SearchBrowseAboutContactDonate
Page Preview
Page 56
Loading...
Download File
Download File
Page Text
________________ (૧) દષ્ટાંત ભજન : [ ૧૩ હવે મારે તેનો શે પ્રતિઉપાય કરો ? આ પ્રમાણે પુરાતા હદયવાળા કુમારે આગળ ચાલવા માંડ્યું, ત્યારે સીધા સરળ આકારવાળા શાલવૃક્ષોના સમૂહથી ભતું એક ઉદ્યાન જોયું. સર્વ ઋતુમાં થતા વિકસિત વૃક્ષના પુષ્પસમૂહની સુગંધથી બહલાતું જેથી કરીને ભ્રમરનાં ટોળાં આવીને ગુંજારવ કરતાં હતાં, તે કારણે ઉદ્યાન હંમેશાં શોભતું હતું. તેમ જ ત્યાં ઊંચા તાડના વૃક્ષોની શ્રેણી પવનથી કંપાયમાન થતી શોભતી હતી. જાણે કુમારનું નવું રૂપ જેવાથી વિસ્મયરસથી મસ્તક ભાગ ધૂણાવતી કેમ ન હોય તેમ જણાતી હતી. તે ઉદ્યાનમાં મોટાં પત્ર અને નવીન કુંપળેથી યુક્ત અશક વૃક્ષના સમૂહથી વીંટળાયેલ, જેના ઉપર વિજ ફરકી રહી છે, એ સાતમાળનો મહેલ કુમારે જે. પિતાની ભીંતની ફેલાતી કાંતિરૂપી જળથી ધવાયેલ દિશાઓવાળા અર્થાત્ મહેલ રત્નોની ભીંતેવાળો ચમકતા હતા. મહેલની ઉંચાઈ એટલી ઊંચી હતી કે સૂર્યરથ મહેલના શિખરથી ખલના પામતું હતું. તેની બાજુમાં રહેલ સરોવરના જળ વડે ઠંડા થયેલ પવનથી જ્યાં તાપને ઉકળાટ શાન્ત થયેલ છે, જેના તલમાં મણિઓ જડેલી છે, એવું સરોવર પણ દેખ્યું. તે મહેલનાં પગથીયાં ચડતાં ચડતે અનુક્રમે સાતમા માળે પહોંચ્યો, તે ત્યાં કમલપત્ર સરખા નેત્રવાળી લાવણ્યજળ-પૂણે સમુદ્ર ન હોય તેવી સુન્દર કન્યા દેખી. એટલે તેના રૂપથી આકર્ષિત થયેલે ફરી ફરી નેત્ર વિકસિત કરીને જોતાં જોતાં એમ વિચારવા લાગ્યો કે, “બ્રહ્માજીએ કોઈક ઉત્તમ પ્રકારનાં પરમાણુઓ એકઠાં કરી અમૃતનું મિશ્રણ કરી પોતાનું ઉત્તમ પ્રકારનું શિલ્પ જણાવવા માટે જ નક્કી આ રૂપનું નિર્માણ કર્યું છે એમ હું માનું છું.” તેના મુખ પર ઈર્ષા રાખનાર ચંદ્રને ખરેખર એના ચરણોએ ચૂર કરી નાખ્યો છે, નહીંતર પગના નખના બાનાથી કકડા કકડા થયેલો કેમ દેખાય છે? તે કન્યાના નિતંબેએ ગંગાના રેતીના કિનારાને જિતી લીધો હતો. અને ત્રણે જગતને જિતવાથી થાકેલા કામદેવને સુવાનું સ્થાન હોય તેવા શોભતા હતા. તેને કટીને મધ્યભાગ કામગજેન્દ્રની સૂંઢથી પકડેલો હોવાથી પાતળો થયેલે જણાય છે અને મધ્યભાગમાં રોમરાજિ છે, તે હાથીના મદજળની રેખા હોય એમ જણાય છે. સ્વભાવથી ગંભીર નાભિ તે જયવેધ કરનાર કામદેવની વાવડી હોય તેમ લોકો માને છે. તે કન્યાએ પોતાના શરીરથી ત્રણે જગતને જિતેલા છે, તેથી જ વિધાતાએ તેના ઉદરમાં વિવલીના બાનાથી ત્રણ રેખાઓ આંકી છે. તેના ઉન્નત મજબૂત સ્તનમંડલયુક્ત વક્ષઃસ્થલની શોભા કામદેવને જુગાર રમવાના ફલક સમાન જણાતી હતી. તેને બે બાહુએ કલ્પવૃક્ષની લતાઓ માફક શોભે છે. સ્નિગ્ધ રૂપવાળા બે હાથ પલ્લવ-સમાન છે અને ચમકતા નખો જાણે પુપ ન હોય તેવા શુભતા હતા. અતિશ્યામ ચમકતા કેશકલાપ યુક્ત તેનું વદન જાણે અતિ કાળા વાદળાના પડલમાંથી બહાર નીકળેલ ચંદ્રમંડલ હોય તેમ શોભતું હતું. તેના લાંબા નેત્રો રૂપ નદીમાં કામદેવ–પારધી હંમેશા સ્નાન કરે છે. નહીંતર કાંઠા ઉપર ધનુર્ધતા સરખી ભમરે કેમ દેખાય? તે કન્યાના ગૌરવર્ણવાળા મુખમાં સ્વાભા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005153
Book TitlePrakrit Updeshpad Mahagranth Gurjar Anuwad
Original Sutra AuthorHaribhadrasuri
AuthorMunichandrasuri, Hemsagarsuri, Lalchandra B Gandhi
PublisherAnand Hem Granthmala
Publication Year1972
Total Pages652
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy