SearchBrowseAboutContactDonate
Page Preview
Page 565
Loading...
Download File
Download File
Page Text
________________ પર૨ ] ઉપદેશપદ-અનુવાદ આધાકર્મી આહારને આશ્રીને આગમમાં આમ કહેલું છે કે, “દાન દેવા ગ્ય સાત ક્ષેત્રરૂપ પાત્રમાં ભક્તિપૂર્વક અને દેવા ગ્ય એવા દીન, હીન, અપંગ, દુઃખી એવા વર્ગને અનુકંપાબુદ્ધિથી વિધિયુક્ત દાન અપાય છે. વળી જે દાન સ્વભાવથી વિરુદ્ધ ન હોય-એ પ્રમાણે સ્વજનો તથા પિોષણ કરવા ચોગ્ય વર્ગને જેમાં વિરોધ થતું ન હોય, તેને દાન કહેવાય. વ્રતમાં રહેલા હોય, તે પાત્ર અને અન્યમતના વેષધારીઓને અપાત્ર ગણેલા છે અને ખાસ કરીને પિતાના સિદ્ધાંતને વિરોધ ન આવે, તે પ્રમાણે જેઓ હંમેશાં વર્તતા હોય, તેમને પાત્ર ગણેલા છે. આ પ્રમાણે જિનેશ્વરે કહેલા આગમમાં વ્યવસ્થા નક્કી થયેલી છે, હવે તે આગમરૂપ આજ્ઞાનું ઉલ્લંઘન કરી વિધિ અને પ્રતિષેધ કરનારને દેષ લાગે છે. આ પ્રમાણે જીવવધ વગેરે લક્ષણસ્વરૂપ આ દેષ મહાવાક્યોના અર્થ થી જ જાણી શકાય તેવો છે. (૮૭૯). મહાવાક્યર્થને સમેટતા એદંપર્યને કહે છે – ૮૮૦–આ પ્રમાણે આગમ-આજ્ઞાનું ઉલ્લંઘન કર્યા સિવાય ઉત્સર્ગ–સેવન કે અપવાદનું સેવન કરીને, દેષ-આશાતના પરિહાર કરીને સિદ્ધાંતાનુસાર જે વર્તન કરવામાં આવે, તે આત્માને ગુણકારક થાય છે. આગમ-વચનની જેમાં અવજ્ઞા ન થાય, તેમ જ મોક્ષના હેતુરૂપ થાય, તે આ દાનસૂત્રનું ઔદંપર્ય સમજવું. (૮૮૦) આ આગળ કહી ગયા, તે કેટલાક પદાર્થ વિષયે જ માત્ર પદ, વાક્ય, મહાવાક્ય, ઔદંપર્યના પ્રકારવાળા સર્વજ્ઞ ભગવંતે પ્રરૂપેલ આગમની વ્યાખ્યા-યુક્ત નથી, પરંતુ જિનેશ્વરએ કહેલાં સમગ્ર સૂત્ર વિષયક આ પદાર્થ, વાકયાર્થ, મહાવાકયાર્થ, દંપર્યરૂપ ભેદે તે દ્વારા સૂત્રની વ્યાખ્યા કરવી–એમ મનમાં આશય સ્થાપન કરીને કહે છે – ૮૮૧–આ પ્રમાણે જેમ અમે કહી ગયા, તે ક્રમાનુસાર જેટલાં જેટલાં સૂત્ર છે, તે દરેક સૂત્રને આશ્રીને ઘણે ભાગે પંડિતપુરુષે-જેમણે શાસ્ત્રોનાં રહસ્યો જાણેલાં હેય, તેવા સાધુપુરુષે કહેલી વિધિ પ્રમાણે વ્યાખ્યાન કરવું. આ પ્રમાણે વ્યાખ્યાન કરવાથી કે શ્રવણ કરવાથી નક્કી સમ્યગજ્ઞાન પ્રાપ્ત થાય છે. જેમ કે, મધ્યમજિન-સાધુઓને ચાર મહાવ્રત હોય છે. પહેલા- છેલ્લા તીર્થકરના સાધુઓને પાંચ મહાવ્રતો હોય છે. આ બંને સૂત્રો સાંભળીએ, ત્યારે તેને શબ્દાર્થ આ પ્રમાણે થાય કે, “બાવીશ તીર્થકરના સાધુઓને પ્રાણાતિપાત, મૃષાવાદ, અદત્તાદાન, પરિગ્રહ તેનાથી વિરમવા રૂ૫ ચાર મહાવતો હોય છે, અને પહેલા, છેલ્લા તીર્થકરના સાધુઓને મૈથુનની વિરતિ સહિત પાંચ મહાવ્રત રૂ૫ વિરતિ હોય છે. હવે અહિં પરિગ્રહની અંદર જ મૈથુનવિરતિ સમાઈ જતી હોવાથી, ન ગ્રહણ કરેલી સ્ત્રી ભેગવી શકાતી ન હોવાથી, પરમાર્થથી વચલા તીર્થકરના સાધુઓને પણ પાંચ જ મહાવ્રત હોય છે-આ પ્રમાણે વાક્યર્થ છે. વસ્તુતાએ રાગદ્વેષ- એ બંને જ પરિગ્રહ છે. “મૂચ્છને પરિગ્રહ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005153
Book TitlePrakrit Updeshpad Mahagranth Gurjar Anuwad
Original Sutra AuthorHaribhadrasuri
AuthorMunichandrasuri, Hemsagarsuri, Lalchandra B Gandhi
PublisherAnand Hem Granthmala
Publication Year1972
Total Pages652
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy