SearchBrowseAboutContactDonate
Page Preview
Page 538
Loading...
Download File
Download File
Page Text
________________ ઉત્સર્ગ અને અપવાદ [ ૪૯૫ અવસ્થામાં અકૃત્ય કૃત્ય થાય અને કરવા લાયક કર્મનો ત્યાગ કરવો પડે છે. એ વચન નને અનુસરતા લાભ-નુકશાનને હિસાબ ગણીને નિપુણ વૈદ્યકશાસ્ત્રના જાણકાર વૈદ્ય તેવી તેવી ચિકિત્સામાં રોગની શાંતિ થાય, તેમ પ્રવર્તે છે. તે પ્રમાણે ગીતાર્થ મુનિવરો તેવી તેવી દ્રવ્યાદિ આપત્તિઓમાં વિવિધ અપવાદે સૂત્રાનુસારે સેવન કરતા હોય, તે તેમાં નવા દોષો રોકવા પૂર્વક પૂર્વનાં કરેલાં કર્મની નિર્જરા લક્ષણ ફળ મેળવનારા થાય છે. (૭૮૨) હવે ઉત્સગ-અપવાદનું સમાન સંખ્યા પણું જણાવે છે– ૭૮૩–પર્વત વગેરે ઉંચા સ્થાનની અપેક્ષાએ જે નીચે ભૂમિતલનું સ્થાન આ પ્રમાણે એકબીજાની અપેક્ષાએ ઉંચુંનીચું સ્થાન સ્ત્રી–બાળકેમાં પણ પ્રસિદ્ધ છે. ભૂમિતલથી ઉપરનું સ્થાન છે પણ તેની અપેક્ષાએ ઉંચુ એમ ઉંચું-નીચું સ્થાન એકબીજાથી સાપેક્ષ હોય છે. એમ હોવાથી જે સિદ્ધ થયું, તે કહે છે-કહેલા દષ્ટાન્તાનુસાર પરસ્પર અપેક્ષા રાખતા પ્રતીતિ-શ્રદ્ધાના વિષયના ભાવને ભજનારા ઉત્સગ – અપવાદ સમાન સંખ્યાવાળા હોય છે. અથવા એક મકાનના દાદરાનાં પગથિયાં ચડતી વખતે અને ઉતરતી વખતે એક સરખી જ સંખ્યાવાળાં હોય છે, પરંતુ ઉપર જઈએ ત્યારે ઉપર જવાનું, તે ભોંયતળિયાની અપેક્ષાએ અને ઉપરથી નીચે આવવું હોય તે નીચે જાઉં છું. ચડવામાં કે ઉતરવામાં પગથિયાં સમાન સંખ્યાવાળાં હોય છે. (૭૮૩) ઉત્સર્ગ–અપવાદનાં લક્ષણ કહે છે – 9૮૪–પરિપૂર્ણ દ્રવ્યાદિથી યુક્ત અનુષ્ઠાન, જેમ કે, વાસ્વામીને દેવતાઓ કેળાપાક કે ઘેબર દ્રવ્ય વહોરાવવા આવ્યા, ત્યારે આ કયું દ્રવ્ય ગ્રહણ કરવાનું છે, તે દ્રવ્ય આહારના ૪૨ દોષરહિત દ્રવ્ય છે કે કેમ ? ક્ષેત્ર કયું છે ? કાળ વહોરવા લાયક છે કે કેમ ? વહોરાવનાર રાજા કે દેવ તો નથી ને? “રાજપિંડ–દેવપિંડ સાધુને કપે નહિં” ઈત્યાદિક દ્રવ્યાદિકની પૂર્ણ તપાસ કરીને પછી નિર્દોષ, ક૯પે તેવું હોય તે સામાન્ય કાળે-ઉત્સર્ગ માગે ગ્રહણ કરવું. તે દ્રવ્યાદિકથી રહિત જે અનુષ્ઠાન, તે અપવાદ કહેવાય. દ્રવ્યાદિયુક્તની અપેક્ષાએ તેનાથી રહિતને જ અપવાદ માર્ગ સેવવાને હોય, પરંતુ દ્રવ્યાદિકવાળાને અપવાદમાગ સેવવાને ન હોય. જે ઔચિત્યથી અનુષ્ઠાન તે ઉત્સર્ગ, અને ઔચિત્ય-રહિત અનુષ્ઠાન, તે અપવાદ, જે એક બીજા અનુષ્ઠાનથી વિપરીત પક્ષના અનુષ્ઠાન તે ઉત્સર્ગ– અપવાદ અનુષ્ઠાન નથી, પરંતુ સંસારને અભિનંદન આપનારી વધારનારી ચેષ્ટા છે. (૭૮૪) હવે ઉપદેશનું સર્વસ્વ અથવા નીચેડ કહે છે– ૭૮૫–સર્વજ્ઞ ભગવંતના વચનાનુસાર રાગ-દ્વેષાદિથી અકલુષિત મનના પરિણામ, જે ભવાન્તરમાં સાથે આવનાર થાય, તેવા અનુબન્ધવાળા શુભ પરિણામ માટે પ્રયત્ન કરે. ઉત્સર્ગ અને અપવાદ બંને અવસ્થામાં આ શુદ્ધ ભાવ અને આજ્ઞાગ ગણેલ છે. માટે તે પ્રયત્ન કરે. (૭૮૫) કેમ? જે માટે કહેલું છે કે – Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005153
Book TitlePrakrit Updeshpad Mahagranth Gurjar Anuwad
Original Sutra AuthorHaribhadrasuri
AuthorMunichandrasuri, Hemsagarsuri, Lalchandra B Gandhi
PublisherAnand Hem Granthmala
Publication Year1972
Total Pages652
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy