SearchBrowseAboutContactDonate
Page Preview
Page 55
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨ ] ઉપદેશપદ–અનુવાદ તલના વિભાગને જિતનાર, પ્રલયકાળના મેઘ સરખી ગંભીર શબ-ગજેનાથી દિશાઓના અંતને પુતિ એ હાથી કુમારને સન્મુખ આવતો દેખી ષવાળી શીઘ્રગતિથી પ્રત્યક્ષ ભયંકર જાણે યમરાજા ન હોય, તે હાથી સન્મુખ આવવા લાગ્યો. તેની સાથે કીડા કરવાના કૌતુકથી કુમારે તલના ફોતરા જેટલે પણ પાછા હટ્યા સિવાય ગોળાકાર ઉત્તરીય વસ્ત્રને દડો બનાવીને તેની સન્મુખ ફેંક. હાથીએ પણ તે દડાને સૂંઢથી પકડીને આકાશમાં ઉછાળ્યા અને ક્રોધથી અંધ બની ગયો. આ અરણ્યને હાથીને દક્ષતાથી છેતરીને વસ્ત્ર ગ્રહણ કરી લીધું. ક્ષોભ પામ્યા વગર કુમાર તેને રમાડવા લાગ્યો. સૂંઢના અગ્રભાગને સ્પર્શ કર્યો, એટલે તે વનતાથી વેગથી તેની સામે દેડ્યો, વળી કુમાર તેની આગળ દોડ્યો. એટલામાં હાથીનો પગ ખલના પામ્યું એટલે કુમારે તેની પાછળ જઈ તેની પીઠ પર મુષ્ટિ-પ્રહાર માર્યો, જેથી તે હાથી ઉગ્ર ચીસ પાડવા લાગે. હાથી બીજી દિશામાં જે ફરવા લાગ્યો, તે વખતે કુમારે બે પગની વચ્ચેથી હાથીના તલભાગને હથેળીથી પંપાળે. આ પ્રમાણે કુંભારના ચક્રની જેમ ભમાડ્યો, એટલે તે ઘણે પરિશ્રમ પામ્યો અને થાકી ગયો. ત્યાર પછી તે પ્રદેશમાં ચરતા મૃગલાના ટેળાને થંભાવી દે તેવું અતિ મધુર કાકલી સ્વરથી કુમારે ગીત ગાયું. એટલે હાથી સરવા નિશ્ચલ કાન કરીને ગીત શ્રવણ કરવા લાગ્યો. હાથી બીજા કશા તરફ નજર ન કરતા, સૂઢ સ્થિર કરીને ચાલવાની ગતિ અટકાવીને જાણે ચિત્રામણમાં ચિતરેલ હોય તે ક્ષણવારમાં સ્થિર બની ગયે. ત્યાર પછી દંતૂશળ ઉપર ચરણકમલ ટેકાવીને સર્વ પ્રકારની હેરાનગતિ કરવાની બંધ કરીને કુમાર પીઠપ્રદેશ ઉપર મજબૂતાઈથી આરૂઢ થ. કૌતુક પૂર્ણ કર્યા બાદ ધીમે ધીમે હાથી પરથી નીચે ઉતરીને આગળ ચાલવા લાગે, પરંતુ અવળે માર્ગે ચાલવાથી દિશાચક માલુમ ન પડવાથી મુંઝાઈ ગયે. પછી મંદ ગતિથી આમ-તેમ પરિભ્રમણ કરતા તે પ્રદેશમાં રહેલા એક પર્વતની ખીણમાંથી વહેતી એક નદીના કિનારે જીણું પડી ગયેલા ઘરવાળું છતાં ખંડિત ભીંત માત્રથી ઓળખાતું એક નગર કુમારના જોવામાં આવ્યું, જોતાં જોતાં કુતૂહલ ઉત્પન્ન થયું એટલે નિરીક્ષણ કરવા લાગે તે ત્યાં અતિગુપ્ત એવું વાંસનું બનેલું પિલું ઝુંડ જોવામાં આવ્યું. બાજુમાં એક ખગરત્ન બહાર મૂકેલું હતું. કૌતુકથી તે ખગની પરીક્ષા કરવા માટે તે વાંસની શ્રેણી કાપવા માટે વહન કર્યું. તરત જ વાંસનું ઝૂંડ નીચે પડયું અને તેની અંદરના ભાગમાં પૂર્ણ ચંદ્ર-મંડલ સમાન વદન-કમળ દેખીને બોલી ઉઠ્યો કે, “મેં આ અપકૃત્ય કર્યું કે, આવા નિરપરાધી સજજન સ્વરૂપવાળા કેઈ મનુષ્યને મેં મારી નાખ્યો. ખરેખર મારા બાહુબલને અને મારા ખોટા કુતૂહળને ધિક્કાર થાઓ.” એમ પશ્ચાત્તાપમાં પરવશ બનેલ “હવે મારે શું કરવું?' તેમ કુમાર વિચારવા લાગે. બીજી દિશામાં નજર કરતાં કુમારે ઉંચા અદ્ધર પગ બાંધેલા, ધૂમ્રપાન કરતા પ્રધાનવિદ્યાની સાધના કરતા કેઈક પુરુષનું મસ્તક સિવાયનું ધડ જોયું. એટલે કુમારને અધિક દીલગીરી થઈ અને કહેવા લાગ્યો કે, “મેં આની વિદ્યા-સાધનામાં વિદ્ધ કર્યું. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005153
Book TitlePrakrit Updeshpad Mahagranth Gurjar Anuwad
Original Sutra AuthorHaribhadrasuri
AuthorMunichandrasuri, Hemsagarsuri, Lalchandra B Gandhi
PublisherAnand Hem Granthmala
Publication Year1972
Total Pages652
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy