SearchBrowseAboutContactDonate
Page Preview
Page 549
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૦૬ ] ઉપદેશપદ-અનુવાદ ઓને આપે છે અને તેમાં પુણ્યની અભિલાષા રાખે છે. આગમશાસ્ત્રાનુસારે દાનધર્મને વ્યવહાર કરનાર ઘણું વિરલ હોય છે. તેમાં શુદ્ધ વિવેકવાળા, વિધિ સમજનારા, પાત્રને વિવેક સમજનારા, નિર્દોષ પદાર્થ આપનારા બહુ ઓછા હશે. દુષમા કાળના પ્રભાવથી દાન આપવા છતાં વિવેકની-વિધિની અણસમજથી યથાર્થ ફળ પામનારા વિરલ હશે. આ પ્રમાણે સાતમાં સ્વમને ફલાદેશ જણાવ્યું. (૮) (૮) હવે આઠમા સ્વમમાં કળશ જોયેલ, તેને ફલાદેશ જણાવતા કહે છે કે-કર્મમલ દૂર કરવામાં સમર્થ એવા નિર્મળ જળથી ભરેલ, ઉપર સુંદર સુગંધી કમળથી ઢાંકેલ એવો કળશ અને બીજે માત્ર દેખાવને કુંભ-એમ દુઃષમા કાળમાં કળશ સરખા બે પ્રકારના સાધુઓ થશે. એક કળશ એવા પ્રકારનો છે કે-જે વિશુદ્ધ-સંયમરૂપ મહેલના શિખર ઉપર લોકોને આનંદ આપનાર ભાવાળો, ઉપશમરૂપ પદમકમળથી ઢાંકેલ. તથા તપની લક્ષમીરૂપ ચંદનના વિલેપનથી ચમકતો, વિવિધ પ્રકારના ગુણોરૂપ પુપોની માળાથી અલંકૃત, કર્મ ક્ષય કરવા રૂપ માંગલ્યની વિભૂતિની શક્તિયુક્ત, શુભ ગુરુની આજ્ઞારૂપ થાળમાં સ્થાપન કરેલ, જ્ઞાનરૂપ કાંતિથી તેજસ્વી એવા પ્રકારનો કળશ. બીજા કળશ કેવા હશે ? પ્રમાદરૂપી પૃથ્વીતલમાં ખૂંચી ગયેલા અંગવાળા, ભગ્ન થયેલા શુદ્ધત્રતરૂપી કાંઠાવાળા, અપયશના કાદવથી લપેટાએલા, પ્રગટ અતિચારરૂપી કાદવમાં રહેલા. તેઓ પણ કાલદોષથી મુહપત્તિ વગર ઉઘાડા મુખથી બોલનારા અને ક્રિયાઓ કરનારા, પિતાના કરતાં રત્નાધિકને તેવા દો સેવતા દેખીને તેમના દોષોને પ્રકાશિતજાહેર કરનારા, પોતાના આરિમક ગુણોનો ક્ષય કરતા મોટી ઈર્ષ્યા અને કેપથી કજિયા ટા કરતા, સંયમમાં બે ચૂકીને ગુરુની આજ્ઞારૂપી થાળથી ભ્રષ્ટ થયેલા-એટલે ગુરુની આજ્ઞામાં ન રહેનારા હોય. પ્રાયે કરીને તેમના સમાન ગુણઠાણાવાળાના યોગથી એવી નીચી ગતિમાં પટક છે અને અબોધિ બીજરૂપ કળશનો ભંગ પણ સાથે જ પામશે. જે કેટલાક ચારિત્રવંત સંયમ ખપી ગુરુની આજ્ઞામાં વ્યવસ્થિત રહેનારા એવા કોઈક વિરલા ઉત્તમ આત્માઓ સદગતિને પામશે. હે રાજન્ ! આઠમા સ્વપ્નને આ ગર્ભથે તમને સમજાવ્યા. સરળ એવા આત્માઓ માટે આ ઉપાય દેખીને અમે આ અર્થ કહે છે. (૯) મૂળગાથાઓનો અક્ષરાર્થ ભાવ્યાનુસારે સમજવો. આ પ્રમાણે લકત્તર શાસનમાં દુષમકાળમાં ઘણું નિર્ગુણજનને આશ્રીને ઉદાહરણો જણાવ્યાં. લૌકિક મતમાં પણ તેમની રીતિ અનુસાર કલિયુગને આશ્રીને બીજાઓએ પ્રતિપાદન કરેલાં બીજા પ્રકારનાં ઉદાહરણે દેખાય છે. પાવાહ-એટલે કૂવાનું પાણી વહીને જીવનવૃત્તિનો નિર્વાહ કરે, ફલ માટે આખા વૃક્ષને છેદ કરે, ગાય પિતાની વાછરડીને ધાવશે, લોઢાની બનાવિલી મહાકટાહી (કડાહી) તેમાં સુગંધી તેવપાક કર ઉચિત ગણાય, છતાં તેમાં દુધી માંસાદિક રાંધવાનું, સપની પૂજા અને ગરુડની અપૂજા ઈત્યાદિક પરસ્પર વિરોધી વાતે કલિયુગમાં થશે જેને તાત્પર્યાથ આગળ કહેવાશે (૮૧૭ થી ૮૩૩) તથા– Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005153
Book TitlePrakrit Updeshpad Mahagranth Gurjar Anuwad
Original Sutra AuthorHaribhadrasuri
AuthorMunichandrasuri, Hemsagarsuri, Lalchandra B Gandhi
PublisherAnand Hem Granthmala
Publication Year1972
Total Pages652
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy