SearchBrowseAboutContactDonate
Page Preview
Page 550
Loading...
Download File
Download File
Page Text
________________ આઠ સ્વપ્નના ફલાદેશ [ ૫૦૭ ૮૩૪–હાથની બે આંગળી જે રૂપમાં હોય, તેના બદલે પોતાનું સ્વરૂપ પલટી નાખશે. હાથી વડે વહન કરાતાં ગાડાં કે રથને હવે ગધેડા જેડી વહન કરાશે વાળથી બાંધેલી શિલાને ધારણ કરાશે. આ વગેરે ઉદાહરણો લોકોમાં કલિકાલના દોષથી કહે વાશે. (૮૩૪) હવે કહેલાં દષ્ટાન્તના દાઈન્તિક અર્થો બતાવતા કહે છે – ૮૩૫–કૃપ-સ્થાનીય અર્થાત્ કૃપ સમાન રાજાઓને જે પોષવા લાયક એવા અવાડા-સ્થાન સમાન બ્રાહ્મણ, ક્ષત્રિય હલકા શૂદ્રો પાસેથી જળ સમાન અર્થ ગ્રહણ પડાવી લે-એ પ્રથમ ઉદાહરણને અર્થ સમજે. અર્થાત્ હવે રાજાઓ પ્રજા પાસેથી હદ ઉપરાંતના કર-ભારણ નાખી લોકોને નિર્ધન કરશે અને રાજ્યાધિકારીઓ માલેતુજાર બનશે. (૨) બીજા દષ્ટાંતને પરમાર્થ એમ સમજો કે, ફલરૂપ પુત્રો, વૃક્ષ સમાન પિતાને જ ઉત્પન્ન કરનાર પિતાઓને ધન માટે, દસ્તાવેજ માટે, મિલકતના ભાગ માટે, ઉદ્વેગ પમાડનારા થશે. ત્રીજા દષ્ટાન્તમાં કન્યાવિકય એટલે ગાયની ઉપમા સરખે માતા-પિતા વાછરડી સમાન કન્યાને વેચીને ધન ઉપાર્જન કરશે–એટલે તેવા તેવા અગ્ય ઉપા થી આજીવિકા મેળવશે. (૪) ચોથા દષ્ટાંતમાં ઉપાર્જન કરેલ લક્ષ્મીનું આ લોક અને પરલોકની અપેક્ષાએ અનુપકારી-અસંયમી-પાપ કરનારાઓમાં દાન આપશે. (૫) પાંચમા દષ્ટાંતમાં હિંસાદિક પાપસ્થાનકેની પ્રવૃત્તિ કરનારા હશે, તેવા અવિરતિવાળા મિથ્યાદષ્ટિઓ હશે, તેમને પાત્રબુદ્ધિથી પોતાના વૈભવનું દાન કરશે, પરંતુ દયાવાળા, બ્રહ્મચર્યવાળા, ઉત્તમ મહાવ્રતધારી સુપાત્રોમાં દાન નહિ આપશે. (૮૩૫) ૮૩૬–છઠ્ઠામાં વર-વહુના યુગલ પરણીને પછી કુટુંબમાં કજિયો ઉભો કરશે અને માતા-પિતાની છત્રછાયાનો વિરહ પામશે. (૭) સાતમાં દષ્ટાંતમાં જે આગળ ઈક્વાકુ વગેરે ઉત્તમ કુલોની વંશ-મર્યાદાએ, વંશ-પરંપરા સુધી પળાતી હતી, કોઈ પણ તેવી મર્યાદાઓ તોડતા ન હતા અને તેનાં કારણે વંશને કઈ દિવસે લાંછન લાગતું ન હતું, હવે પાંચમા આરાના-કલિયુગ કાળના પ્રતાપે હલકી જાતિ અને કુળની મર્યાદા પાળવામાં ગૌરવ ગણશે. જે પુત્રવધૂઓ, લાજ-મર્યાદા, વડીલેનો વિવેક, બહાર હરવા-ફરવા જવું, ઉદભટ વેષ ધારણ કરવા, ખુલ્લા મસ્તકે ભરબઝારમાં નીકળવું. આ વગેરે પરદેશી અનાર્ય વિજાતિ કુલેનું અનુકરણ આજે પ્રત્યક્ષ તેમના વચનાનુસાર અનુભવાય છે કે, જેના પરિણામ પસ્તાવાનાં જ આવે છે. (૮) આઠમાં દષ્ટાંતમાં વાળ સરખા અલ્પ શુદ્ધધર્મ વડે શિલા સમાન વજનદાર પૃથ્વીની સ્થિતિ ટકાવવી. એટલે ધર્મ થોડો કરે છે અને આડંબર મેટે દેખાડ છે. વાલુકા-રેતીની ત્વચામડી-ખાલ ઉતારવા માફક પાંચમા આરામાં ધન પાર્જનના ઉપાય દુષ્કર હશે, આ દષ્ટાંતને પરમાર્થ આ પ્રમાણે સમજવે. જેમ રેતી અગર વાલુકાની ખાલ–ઉપરની પાતળી ચામડી-(તેનું પડ) ખેંચી કાઢવી મુશ્કેલ છે, તેમ ધન Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005153
Book TitlePrakrit Updeshpad Mahagranth Gurjar Anuwad
Original Sutra AuthorHaribhadrasuri
AuthorMunichandrasuri, Hemsagarsuri, Lalchandra B Gandhi
PublisherAnand Hem Granthmala
Publication Year1972
Total Pages652
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy