SearchBrowseAboutContactDonate
Page Preview
Page 547
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૦૪ ] ઉપદેશપદ-અનુવાદ મૃગલાઓ પાછું મેળવી શકતા નથી અને જીવન પૂર્ણ કરી મૃત્યુ પામે છે. તેમ આવા સાધુઓનું ધર્મજીવન મૃત્યુ પામે છે. કુતીર્થિઓને યેગ પામીને કેટલાક અજ્ઞાની શ્રાવક ગુરુવર્ગને અવર્ણવાદ ઉત્પન્ન કરે છે, ત્યારે તેઓ પોતાનું સમ્યકત્વજીવન ગૂમાવે છે–એમ કરીને તેઓ ભયંકર ભવસમુદ્રમાં ભ્રમણ કરશે. વળી આવા દુષમા કાળમાં કેટલાક વિવેકનંત આત્માઓ વાવડી સમાન ગુરુની આજ્ઞાથી ઉત્તમ ધર્મની સાધના કરશે. આ ચોથા સ્વમને ફલાદેશ જાણ. (૭) (૫) સિંહ નામના પાંચમા સ્વપ્નના ફલાદેશમાં એમ જણાવ્યું કે, આ જિન ધર્મ એ સિંહ સમાન એટલા માટે ગણે છે કે, જેણે અતિશયવાળા જ્ઞાનના પરાક્રમ વડે વિવિધ કુમતરૂપ મૃગલાદિ-સમુદાયને અતિશય ત્રાસ પમાડેલા છે, તથા જેણે તેવા ખોટા આગ્રહવાળા હાથીને નસાડ્યા છે, એ સિંહ-સમાન આ જિનધર્મ છે. ઘણું પ્રકારની લધિવાળા, દેવેન્દ્રાદિકે એ જેમના ચરણોમાં વંદના કરેલી છે, એવા સાધુ ભગવતએ જેને સ્વીકાર કરેલો છે. જેને કઈ પરાભવ કરી શકેલા નથી. આ ઉત્તમકોટિનો આ જિનધર્મ પ્રગટ હોવા છતાં આ ભરતક્ષેત્રરૂપી અરણ્યમાં પાંચમા આરાના દુઃષમા કાળમાં ખોટા મતો ચોમાસાના અળસિયાં માફક એટલા ફુટી નીકળશે કે, જેની ગણતરી કરવી મુશ્કેલ પડશે. કુમતના વનખંડોની ગાઢ ઝાડીવાળા, ખોટી ઉમાશંની દેશનારૂપી વેલડીએના ભગ્નાવશેષોથી જેને માર્ગ રોકાઈ ગયો છે, એવા ભરતક્ષેત્રના અરણ્યમાં તે મરેલા સિંહના મૃતક-સમાન જણાશે. ભગવંતના નિર્વાણ પછી લબ્ધિ, અતિશ આદિ પ્રભાવના કરનાર પદાર્થોને વિચ્છેદ થશે, તે પણ શાસનના પહેલાના ગુણોના કારણે ક્ષુદ્રલોક, સિંહના મૃતકને દેખી બીજાં જાનવરો ભયથી પલાયન થાય, તેમ તેઓ પણ આ શાસનના પ્રભાવને દેખીને પલાયન થશે, પરંતુ આ ધર્મને સેવન નહિ કરી શકશે. વળી મૃતસિંહને અન્ય પ્રાણીઓ ભયથી ભક્ષણ કરતા નથી, પરંતુ તેના શરીરમાં ઉત્પન્ન થયેલા કીડાઓ તેને અંદરથી કેરી ખાય છે. એ પ્રમાણે આ શાસનને બીજા મતવાળા જેટલા પરાભવ નહિં કરશે, તેના કરતાં કીડા સમાન, પ્રગટ દુરાચાર સેવનારા, આ શાસનમાં રહેલા કેટલાક તેવા યતિઓ અને ગૃહ તુચ્છ સ્વભાવવાળા બની પ્રવચનની અપભ્રાજના કરાવશે. અર્થાત્ શાસનમાં રહેલા તેવા મડદાના કીડા સમાન શાસનનાં અંગોને નુકશાન કરનાર થશે. વળી છએ કાયના જીવો પ્રત્યે અનુકંપા વગરના, મંત્ર અને વિદ્યાના બળથી કેટલીક સાધુપણાની ક્રિયાઓને વિકૃત બનાવશે, અર્થોપાર્જન કરવામાં અપૂર્વ રસ ધરાવનારા બનશે અને લોકોને કઈ માગે પિતા પ્રત્યે આકર્ષણ કરવા માટે તે પાપીઓ તેવા મોટા દેખાવના આડંબરો કરશે. આદિશબ્દથી બીજા પણ પોતાની મતિથી કપેલી ક્રિયા કરનારા અગીતાર્થ તપસ્વીઓ સાચા ગીતાર્થ મુનિઓની અવજ્ઞા કરવા તત્પર બનશે. તેવા સાધુશ્રાવકે ઘરમાં છિદ્ર પાડશે, એટલે બીજાઓ પણ તેને દેખીને તેને નાશ કરવા માટે નિર્ભયપણે તૈયાર થશે. આ પ્રમાણે પાંચમા સ્વપ્રને ફલાદેશ જાણ. (૮) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005153
Book TitlePrakrit Updeshpad Mahagranth Gurjar Anuwad
Original Sutra AuthorHaribhadrasuri
AuthorMunichandrasuri, Hemsagarsuri, Lalchandra B Gandhi
PublisherAnand Hem Granthmala
Publication Year1972
Total Pages652
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy