SearchBrowseAboutContactDonate
Page Preview
Page 53
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦ ]. ઉપદેશપદ–અનુવાદ સાથે રાત્રિ પસાર કરી. અતિલજજાના કારણે બંધુમતીએ સર્વાગ અર્પણ ન કર્યું. બીજા દિવસે વરધનુએ કહ્યું કે, “હજુ તારે ઘણું દૂર સુધી જવાનું છે.” બંધુમતીને પિતાની સાચી હકીકત જણાવીને બને ત્યાંથી આગળ ચાલ્યા. ઘણે દૂર ગયા, ત્યારે એક ગામ આવ્યું, ત્યાં આગળ વધતુ જળ લેવા માટે ગયે, પણ તરત પાછો આવ્યો અને કહેવા લાગ્યું કે, “ગામમાં એવી વાત સંભળાય છે કે, “દીર્ઘરાજાએ બ્રહ્મદત્તને પકડવા માટે સર્વે માર્ગો રોકી રાખ્યા છે. તે હવે અહીંથી દૂર નાસી છૂટીએ અને ચાલુ માર્ગનો ત્યાગ કરી બીજા માળે આગળ વધીએ.” એમ કરતાં તેઓએ મહા અટવીમાં પ્રવેશ કર્યો. ત્યાં કુમાર એકદમ તરસ્યો થયા. વરધનુએ કુમારને વડ નીચે બેસાડ્યો અને પોતે જળ શોધવા નીકળે. સાંજ પડવા આવી, પણ ક્યાંયથી જળ પ્રાપ્ત ન થયું. દીર્ઘરાજાના સુભટેએ વરધનુને જે અને તેઓ પણ રોષથી તેને ખૂબ મારવા લાગ્યા. કઈ પ્રકારે કુમારની નજીક આવ્યા અને વૃક્ષની ઓથે સંતાયેલા કુમારને આગળ શીખવેલ સંકેત કર્યો કે, “અતિ દૂર દૂર પલાયન થઈ જા.”એટલે કુમાર તીવ્ર વેગથી દુઃખે કરી ઉલ્લંધી શકાય તેવી અટવીમાં નાસવા લાગે. કાયરલોકને શેક કરાવનાર એવા જંગલમાં પહોંચ્યો કે, “જ્યાં ભયંકર સિંહનાદથી પર્વતની ગુફા ભરી દેતા એવા સિંહે ગર્જના કરતા હતા. વળી વૃક્ષનાં ઘણું પાંદડાઓથી અવરાયેલા સૂર્યનાં કિરણો પણ અંદર પ્રવેશ કરી શકતાં નથી. હું માનું છું કે, ભય કરનારી નવીન નવીન ઉગતી દર્ભ–સૂચી તો નહીં હોય? સિંહોએ મારી નાખેલા હાથીના કુંભ સ્થળમાંથી સરી પડેલાં મુક્તાફ જે અટવીમાં ચમકતાં હતાં, જે ઉન્નત વૃક્ષના શિખરના અગ્રભાગથી તારાઓની શ્રેણિઓ ખલના પામી જણાતી હતી–અર્થાત્ વૃક્ષે ઘણું ઉંચા હતા. જ્યાં ભીલના ભાલાથી ઘવાએલા ચિત્તાઓના વહેતા લોહીથી ખરડાએલી પૃથ્વી જાણે વનદેવતાના ચરણોના અલતાને રસ હોય તેવી દેખાતી હતી. જેમાં એક સ્થળે ભીલોએ હણેલા અને વૃક્ષશાખાના શિખર પર લટકાવેલા ભયંકર સિંહોના ચામડાથી અને બીજા સ્થલે સિંહોએ મારેલા મદવાળા ગજેન્દ્રોના હાડકાના મેટા ઢગલાથી હંમેશા યમનગરી માફક પથિકલોકને મહાત્રાસ પમાડનાર અટવી જણાતી હતી. હાથીના મદની ગંધ સમાન ગંધવાળા સપ્તપર્ણ નામના ગીચ વૃક્ષોમાં હાથી હશે એવી શંકાથી સિંહો જેમાં નિષ્ફલ છલંગ મારતા હતા. જે અટવીમાં હેમંતઋતુમાં વૃક્ષની ટોચ ઉપર ચડીને નસાસાથી ઉના થયેલા પવન વડે વાનરા ઠંડીનો સમય પસાર કરતા હતા. ન આવી ભયંકર અટવીમાં ભૂખ અને તરસની પીડા સહન કરતો કરતો ઉલ્લંઘન કરતો હતો, ત્યારે ત્રીજા દિવસે તપથી શેષાયેલા અંગવાળા, પ્રસન્ન વદનવાળા એક તાપસ કુમારનાં દર્શન થયાં. તેના દર્શન માત્રથી કુમારને હવે જીવવાની આશા ઉત્પન્ન થઈ. તાપસના પગમાં પડ્યો અને તેને પૂછયું કે, “હે ભગવંત! આપને આશ્રમ કયાં છે?” તે પણ અહીં છે” એમ કહી કુમારને કુલપતિ પાસે લઈ ગયે. કુલપતિએ પણ પ્રેમપૂર્વક તેને બોલાવ્યા. “હે મહાભાગ્યશાળી! અનેક ઉપદ્રવોથી પૂર્ણ અને સજજનોથી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005153
Book TitlePrakrit Updeshpad Mahagranth Gurjar Anuwad
Original Sutra AuthorHaribhadrasuri
AuthorMunichandrasuri, Hemsagarsuri, Lalchandra B Gandhi
PublisherAnand Hem Granthmala
Publication Year1972
Total Pages652
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy