SearchBrowseAboutContactDonate
Page Preview
Page 58
Loading...
Download File
Download File
Page Text
________________ (૧) દષ્ટાંત ભજન [ ૧૫ શરીરવાળી તે કહેવા લાગી કે, “બહુ સારું બહુ સારું કર્યું.” તેવા પ્રકારના ખરાબ આચરણ કરનાર માટે મરણ સુંદર ગણાય. નેહની ખાણ સરખી તેની સાથે તે જ ક્ષણે ગાંધર્વ-વિવાહથી લગ્ન કર્યું. તેની સાથે જેટલામાં રહેલું છે, તેટલામાં અમૃત વૃષ્ટિ સમાન કર્ણને આનંદ પમાડનાર દેવતાઈ વલનો શબ્દ સંભળાય. એટલે પૂછ્યું કે, “આ અવાજ શાને સંભળાય છે?” “હે આર્યપુત્ર ! આ તમારા શત્રુ નાટ્યમત્તની રૂપવંતી ખંડા અને વિશાખા નામની બે બહેન છે. તેના ભાઈના વિવાહ માટે વિવાહ સામગ્રી લઈને અહીં આવે છે, માટે આપ જલદી આ સ્થાનથી ડાક આઘા ચાલ્યા જાવ. હું તેમને ભાવ જાણશ કે, “તેઓ બંને તમારા તરફ અનુરાગવાળી છે, તે મહેલ ઉપર લાલ ધજા ચડાવીશ અને અનુરાગ નહીં હશે તે ધોળી ધજા ચડાવીશ.” આ સંકેત આપે અને છેડા વખત પછી પેળી ધજા ફરકતી જોવામાં આવી. તે ધોળી ધજા દેખી તે પ્રદેશથી પર્વતની ખીણાની અંદર ગયો કે, જ્યાં એક મહાસરેવર દેખવામાં આવ્યું. તે કેવું હતું? સજજનના મન સરખું સ્વચ્છ, બીજાનું પ્રિય કરનારના જેમ શીતલ સ્વભાવવાળું, આવેગવાળું, સંગ્રહ કરવાની ચેષ્ટાવાળું હોય તેમ કામી પુરુષના કુલની જેમ ઘણું ચપલ કોલવાળું, ચંદ્ર સમાન ઉજજવલ રૂપવાળું, સ્ફટિક પર્વતના હૃદય સરખું, સમુદ્રના જળની જેમ પાર વગરનું, આકાશ સ્થલ જેવા માટે દર્પણ સમાન, વળી આમ-તેમ નજર કરવાથી એમ જણાતું હતું કે, કેશનાં પુષ્પો ખરી પડેલાં હતાં, નેત્રનાં અંજન, શરીર ઉપરથી કુંકુમ, પગ પરથી અળતો, તિલકના ચંદનથી મિશ્રિત થયેલું જળ-એ કારણથી સૂચિત થતું હતું કે, તેમાં વિદ્યાધરીઓએ સ્નાન કર્યું હશે અને એની સુગંધથી ભમરાઓથી સેવાયેલું હતું. આવા પ્રકારના સરોવરમાં ઈચ્છા પ્રમાણે કુમારે સ્નાન કર્યું. માર્ગમાં લાગેલો થાક દૂર કર્યો, તેમ જ વિકસિત સફેદ કમલની પવિત્ર ગંધ ગ્રહણ કરી. સરોવરને કિનારે ઉતરતાં વાયવ્ય દિશામાં ઊંચા સ્તનવાળી નવયૌવના એક કન્યાને દેખી. તત્કાલ ધનુષમાંથી છૂટેલા કામબાણથી ઘવાએલ કુમાર તેને વર્ણવવા લાગ્યો. “અહો ! મારા પુણ્યની સફળતા કે, આવા અરણ્યમાં આ મૃગ સરખા નેત્રવાળી કઈ પ્રકારે મારા દષ્ટિપથમાં આવી. સ્નેહપૂર્ણ ઉજજવલ નેત્રથી કુમારનાં દર્શન કરતી તે એકદમ તે પ્રદેશમાંથી વિજળી માફક અદશ્ય થઈ ગઈ. ત્યાર પછી મુહૂર્ત માત્રમાં એક દાસીને અહિં મોકલી. તેણે આવીને અતિકેમલ મહાકિંમતી વસ્ત્રયુગલ કુમારને આપ્યું. વળી તાંબૂલ, પુષ્પો અને બીજી પણ શરીરને ઉપયોગી વસ્તુઓ મેકલી અને કહ્યું કે, “તમેએ સરોવરને છેડે જે કન્યા દેખી હતી, તેણે આપને આ પ્રીતિદાન મેકલાવ્યું છે. તેમ જ મારી દ્વારા આપ માટે કહેવરાવ્યું છે કે-“અરે સખિ ! વનલતા પાસે જે મહાભાગ્યશાળી પુરુષ છે, તેઓ કઈ પ્રકારે મારા પિતાના મંત્રીના ઘરે વાસ કરે-તેવી વ્યવસ્થા કર.” માટે આપ મંત્રીના ઘરે પધારો. ત્યાર પછી તે કુમારને મંત્રીના ઘરે લઈ ગઈ કપાળ પર બે હાથ જોડી અંજલિ કરીને મંત્રીને દાસીએ કહ્યું કે, “આને આપના Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005153
Book TitlePrakrit Updeshpad Mahagranth Gurjar Anuwad
Original Sutra AuthorHaribhadrasuri
AuthorMunichandrasuri, Hemsagarsuri, Lalchandra B Gandhi
PublisherAnand Hem Granthmala
Publication Year1972
Total Pages652
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy