SearchBrowseAboutContactDonate
Page Preview
Page 571
Loading...
Download File
Download File
Page Text
________________ પર૮ ] ઉપદેશપદ-અનુવાદ છે. તેમાં દેવો વગેરે જે યાન-વાહનાદિક ઉપર બેસીને આવ્યા હોય, તે સચેતન કે અચેતન હોય તેને ત્રીજા કિલ્લામાં પ્રવેશ કરાવે છે. જે હાથી, ઘોડા વગેરે તિર્યો ભક્તિથી આકર્ષાઈને અહિં ભગવંતનાં દર્શન-શ્રવણ માટે આવેલા હોય, તે બીજા કિલ્લાની અંદર પ્રવેશ કરે છે. હવે જે દેવ, દાન, માનવો આદિ બાકી રહેલા હોય, તેઓ જ્યાં દેવ હોય, ત્યાં સુધી પ્રવેશ કરી શકે છે. ત્યાર પછી જ્યારે તે નિશ્ચલ ચિત્તવાળી થઈ, ત્યારે ગુરુએ તેને સમજાવ્યું કે, આગળ જે સંકેત કહી ગયા. તે ધ્યાન માર્ગ બીજા તીર્થોમાં–અન્યમમાં વર્તત નથી. તેણે તે વાત કબૂલ કરી. એટલે ગુરુએ પણ કહ્યું કે, બીજા જે કઈ થાનમાર્ગના અથી હોય, તેમણે પિતાના હૃદયમાં તેવા સ્વરૂપવાળા તે ભગવંતની કલ્પના કરીને દેવ-દાનવની જેમ તેમની નજીક સુધી પ્રવેશ કરો. ત્યાર પછી તે પ્રવેશ ઉપર સાડા ત્રણ કલા-રેખા સહિત ભગવંતનું ધ્યાન કરવું. અહિં જ્ઞાનાવરણીયાદિ આઠ કમરૂપ આઠ કળા, તેમાં ઘાતિકર્મ રૂપ ચાર કળા અને કેટલીક આયુષ્યકર્મની કળા ભગવંતના કેવલજ્ઞાન-સમયે ક્ષીણ થઈ. ( અર્થાત્ આઠ કર્મમાંથી સાડા ચાર કર્મો ક્ષીણ થયાં, એટલે સાડા ત્રણ કળા બાકી રહી.) માટે તે કેવલી ભગવંતની સાથે તે અનુસરતી હોવાથી કેવલિના વિહારકાલ સુધી તેનું ધ્યાન કરવું. તેથી આ જ શાસ્ત્રકારે બ્રહ્મ-પ્રકરણમાં કહેલું છે કે, “ધર્માદિ સર્વ પદાર્થો એકી સાથે જે હવભૂત સ્વરૂપે જાણે છે, એવા જે રાગાદિ રહિત હોય, તેમને પંડિતપુરુષે કેવલી તરીકે માને છે. સાડા ત્રણ કળાઓથી યુક્ત, સાડા ચાર કળાઓ જેની ક્ષીણ થયેલી છે, સર્વોથીને જેમણે સિદ્ધ કરેલા છે, એવા કેવલજ્ઞાન-લક્ષ્મીવાળા મનુષ્ય, દેવો અને અસુરોથી પૂજાયેલા છે. યથાર્થ નામના યોગવાળા હોવાથી આ મહાદેવ, અહંત, બુદ્ધ એવા પ્રશસ્ત નામે દ્વારા પંડિતપુરુષો તેમનું કીર્તન કરે છે.” ઈત્યાદિ. સાડાત્રણ કળાઓથી યુક્ત એમ કહીને તે પ્રશસ્ત કર્મોથી યુક્ત હેવાથી સુંદર કળાઓવાળા એવાથી બીજા પ્રકારવાળા-સ્વરૂપવાળા સિદ્ધભગવંતનું બીજું ધ્યાન ધ્યાવાનું. તે માટે કહેલું છે કે અનંતદર્શન, અનંતજ્ઞાન, સમ્યકત્વ વગેરે ગુણોથી યુક્ત એવું પિતાનું અસલ આત્મસ્વરૂપ જેમણે જાતે ઉપાર્જન કરેલું છે. ત્યાર પછી જેમણે દેહત્યાગ કરેલ છે, એવા આકારને ધારણ કરનાર સિદ્ધ પરમાત્માનું ધ્યાન કરવું. આકારવાળા અને આકાર વગરના અમૂર્ત, જરા અને મરણ વગરના, જિનબિંબની જેમ સ્વચ્છ સ્ફટિક રત્નસમાન સ્વરૂપવાળા લોકના અગ્રભાગરૂપ શિખર પર આરૂઢ થયેલા આત્મસુખ-સંપત્તિઓને વહન કરતા અર્થાત અનુભવતા વળી જેમને હવે કઈ પ્રકારની બાધા ઉત્પન્ન થવાની નથી જ. જેમણે કર્મ-કાદવને દૂર કરે છે, એવા સિદ્ધોનું ધ્યાન કરવું. આ બીજા ધ્યેયના અભ્યાસથી તેમનાં દર્શનની પ્રાપ્તિ થાય છે. કોની જેમ? તો કે, સ્વચ્છ આકાશવાળા ઘરમાં દી અંદર રહેલું હોય, તે બહાર રહેલાને જેમ દર્શન થાય, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005153
Book TitlePrakrit Updeshpad Mahagranth Gurjar Anuwad
Original Sutra AuthorHaribhadrasuri
AuthorMunichandrasuri, Hemsagarsuri, Lalchandra B Gandhi
PublisherAnand Hem Granthmala
Publication Year1972
Total Pages652
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy