SearchBrowseAboutContactDonate
Page Preview
Page 546
Loading...
Download File
Download File
Page Text
________________ આઠ સ્વપ્નના ફ્લાદેશે [ ૫૦૩ ચરણસિત્તરી-કરણસિત્તરીમાં ઉદ્યમ નહિં કરશે. તે કારણે બીજા મુનિએ પણ લેાકમાં અનાદરપાત્ર થશે. વળી ઘણાભાગે તેવા દાઢડાહ્યા-એછી સમજવાળા કેટલાક કહેવાતા શ્રાવકકુળે માત્ર જન્મેલા, સમ્યગ્દર્શન વગરના શ્રદ્ધાશૂન્ય શ્રાવકા સાધુઓના દ્રોહ કરનારા નીવડશે અને તેએ કદાગ્રહના વળગાડવાળા થશે, જેથી તેએ સત્યમાગ ની શ્રદ્ધા પણ નહિ પામશે. તે કારણે તેઓ પેાતાની અને બીજાની દાન-ધર્મની બુદ્ધિના વિનાશ કરશે. પ્રાયઃ તેએ બીજાના ઉચિત ઉપકારમાં પણ વશે નહિં. અલ્પજ્ઞાન કદાચ ક્યાંય મેળવ્યું હોય, તેા તેટલા માત્ર જ્ઞાનથી ગ કરનારા અને કૂટપ્રશ્નો અને ઉત્તર આપી તે દુચનરૂપી કાંટાઓ વડે પ્રત્યક્ષ કે પરાક્ષપણે ગુરુવને હેરાન-પરે શાન કરી તપાવશે. દુઃષમા કાળમાં આવા આવળિયા વૃક્ષ સમાન કેટલાક શ્રાવકા થશે આવા શાસન-ધર્મને પ્રતિકૂલ . હાવા છતાં બીજા કેટલાક અજ્ઞાની આત્માએ તેની અનુવૃત્તિ કરશે-તેમને અનુસરશે. ગુણરહિત અલ્પસત્ત્વવાળા, પ્રગટ દોષવાળા દીનતા પામેલા, ખેાટી ખુશામત કરનારા, ચેાગ્ય કે અચેાગ્યની પરીક્ષા કર્યા વગર તેના વ્યવહારને બહુ મહત્ત્વ આપશે. આ પ્રમાણે ધર્માંના ગચ્છે-ફાંટાઓ ઘણા કરૂપ રજને-ઘણાં કાર્યામાં રક્ત મનનારા શ્વાન-સમાન થશે અને પૂર્વ કહેલા ગુણાવાળા અલ્પ થશે. આ ત્રીજા સ્વપ્નને પરમાર્થ કહ્યો. (૧૧) (૪) વાંક્ષ–કાગડાના ચોથા સ્વપ્નના ફલાદેશ કહેતાં ભગવ ́ત કહે છે કે— • હું રાજન્ ! અલ્પજ્ઞાનરૂપ જળવાળી, સ્વભાવથી સાંકડી, છિદ્ર જળવાળી વાવડીમાં ઉતરવું જેમ મુશ્કેલ પડે છે. સહેલાઇથી તેમાં સ્નાન કરી શકાતુ' નથી. તેવી વાવડી સરખા ગુરુએ અલ્પજ્ઞાનવાળા, સ્વભાવથી સાંકડા મનવાળા, ગંભીરતા ન રાખી શકે તેવા ગુરુએ થશે. કાગડાએ વહેતાં નદીજળ ન પીતાં પાણીહારીના બેડામાં ચાંચ મારનારા હોય છે, તુચ્છની ઇચ્છા કરનારા, અસ્થિર મનવાળા, તેની આંખના ડે.ળા સ્થિર રહેતા નથી, પણ ફર્યા જ કરે છે-માટે અસ્થિર દૃષ્ટિવાળા હાય છે; તેમ આ ગુરુની પાસે રહેનારા શ્રમણેાપાસક-શ્રાવકે અને સાધુએ પણ સંસારની તુચ્છ ઈચ્છાવાળા, ચલાયમાન મનવાળા અને જેમનું સમ્યક્ત્વ સ્થિર હાતું નથી, તેમ જ શિથિલ આચારવાળા થશે. તેવા અજ્ઞાનીએ કાલને અનુરૂપ ક્રિયા કરનારા એવા પેાતાના ગુરુને નિર્ગુણ માની જાણે પાતે વિશેષ ધર્મની ઇચ્છાવાળા છે, તેથી પેાતાના કલ્પેલા વિવિધ ગુણવાળા ઝાંઝવાના જળ સરખા પાત્યાદિક ગુરુમાં ભક્તિરાગી થશે અને તેમની પાસે અમને જ્ઞાનાદિક મળશે-એ આશાએ પેાતાના ગુણવાળા ગુરુને છેાડીને નિર્ગુણ અજ્ઞાની પાસે જશે. તેના હિતસ્વી કાઈ મધ્યસ્થ જાણકારા તેને સાચી સલાહ આપી સમજાવશે કે, · પેાતાના ગુરુને હિતબુદ્ધિ હાય, તેટલી પારકાને ન હેાય, પરંતુ માહાધીન આત્માને સાચી હિતશિક્ષા પરિણમતી નથી, તેથી તેની શ્રદ્ધા કરતા નથી અને સારા ગચ્છમાં રહેતા નથી. પાણી મળવાની આશાએ દૂર દૂર સપાટ મેદાનમાં તડકા પડવાથી ઝાંઝવામાં જળ દેખાય અને હમણાં મારી તૃષા દૂર થશે, તે આશામાં ઃ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005153
Book TitlePrakrit Updeshpad Mahagranth Gurjar Anuwad
Original Sutra AuthorHaribhadrasuri
AuthorMunichandrasuri, Hemsagarsuri, Lalchandra B Gandhi
PublisherAnand Hem Granthmala
Publication Year1972
Total Pages652
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy