SearchBrowseAboutContactDonate
Page Preview
Page 552
Loading...
Download File
Download File
Page Text
________________ દુષ્ટ શીલવાળાને સંસર્ગ તજ [ ૫૦૯ શુદ્ધિ પામેલા એવા સાધુ, સાધ્વી, શ્રાવક, શ્રાવિકાઓ વિષે આદરભાવ–મમત્વભાવ રાખવો. (૮૩૮) તો પછી હવે જૈનેતર અનુષ્ઠાન કરનારા પ્રત્યે શું કરવું?— ૮૩૯–જિનવચનોથી પ્રતિકૃલ અનુષ્ઠાન કરનારા, દુર્ગતિમાં લઈ જનાર એવા મહાદિક અશુભ કર્મ ફળ આપનાર લૌકિક ધર્માનુષ્ઠાન કરનાર છો વિષે પ્રઢષ કરે, અથવા તેનાં દર્શનશાસ્ત્રો કે તેમની કથાના પ્રસંગે કેધ–અસહનશીલતા ન જ કરવી. ત્યારે શું કરવું? તેની શંકાના સમાધાનમાં કહે છે કે- જીવની ભવસ્થિતિ આવા પ્રકારની છે કે, હજુ સુધી આ આત્માઓની કર્મસ્થિતિ ભારે હોવાથી અકલ્યાણવાળા તેઓ બિચારા જિનધર્મના આચરણ પ્રત્યે આદરપરિણામવાળા થતા નથી, બહુમાનવાળા થતા નથી-એમ વિચારવું. તથા સમ્યગ્દર્શન, જ્ઞાન, ચારિત્રરૂપ મોક્ષમાર્ગમાં રહેલા સાધુ કે શ્રાવકે હમેશાં તેમની સાથે એક વખત કે વારંવાર બોલવાનો વિશ્વાસનો વ્યવહાર, સહાય કરવી, સેવા-સુશ્રષા આદિકને ત્યાગ કરે, વિધિથી વિવિક્ત વસતિગામ, નગરમાં વાસ કરવા રૂપ સંસર્ગને ત્યાગ કરે. નહિંતર તેમની સાથે આલાપસંલાપ વગેરેના સંસર્ગ કરવામાં જેમ કુષ્ઠવ્યાધિ અગર ચેપીરોગવાળા કે દુષ્ટ જવર વાળાના સંસર્ગથી, તેના દોષને-રોગને બીજાના શરીરમાં સંચાર થાય, તેમ તેવા અન્ય મતવાળાના સંસર્ગ થી આપણા આ લોક અને પરલોકના અનર્થ –પ્રાપ્તિરૂપ નુકશાન થાય છે. માટે જ કહેવું છે કે-“ દુશીલ મનુષ્ય જેને પ્રિય હોય, તેણે સિંહની ગુફા, વાઘની ગુફા, જળ અથવા અગ્નિમાં પ્રવેશ કરવો, અગર મરકીવાળા ઉપદ્રવસ્થાનમાં કે દુષ્કાળ હોય, ત્યાં પ્રવેશ કરે સારો, પણ દુષ્ટ શીલવાળાને સંસર્ગ ન કરે.” (૮૩૯) શંકા કરી કે, ઘણા ભાગે વિહારક્ષેત્રે પ્રમત્ત તેમ જ પાખંડી લોકોથી રકાએલાં હોય છે, જેથી તેમની સાથે આલાપ-સંલાપ વગેરે વર્જન કરવા અશક્ય છે, તેવી શંકાનું સમાધાન કરતા કહે છે– ૮૪૦–અગીતાર્થ સાધુ અને પાસસ્થાદિક પ્રમાદવાળા, શિાંથલ આચારવાળા ગીતાર્થો સાથે અથવા ભાગવત વગેરે બીજા તીર્થાન્તરીય અન્યમતના પાખંડીઓથી વ્યાપ્ત ક્ષેત્રમાં રહેવાનો પ્રસંગ આવી પડે અને અગીતા વગેરેથી રહિત ક્ષેત્રમાં દુનિલ-રાજદ્વારી કારણ હોય અથવા બીજા કેઈ ત્યાં ઉપદ્રવ હેય. તે કારણે ત્યાં સ્થિરતા કરવી અશક્ય હોય અને અગીતાદિના વસવાટવાળા ગામ-નગરાદિકમાં રહેવાનો વખત આવે, તો ત્યાં કેવી રીતે રહેવું ? તે જણાવે છે-આપણું શુદ્ધ પ્રજ્ઞાપના-પ્રરૂપણા, તેમ જ શુદ્ધ સામાચારીની સંપૂર્ણ પરિપાલનાને લગારે પણ આંચ ન આવે-ધકકો ન લાગે-નુકશાન ન થાય, તે પ્રમાણે ભાવનું નુકશાન કર્યા વગર અખંડ ભાવ ટકી રહે, તેમ જે ત્યાં તેમને અનુસરવું પડે, “વચનથી નમસ્કાર” એ વગેરે અનુસરણ કરવા રૂપ અનુવૃત્તિથી તે ક્ષેત્રોમાં તેમની સાથે રહેવું. આ પ્રમાણે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005153
Book TitlePrakrit Updeshpad Mahagranth Gurjar Anuwad
Original Sutra AuthorHaribhadrasuri
AuthorMunichandrasuri, Hemsagarsuri, Lalchandra B Gandhi
PublisherAnand Hem Granthmala
Publication Year1972
Total Pages652
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy