SearchBrowseAboutContactDonate
Page Preview
Page 566
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રુતજ્ઞાન-વિચારણા [ પર૩ કહેલો છે, તે રાગ-દ્વેષના ઉપગને નિત્ય સંબંધ હોવાથી એ મહાવાક્ષાર્થ. આ જ રીતે નિષ્પરિગ્રહતા થાય, રાગ-દ્વેષનો અભાવ થાય, ત્યારે નિષ્પરિગ્રહતા થાય. તેમ ન સ્વીકારે, તો જે મૈથુન-વિરતિ થાય, તે પણ દોષની નિવૃત્તિ નથી. આ તાત્પર્ય–દંપર્ય સમજવું. એ પ્રમાણે બીજાં સૂત્રોમાં પણ પદાર્થ, વાકયાર્થ વગેરેની યથાર્થ શંકા ઉત્પન્ન કરી યથાર્થ આ સર્વે જોડવા. (૮૮૧) હવે કહેલા ઉપદેશનો ક્રમ ઉલ્લંઘવામાં આવે, તે દોષ બતાવતા જણાવે છે કે ૮૮૨–યક્તિ પદાર્થોદિના વિભાગનો ક્રમ ઉલ્લંઘન કર્યા વગર વ્યાખ્યાન કરવામાં શ્રતજ્ઞાનની પ્રાપ્તિ થાય છે. કેવી રીતે ? અહિં “ગમાં એટલે અર્થના માર્ગો, તે અર્થો દરેક સૂત્રોના અનંતા સંભવે છે. કહેવું છે કે-“સર્વ નદીઓની જેટલી રેતીની કણિ છે, અથવા સર્વ સમુદ્રનું જેટલું જળ છે-અર્થાત્ તેનાં જેટલાં બિન્દુઓ છે, તેના કરતાં પણ એક સૂત્રના અર્થો અનંતગુણ કહેલા છે.” માટે કઈ પણ એક ગમ” એટલે અર્થમાર્ગ એટલે જેમાં કોઈ શંકા નથી કે પરિવાર નથી–એવા એક અર્થમાર્ગના આશ્રયથી પ્રત્યક્ષ અને અનુમાનની સાથે વિરોધમાં જે જ્ઞાન થાય, તે ન હોવાથી જે મનુષ્ય આગ્રહ નથી કરતા, તેને જે જ્ઞાન થાય, તે શ્રત થાય છે, પણ ચિતા કે ભાવના જ્ઞાનરૂપ ન થાય. પ્રત્યક્ષ કે અનુમાન પ્રમાણથી જાણેલ તે દષ્ટ અને શાસ્ત્રમાં કહેલ, શાસ્ત્રથી જે ઈષ્ટ અર્થ હોય, તેવા દષ્ટ અને ઈષ્ટ જે અર્થો હોય, તેમાં કઈ વિરોધવાળું જ્ઞાન ન હોય, આ પદાર્થ આમ જ છે-એવી વસ્તુને જેમાં આગ્રહ ન હોય, તેવા શ્રત-આગમના અર્થ ભણનાર પ્રાપ્ત કરે છે, પરંતુ ચિંતાજ્ઞાન કે ભાવનાજ્ઞાનરૂપ જ્ઞાન મેળવતો નથી. સ્ત્રીને–પરિગ્રહરૂપે જે ઉપગ છે, તે રાગ-દ્વેષની સાથે નિત્યસંબંધ છે અને આ જ રીતે નિષ્પરિગ્રહતાનો ભાવ થાય. આ વસ્તુ સ્વીકારવામાં ન આવે, તે અપરિ ગ્રહની સત્તામાં જે પરિગ્રહને દેષ છે, તેની નિવૃત્તિ ન થાય. કોઈ એક અર્થ કરવાની રીતિ છે તેના આશ્રયથી, જેમાં શંકા નથી કે કઈ પરિહાર નથી–એવા અર્થ માગ તેના આશ્રયથી, પ્રત્યક્ષ અને અનુમાન તથા આગમના વિરોધમાં જે જ્ઞાન, આ ત્રણના વિરોધમાં જે જ્ઞાન અર્થાત્ આ ત્રણના વિરોધી જે જ્ઞાન, તેના અભાવથી જે જ્ઞાન તે શ્રતજ્ઞાન કહેવાય, પરંતુ તેને ચિતાજ્ઞાન કે ભાવનાજ્ઞાન ન થાય. અહિં કૃતમયજ્ઞાન, ચિંતામય જ્ઞાન અને ભાવનામય જ્ઞાન એમ ત્રણ જ્ઞાન કહેલાં છે. તેનાં લક્ષણે આ પ્રમાણે જાણવાં– કોઠારમાં રહેલા બીજસમાન, જેમાં માત્ર વાક્યાર્થ-વિષયક જ્ઞાન હોય, તે મિથ્યા આગ્રહ-રહિત કૃતમય જ્ઞાન જાણવું. વળી જે મહાવાક્યાથથી ઉત્પન્ન થયેલ અતિસૂક્ષ્મ અયુક્તિનાં ચિંતનથી યુક્ત હોય. પાણીમાં જેમ તેલનું બિન્દુ ફેલાઈ જાય તેવું ચિંતામય જ્ઞાન હોય. મલયુત–નિર્મલ રત્ન સાફ કર્યા વગરનું હોય, તેની કાંતિ સમાન ૧૨ મા છેડશકમાં આ ત્રણે જ્ઞાન હરિભદ્રસૂરિએ કહેલાં છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005153
Book TitlePrakrit Updeshpad Mahagranth Gurjar Anuwad
Original Sutra AuthorHaribhadrasuri
AuthorMunichandrasuri, Hemsagarsuri, Lalchandra B Gandhi
PublisherAnand Hem Granthmala
Publication Year1972
Total Pages652
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy