્સવ કર્યો. સર્વ નગરલોકે અમૃતવૃષ્ટિ સમાન આ બેના યોગથી સંતેષ પામ્યા. બાકીના ત્રણ રાજકુમારોને રાજાએ સમજાવ્યા કે, એક કન્યા તમને ઘણાને કેવી રીતે આપી શકાય ? (૧૨) બાકીના રાજપુત્રો પોતપોતાના સ્થાનકે ગયા પછી આ કુમાર કેટલાક દિવસ ત્યાં રોકાયે. જેમાં દરરોજ નવા નવા સત્કાર-સન્માનાદિ થતા હતા. ત્યાર પછી ઉન્માદયતી સહિત તેઓને વિદાય આપી, એટલે પિતાના નગરે પહોંચ્યા. પિતાએ પણ સર્વ પ્રકારના મહામહેન્સ ઉજવ્યા. પિતાએ તેને રાજ્યભિષેક કર્યો અને પોતે નિર્મલ દીક્ષા અંગીકાર કરી. લલિતાંગને મેટા ભોગો પ્રાપ્ત થવા છતાં પણ તેમાં તેને ભેગ-બુદ્ધિ ન થઈ. જ્યારે શરદ-સમય આવી પહોંચ્યો, તે સમયે કમળ અને કુમુદ પુષ્પોની સૌરભ ફેલાવા લાગી, અતિધવલ હંસકુલ સમાન દિશાઓ ઉજજવલ થયેલી હતી, આકાશ સ્વચ્છ હતું, તેવા સમયે દેવી–સહિત રાજા પિતાના મહેલની અગાસીમાં ગયે, તો પ્રથમ ઉડતા ઉજજવલ રૂ સમાન કમળ એ શરદકાળના વાદળાંવાળે આકાશભાગ દેખે. ત્યાર પછી ક્ષણવારમાં ગંગાનદીના તરંગની રચના સમાન તે મોટો દેખાવા લાગ્યો, ત્યાર પછી તે શરદનાં વાદળાંને હિમાલય પર્વતના શિખરના આકાર સરખાં દેખવા લાગ્યા. ત્યાર પછી સમગ્ર આકાશના વિસ્તારને રોધ કરનાર કુરાયમાન ચમકતી વિજળીના ઝબકારા જોત જોતામાં તે તરત પ્રચંડ પવન અથડાવાના કારણે તેના બે ખંડ, ત્રણ ખંડ, ઘણા ટૂકડા અને તરત જ તેને પ્રલય (નાશ) થયે. અને મૂળમાંથી સર્વ અદશ્ય થયું. એટલે રાજા વિચારવા લાગ્યો કે, “આ જ કમે મનુષ્યની લક્ષમી ઘણા ફલેશથી ઉપાર્જન કરવામાં આવે છે. વળી તેમાં પણ ઘણે માટે વધારે થાય છે, પરંતુ જેને ઉપાય થઈ શકતા નથી, તેવા અસાધ્ય વ્યસન સંકટ-ગે જલદી તેને વિનાશ થાય છે. તો હવે મારે સુકૃત-ધર્મવિશેષ કરવો યોગ્ય છે.” (૧૩૦) આવા ચિતારૂપી અમૃત-સમુદ્રમાં ડૂબેલાના દિવસે પસાર થતા હતા, ત્યારે પ્રતિહારથી સૂચવાયેલ વનપાલ ત્યાં આ. ભાલતલ પર હસ્તકમલને સંપુટ સ્થાપન કરી, રાજાને નમન કરી, વનપાલ વિનંતિ કરવા લાગ્યા કે, “હે દેવ! આજે આપના નામથી અને અર્થથી સાર્થક, ગંધની બહલતાથી લુબ્ધ થયેલ ભ્રમરવાળા, ઘણાં પત્રોથી યુક્ત ડાળીવાળા તમાલવૃક્ષોની શ્રેણીથી જેમાં તાપ રોકાઈ ગયો છે, એવા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005153
Book TitlePrakrit Updeshpad Mahagranth Gurjar Anuwad
Original Sutra AuthorHaribhadrasuri
AuthorMunichandrasuri, Hemsagarsuri, Lalchandra B Gandhi
PublisherAnand Hem Granthmala
Publication Year1972
Total Pages652
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy