________________
અપ્રમાદ સેવા, તેલપાત્ર ધારક
[ ૫૩૭
રાજ આભૂષણ આપી દેવું.” કોઈએ ન કહ્યું, એટલે નગરલોકના દરેકના ઘરમાં તપાસ કરવાની શરુઆત કરી. એમ કરતાં શેઠપુત્રના ઘરનો વારો આવ્યા અને તપાસ કરતાં તેની રત્ન-કરંડિકામાંથી તે માણિકય પ્રાપ્ત થયું, એટલે રાજસેવકો તેને મારવા લાગ્યા. ત્યારે યક્ષે સેવકોને કહ્યું કે, “એને મારશે નહિં. આ ગુનાનું એને પ્રાયશ્ચિત્ત પ્રાપ્ત થયેલું છે, વિચારીને તેની શુદ્ધિ કરાશે.”
ત્યાર પછી તેને આ વિષયને ઘણે ભય ઉત્પન્ન થયો. સમજી શકાતું નથી કે, કયા પ્રકારે આ અપરાધની શુદ્ધિ થશે?” શેઠપુત્ર વિચારવા લાગ્યો કે, “રાજમાણિ કયની મેં ચોરી કરી અને તે કારણે મારામાં દોષની સંભાવના ઉત્પન્ન થઈ, પરંતુ તે અપેક્ષાએ તે હું દોષિત નથી, તે પણ હવે મારે શું કરવું? એ પ્રકારે યક્ષને અભ્યર્થના કરી કે, “મારા નિમિત્તે રાજાને પ્રાર્થના કર કે, કેઈક તેવા અતિદંડથી અથવા સુકોમળ કઈક દંડ કરીને મને મુક્ત કરે.” તેની પ્રેરણાથી યક્ષે તેમ કર્યું. તને તેવી શિક્ષા થશે કે, જેથી તારા શરીરને શિક્ષા કર્યા સિવાય બીજું કોઈ પ્રાયશ્ચિત્ત કરાવવાનું હું અપાવરાવીશ.” પેલાએ કબૂલ કર્યું. એ પ્રમાણે યક્ષે તેના પરિણામ જાણી લીધા. ત્યાર પછી રાજાને પ્રાર્થના કરી. રાજાએ કહ્યું કે, “બંને હાથમાં તેલને ભરેલો વાડકે લઈને ભ્રમણ કરવું. જે તે વાડકામાંથી એક પણ બિન્દુ ભૂમિ પર પડે, તે તેને નક્કી વધ કરવામાં આવશે.” જીવિતના અથએ તે વાત સ્વીકારી કે, “ મારી શક્તિ પ્રમાણે આ કહેલી વાતની સાધના કરીશ.” એ પ્રમાણે તેના સ્વીકાર પછી તેની ચારે દિશા બાજુ ખુલી તલવારધારી ચાર પુરુષો તેના ફરતા ખડા રાખ્યા. અને તેમને આજ્ઞા કરી કે, “આ મારી આજ્ઞામાં જે આને પ્રમાદ થાય, તે તમારે તરત જ આજ્ઞા પ્રમાણે શિક્ષા કરવી એટલે તરત તેને વધ કરે. ત્યાર પછી તેલથી સંપૂર્ણ ભરેલો વાડકો તેણે હાથમાં ગ્રહણ કર્યો. તેના ચિત્તની ચંચળતા કરવા માટે રાજાએ ત્રણ માર્ગો, ચેક, ચૌટાના માર્ગોમાં, દુકાનોની શ્રેણિમાં નાટક, વારાંગનાઓ, મીઠાઈઓ, વાજા, સંગીત આદિ રૂપ મહોત્સવની જગ જગો પર ગોઠવણ કરાવી. જીવિત-રક્ષણની પૂર્ણ વાંછાથી તેલથી ચીકાર ભરેલો વાડકો હોવા છતાં, કાયા, વચન અને મનના સર્વ વ્યાક્ષેપોને દૂર કરી એવા યત્નથી ધીમે ધીમે ચાલ્યા કે, ત્રિભેટા, ચક, ચૌટામાં શું થાય છે? તેને તેને બિલકુલ ખ્યાલ નથી અને ત્રણે યોગનું એકીકરણ કરી એક ટીપું ન ઢળે, તેની પૂર્ણ કાળજી રાખી એમ કરી અખંડ તેલ– પાત્ર લાવી રાજા પાસે સ્થાપન કર્યું. અત્યંત દુષ્કર, જેનો અધ્યવસાય કરી શકાય નહિ, એવી વરતુ રાજાએ સંપાદન કરીને તેને પ્રેરણા કરી કે, “દુષ્કર પદાર્થને કરી આપનાર અપ્રમાદ વસ્તુ છે. તે તું ફોગટ એમ કેમ બોલતા હતા કે, “કેઈ અપ્રમત્ત નથી.” તે શેઠ પુત્રે પણ અપ્રમાદ છે, તેમ સ્વીકાર્યું અને ધર્મમાગમાં પ્રતિબોધ કર્યો. જેમ તું એક મરણમાત્રના ભયથી દુષ્કર એ અપ્રમત્તભાવ મેળવી શક્યો, તેમ એ અપરિમિત અનંતાં મરણના ભયથી ત્રાસ પામેલા અપ્રમાદને સેવે છે,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org