SearchBrowseAboutContactDonate
Page Preview
Page 534
Loading...
Download File
Download File
Page Text
________________ શંખ-કલાવતીની કથા, આજ્ઞાનુસારિણું યતના [ ૪૯૧ ૭૬૯–જેનું લક્ષણ આગળ જણાવીશું, એવી સંયમ વિષે જે યતના તે પ્રથમ ધમ ઉત્પન્ન કરવાના કારણભૂત છે. શ્રતધર્મ અને ચારિત્રધર્મ તે રૂપ ધર્મના ઉપદ્રવને નિવારણ કરનારી–પાલન કરનારી જયણા છે. ધર્મની પુષ્ટિના કારણભૂત હોવાથી ધર્મની વૃદ્ધિ કરનારી જયણા છે. વધારે કેટલું કહેવું? મોક્ષને પ્રાપ્ત કરાવનારી–એકાંત સુખ આપનારી આ જયણા કહેલી છે. (૭૬૯) जयणाए वट्टमाणो, जीवो सम्मत्त-णाण-चरणाण । સદ્દા-ગોદાવU–મા મળવો કે ૭૭૦ || ૭૭૦ જિનેશ્વર ભગવંતે કહેલી યતનામાં વતંતે આત્મા સાચા માર્ગની શ્રદ્ધા હોવાથી, જીવાદિ નવે તો બોધ હોવાથી સમ્યગૂ ચારિત્ર-ક્રિયા સેવન કરતો હોવાથી કઈ પ્રકારે તે સર્વ પરિપૂર્ણ રૂપ ત્રણે રન આરાધક કેવલી ભગવંતોએ કહેલો છે. (૭૭૦) એ પણ કેવી રીતે તે કહે છે– ૭૭૧–હવે અહિં યતના કોને કહેવાય? નિશીથ વગેરે છેદસૂત્રોમાં આપત્તિકાળમાં અપવાદ લક્ષણ–અર્થાત્ દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવની પ્રતિકૂળતા હોય, તેવી આપત્તિમાં, નહિં કે-લાભ-નુકશાન-ગુરુ- લાઘવની વિચારણા શૂન્યપણે, પરમપુરુષની લઘુતા કરાવનારી, સંસારાભિનંદી-પુદગલાનંદી જને સેવેલી પ્રવૃત્તિ યતને ન કહે વાય. (પરંતુ સંયમ ટકાવવા માટે, દ્રવ્યાદિકને આશ્રીને દુષ્કાળ, માંદગી, જંગલ ઉલ્લંઘન કરવું, તેમાં જે નિષિદ્ધ પ્રવૃત્તિ દ્રવ્યાદિકને આશ્રીને કરાય, ક્યારે આ દેષ ન સેવવાનો અવસર મેળવું–એવી અત્યંત ચિત્તવૃત્તિ રહેલી હોય, તેમ જ લાગેલા દોષની શુદ્ધિ કયારે કરું ? આવી પરિણતિ સતત વહેતી હોય, તે જયણા કહેવાય.) તે તે દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવને આશ્રીને વિવિધ પ્રકારની ઘણી અસરમવુંત્તિને રોકવા સ્વરૂપ પ્રવૃત્તિ, યતનાકાળમાં થનારી એવી ઘણી જ શાસ્ત્ર નિષેધેલી અસ. સ્પ્રવૃત્તિને આચરવા રૂપ. ક્યારે? તો કે-તેવા પ્રકારની માંદગી આવી હોય, દુષ્કાળ સમય હોય, જંગલના લાંબા માર્ગો ઓળંગવાના હોય, શરીરમાં નિર્બળતા આવી હોય, તેવી અવસ્થામાં સમ્યગદર્શન, જ્ઞાન અને ચારિત્ર રૂપ મોક્ષમાર્ગની આરાધના ટકાવવા માટે પરિમિત અશુદ્ધ ભજન–પાણી આદિ સેવન કરવારૂપ જે ચેષ્ટા, એટલે કે, કારણથી કરેલી તેવી ચેષ્ટા તે જયણ કહેવાય. તે આપત્તિકાળમાં નિશીથ વગેરે શાસ્ત્રોમાં કહેલ અપવાદપદે સેવન કરાય, પણ પોતાની છાએ નહિ. અપવાદપદ સેવીને જ્ઞાન, દર્શન, ચારિત્રની સાધના કરવાની અભિલાષા રાખે છે. સમય મળે, ત્યારે ગુરુ પાસે આલોચનાદિક શુદ્ધિ કરવાની અભિલાષા રાખે છે. જેમ બને તેમ અસ્પષ સેવન કરે. અધિક દેષ થાય, તે આત્મા પાપકર્મથી ડરે, ત્યારે તે જયણા કહેવાય. (૭૭૧) દ્રવ્યાદિક આપત્તિમાં યતના, સમ્યગ્દર્શનાદિ સાધી આપનાર છે-એમ કહ્યું, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005153
Book TitlePrakrit Updeshpad Mahagranth Gurjar Anuwad
Original Sutra AuthorHaribhadrasuri
AuthorMunichandrasuri, Hemsagarsuri, Lalchandra B Gandhi
PublisherAnand Hem Granthmala
Publication Year1972
Total Pages652
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy