SearchBrowseAboutContactDonate
Page Preview
Page 54
Loading...
Download File
Download File
Page Text
________________ (૧) દષ્ટાંત ભેજન [ ૧૧ રહિત આ અરણ્ય છે, તો તેમાં તારું આગમન કેવી રીતે થયું?” “ આ કુલપતિ સાચા હિતકારી પુરુષ છે.” એમ ધારીને કુમારે પોતાના ઘરને સર્વ યથાર્થ વૃત્તાન્ત તેમને જણાવ્ય. દુર્ભાગ્ય અને પ્રીતિથી પરવશ બનેલા કુલપતિએ કુમારને કહ્યું કે, “તારા પિતા બ્રહ્મરાજાને હું નાનો ભાઈ છું, માટે હે વત્સ! ઓ તારે જ આશ્રમ છે અને તું અહિં નિર્ભયતાથી રહે. હવે આવા પ્રકારના વિષાદને તું ત્યાગ કર. કારણ કે, સંસારનાં ચરિત્ર આવા પ્રકારનાં જ હોય છે. જેમ પાણીના રેટ-યંત્રની અંદર રહેલી ઘટિકાઓ ભરેલી અને ઊંચે રહેલી હોય છે, પરંતુ ક્ષણમાં ખાલી અને વળી પાછી નીચી થઈ જાય છે. (૧૦૦) તેવી રીતે ભવચક્રમાં લક્ષ્મીને વરેલા તેમ જ ઉત્તમ કુલ પામીને કાલ-બળથી જી વિપરીતપણાને પામે છે. સ્ત્રીચરિત્રના વિષયમાં કેઈએ કંઈ પણ વિસ્મય કે વિષાદ ન કરે. કારણ કે, તેઓ અનાર્ય અને ચંચળ મનવાળી હોય છે. પિતાના મનની અસ્થિરતાથી તે વગર રાગવાળા પર પણ રાગ કરનારી થાય છે અને વગર કારણે રાગવાળા વિષે પણ વિરક્ત બની જાય છે. ક્ષણમાત્ર રક્ત-લાલ રંગવાળી કૂર, છેવટે અંધકાર કરનાર સધ્યા માફક સ્ત્રીઓને આધીન બનેલો કે પુરુષ કુશળતા પામે? માટે હવે તું વિષાદનો ત્યાગ કર, કારણ કે, ધીર પુરુષે જ વિષમ દશાનો પાર પામે છે. બાકી કાયર પુરુષે ઊંડા જળમાં તરવાનું ન જાણનાર માફક જલદી ડૂબી જાય છે. કુલપતિ પાસે અભિપ્રાય પામીને તે ત્યાં રહેવા લાગ્યા. દરમ્યાન વાદળાથી આકાશતલને આચ્છાદિત કરતો વર્ષાકાલ આવ્યા. નવીન લીલા વર્ણવાળાં વસ્ત્ર ધારણ કર્યા હોય, તેમ લીલા ઘાસથી પૃથ્વી ઢંકાઈ ગઈ. વિરહી જનના કંદર્પની જેમ ઇન્દ્રગોપ નામના જંતુઓ ઉત્પન્ન થવા લાગ્યા. ઉત્તમ મુનિઓની માનસ માફક ઉજજવલ મેઘ વિસ્તાર પામવા લાગ્યા. સજજનના સમાગમ માફક લોકોને ઉકળાટની શાંતિ થઈ. ભુવનતલને અજવાળાવાળું કરતી અને આવતાં જ અંધકાર સમૂહને દૂર કરનારી ધાકિજનની કથા માફક વિજળી એકદમ ચમકવા લાગી. અતિ ગંભીર મેઘના ગડગડાટ શબ્દ સાંભળી ક્ષેભ પામેલી પ્રિયાઓ ઉપર પ્રેમ કરીને પથિક લોકોની શ્રેણિઓ પિતાના સ્થાન તરફ ગમન કરવા લાગી. - હવે કુલપતિએ પૂર્વે નહિં શીખેલ એવી સર્વ ધનુર્વેદ વિગેરે કળાઓ કુમારને સારી રીતે શીખવી. ત્યાર પછી ઉજવલ વાદળાંઓથી છવાયેલા આકાશવાળો શરદકાળ આવ્યું. જેમાં ખીલેલા કમલવનમાં ચપળ હંસે મધુર રમણીય શબ્દ કરતા હતા. કેઈક સમયે કંદફલ અને જળની શોધ કરવા માટે ગએલા તાપસની પાછળ પાછળ, કુમાર જતો હતો, ત્યારે કુલપતિએ રોકવા છતાં કુતૂહળથી ચંચળ થયે છતો વનના સીમાડે ગયે. મનહર વનપ્રદેશ નીહાળતો હતો, ત્યારે અંજનગિરિ સરખો ઊંચો હાથી તેણે જે. સ્થિર અને સ્થૂલ સુંઢવાળા, શ્વેત દંતશળના અગ્રભાગથી વનખંડના વૃક્ષોને ભાંગી નાખતો, કુંભસ્થલમાંથી ઝરણાની જેમ ગળતા મદજળથી આકર્ષાયેલ ચપળ ભ્રમર શ્રેણીથી ઘેરાએલ સત્તાવાળે સાતે અંગોમાં પ્રતિષ્ઠિત, કુંભસ્થળથી આકાશ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005153
Book TitlePrakrit Updeshpad Mahagranth Gurjar Anuwad
Original Sutra AuthorHaribhadrasuri
AuthorMunichandrasuri, Hemsagarsuri, Lalchandra B Gandhi
PublisherAnand Hem Granthmala
Publication Year1972
Total Pages652
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy