________________
પદાર્થ વાક્ય, મહાવાક્ય, ઔદસ્પર્ય
[ ૫૧૭
પરિહાર કરવો પડે. શત્રુને પણ તેનાથી દૂર થવાનું હોતું નથી. શત્રુના વેષ પરાવર્તન દર્શન સરખો વાક્યાર્થ, તેનાથી પણ ઇષ્ટસિદ્ધિ કે અનિષ્ટ-પરિહાર રૂપ ફળ થતાં નથી. પૂર્વે કહેલા હેતુથી જ બાલ, સ્ત્રી વગેરેથી માર્ગનો બાધ થવા સરખો મહાવાક્યર્થ છે. આનાથી જિજ્ઞાસિત અર્થની સિદ્ધિ થાય છે. એદંપર્ય તે સાક્ષાત્ કહે છે કે, જે શુદ્ધ અધિકારી હોય, તેને જ માર્ગ પૂછો, પણ બીજાને ન પૂછો. બાલક, સ્ત્રી વગેરેથી માર્ગનું જાણપણું યથાર્થ થાય છે, તેના બેધ સમાન મહાવાક્ષાર્થ છે. તેનાથી આપણે ઈચ્છલ અર્થ સિદ્ધ થાય છે.
એપય“ સાક્ષાત્ સમજાવે છે-તે આ પ્રમાણે કે, જે નિર્દોષ શુદ્ધ હોય, તેવા બાલ, શ્રી આદિ તેને જ માગ પૂછે, પણ બીજા ભળતા ગમે તેને ન પૂછે. (૮૬૪)
અહિં કેટલાક સૂત્રોને આશ્રીને સાક્ષાત્ જ વ્યાખ્યાના અંગરૂપ પદાર્થ, વાક્ય, મહાવાક્ય ઔદંપર્ય દેખાડતા કહે છે –
૮૬૫–અહિં સૂત્રમાં પ્રસિદ્ધ પદાર્થ સ્વરૂપ આ સૂત્ર કહેલું છે કે–પૃથ્વી આદિ પ્રાણીઓની હિંસા ન કરવી. તેને જ કહે છે કે-મન, વચન, કાયાથી સર્વ જીવોને પીડા ન કરવી. એટલે કે, ત્રસ કે સ્થાવર કોઈ પણ જીવને મન, વચન કે કાયાથી તેની હિંસા ન કરવી-તેને પીડા ન ઉપજાવવી” (૮૬૫) તથા–
૮૬૬–પૃથ્વી આદિ સ્થાવર જીવોને પીડા પમાડનારા આરંભી-ગૃહસ્થ, નિદ્રા, વિકથા રૂપ પ્રમાદ સેવન કરનારા એવા સર્વ સાવદ્ય ચેગથી વિરમેલા હોવા છતાં પ્રમાદ સેવનારા પ્રમત્ત સાધુઓ તે આરંભી-પ્રમત્ત એવા શ્રાવક તથા સાધુઓ આ પદના અર્થથી શ્રાવક જિનમંદિર બંધાવે. સાધુ લેચ કરે કે કરાવે, આદિશદથી તેવા તેવા અપવાદનો આશ્રય કરે, તથા પ્રવચન-શાસનના વિરોધી હોય, દુષ્ટનો નિગ્રહ-શિક્ષા કરવાને પ્રસંગ ઉભો થાય ઈત્યાદિકમાં પરપીડા કરવી પડે, પહેલાં સૂત્રમાં હિંસાને નિષેધ કરેલ છે, તે જ હિંસા કરવાને પ્રસંગ પાછો પ્રાપ્ત થયો છે. કેમ-તે શંકાના સમાધાન કરતાં કહે છે કે-તેવા પ્રકારની બીજાને હિંસા-પીડા કરવાથી પાપનો અનુબંધ થાય છે. આ પ્રમાણે આ ચાલના રૂપ વાક્યાથે થયો. (૮૬૬)
૮૬૭–-શ્રાવક જિનમંદિર કરાવે, સાધુ કેશલેચ કરે–કરાવે, તેમાં ભગવંતની કહેલી વિધિનું ઉલ્લંઘન કરે, આજ્ઞાનું વિલોપન કરે, તો તેઓનાં કાર્ય દુષ્ટ ગણાય. આજ્ઞાપૂર્વકની પ્રવૃત્તિ હોય તો ? તો તેમની આજ્ઞા આ પ્રમાણે છે કે “જિનભવન કરાવવાની વિધિ આ પ્રમાણે કહેલી છે કે-ભૂમિ શલ્ય વગરની–એટલે હાડકાં કે એવા પદાર્થોથી રહિત શુદ્ધ કરવી જોઈએ. દલ એટલે ઈટ, પથરા તે પણ શલ્યરહિત શુદ્ધ જોઈએ, તેમ જ કાષ્ઠ વગેરે તેનાં સાધનો શુદ્ધ હોવાં જોઈએ. કડિયા, સુતાર, મજુર, શિપી વગેરેના ધર્મ પ્રત્યે આદર પરિણામ વૃદ્ધિ પામે, તે પણ તેમને કામને બદલો "પૂર્ણ મળી રહે જોઈએ. આ વિધિ પ્રમાણે જિનમંદિર કરાવવાની આજ્ઞા છે. સાધુને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org