SearchBrowseAboutContactDonate
Page Preview
Page 548
Loading...
Download File
Download File
Page Text
________________ આઠ સ્વપ્નના ફલાદેશે [ ૫૦૫ (૬) છઠ્ઠા સ્વમમાં દેખેલ કમલવનના ફલાદેશમાં જણાવે છે કે- સ્વભાવથી સુંદર-નિર્મલ, શીલ–સુગંધવાળા આત્માના સત્ત્વવાળા, દેવને મસ્તક પર ધારણ કરવા યોગ્ય, એવા પદુમ કમળ-સમાન ધાર્મિક લોકો ઉગ્ર, ભોગ વગેરે ઉત્તમ કુળોમાં ઉત્પન્ન થશે, અથવા સાકેત (અધ્યા ) વગેરે નગરમાં કમળ સમાન ગુણવાળા થશે, પરંતુ દુઃષમાં કાળના પ્રભાવથી તેઓ ધર્મ નહીં પામશે. કદાચ ધર્મ પામ્યા હશે, તે પણ ઉકરડામાં ઉગેલા કમલ સરખા હલકા તુચ્છ સ્વભાવવાળા થશે, દૂષિત વર્તનવાળા થશે અને પિતાના વેષ અનુસાર વર્તન-રૂપ ધારણ નહિં કરશે. કદાચ સારું વર્તન કરશે, તે “આ હલકા પ્રાન્તકુલના છે” એમ કરીને તેની અવગણના કરશે કેટલાક ધર્મના અર્થી પુરુષ હોય, પરંતુ તે ઘણે ભાગે વકજડ અને ઓછી બુદ્ધિવાળા હેવાથી પિતાની ઈચછા પ્રમાણે તે અને લાભ-નુકશાનના જ્ઞાન વગરના હોવાથી પોતે ડૂબે અને બીજાને પણ ડૂબાડે. છતાં તેમાં થોડાક પ્રશાંતરૂપવાળા, ગુરુવર્ગનું બહુમાન કરનાર, સરલ સ્વભાવવાળા, બુદ્ધિશાળી, સુંદર ક્રિયાઓ કરનારા, પોતાની શક્તિ અનુસાર પ્રયત્ન કરનારા થશે. કેટલાક સુખશીલિયા, અજ્ઞાન, જાડી બુદ્ધિવાળા લોકો પ્રાયે તેનો પરાભવ કરશે. ઈર્ષ્યા, ગવ વગેરે દોષના કારણે તેઓ સદ્ગતિ સાધી શકશે નહિં. આ દુષમા કાળમાં સાચા ધર્મની આરાધના કરનારાની સંખ્યા ઘણી અલ્પ હશે. આ પ્રમાણે છઠ્ઠા સ્વમને ભાવાર્થ તમને સમજાવ્યું. (૮) (૭) ખેડૂતના બીજ વાવવા સમાન દેવ-મનુષ્યના ભોગફલના કારણરૂપ શુદ્ધદાનધર્મ જે શુદ્ધ પાત્રરૂપ ક્ષેત્રમાં આપવામાં આવે. એટલે કે, જેમ ચતુર ખેડૂત સારા ફળદ્રુપ ક્ષેત્રમાં સારામાં સારું બીજ વાવે, તે તેનાં ફળે પણ પુષ્કળ મેળવે; તેમ શ્રાવક ન્યાયથી મેળવેલ દ્રવ્યથી આહાર, ઉપાધિ, વસ્ત્ર, પાત્ર, મકાન, ઓષધ આદિ જે ઉગમ, ઉત્પાદન, એષણ આદિથી પરિશુદ્ધ-નિર્દોષ વસ્તુઓ સાધુ- ક્ષેત્રમાં બીજરૂપે વાવે. આ દુષમા કાળમાં સારી બુદ્ધિવાળા, બહુમાનવાળા તથા અગીતાર્થ ભેળા–અલ્પબુદ્ધિવાળા ખેડૂત સમાન દાતારે થશે, જેઓ શુદ્ધ દાનમાં રમણતા નહિં કરશે, તે દાતારો આધાકમ વગેરે દેષથી દુષ્ટ, ઘણું અને મનોહર દાન આપવામાં પક્ષપાત કરનારા થશે, તેથી તે દાતારોને બીજસમીન કહેલા દાનમાં વિશેષ રસ અને પક્ષપાત રહેશે. તેઓ કેવા ક્ષેત્રમાં અને કેવા પાત્રમાં દાન આપશે ? તે કે, છકાયની વિરાધના કરવામાં વિશેષ આસક્ત હય, વગર કારણે આધામ આદિ દોષવાળા આહારાદિકનું સેવન કરનારા હોય, એવા ઉખરભૂમિ સમાન પાત્રમાં દાન આપશે. શુદ્ધ આપવા લાયક આહારાદિક હશે. તે પણ ઘી, દૂઘ વગેરેના માવા, ગુલાબજાંબુ અગર તળેલી વસ્તુ તૈયાર કરીને આપશે, એટલે મિથ્યા વાત્સલ્યભાવ બતાવવાની અભિલાષાવાળા તુચ્છ બીજ સમાન એટલે શેકીને વાવેલાં બીજ ઉગતાં નથી, તેમ તુચ્છબીજમાંથી ફળ ઉત્પન્ન થતું નથી, અથવા અન્યમતવાળા તલદાન, ભૂમિદાન, ગાયદાન. ધુંસરાનું દાન, હળનું દાન એવાં પાપ-આરંભનાં દાને ઘણભાગે આરંભ કરનારા અને અબ્રહ્મચારી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005153
Book TitlePrakrit Updeshpad Mahagranth Gurjar Anuwad
Original Sutra AuthorHaribhadrasuri
AuthorMunichandrasuri, Hemsagarsuri, Lalchandra B Gandhi
PublisherAnand Hem Granthmala
Publication Year1972
Total Pages652
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy