SearchBrowseAboutContactDonate
Page Preview
Page 533
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૯૦ ] ઉપદેશપદ-અનુવાદ ૦૦૦૦૦૦૦૦ ૦૦૦૦૦૦૦સંઘયણ છેક તુચ્છ છે, શરીર પણ નિર્બળ છે, વિવિધ સંયમયોગ સાધી શકાય તેવાં અનુકૂળ ક્ષેત્રો વિશેષ દુર્લભ છે, કાલદોષથી દુષ્કર ક્રિયાઓમાં પરાક્રમ પણ ફેરવી શકાતું નથી, આ કાળમાં સંયમના સહાયક અતિદુર્લભ છે, નિશ્ચિત ઉત્સાહવાળા, સંયમમાં ઉત્સાહ આપનારા દુર્લભ છે, તે પણ અકાર્ય-વિષયક–પાપવિષયક “અકરણનિયમ” આ ચારિત્ર માટે પ્રગટ છે જ. જેમાં યતનાનું વર્તન મુખ્ય છે, એવા પ્રકારને ચારિત્રને ખપી આત્મા ચરણરત્નનો અનાશક સમજ. વિહારગ્ય ક્ષેત્રનો અભાવ હેય, તે ઉપાશ્રય, અથવા તેને ખૂણે કે સંથારો કરવાનું સામર્થ્ય ન હોય, તે દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવરૂપ અભિગ્રહોનું સેવન કરવું. ગોચરીની એષણ વિષયક શુદ્ધિ બારીકાઈથી લાભ-નુકશાનને આગમાનુસારી વિધિથી તપાસી ગ્રહણ કરવી અને દુષ્કાળ સમય, લાનાવસ્થા આદિમાં શરીરની સંયમયાત્રા કે-એ પ્રમાણે દુષમકાળમાં પણ સંયમરત્નની સાચવણી કરે. સૂત્રવિધિથી અપવાદ સેવન કરે, તે પણ સંયમ બાધા પામતો નથી. એટલા જ માટે જિનેશ્વરોએ આ અપવાદ પણ કહેલો છે. તેવા દુષ્કાળ, લાન, જંગલ વગેરે કારણોનું અવલંબન ગ્રહણ કરીને તેવા દે સેવન કરવાને પ્રસંગ ઉભો થયો હોય, દો સેવ્યા હોય, તે ગુરુની સમક્ષ આલોચના, નિંદનાદિક કરી, ગુરુએ કહેલ પ્રાયશ્ચિત્તથી તે મહાસત્ત્વવાળે આમા પાપની શુદ્ધિ કરે છે. આ પ્રમાણે શંખ રાજષિએ પણ દુષમાં કાળ આદિક આશ્રીને સંયમ-પાલન કર્યું. એ પ્રમાણે કલાવતી સાધ્વીએ પણ તે કાલને આશ્રીને અનન્ય મનવાળી પ્રશમતિશવને વહન કરતી ચારિત્ર પાલન કરતી હતી. (૪૫૧) આ કથાનક સંબંધી મૂળ બત્રીશ ગાથાઓને સંગ્રહ છે. તે સહેલાઈથી સમજી શકાય તેવી છે, છતાં કેટલાંક ન સમજી શકાય તેવાં વિષમ સ્થાને વિવરણકારે સ્પષ્ટ કરેલ છે. તે કલાવતીના ભાઈ જયસેનકુમારે પોતાનાં અંગદ–બાજુબંધ આભૂષણ ઘણાં જ ઉત્કૃષ્ટ હોવાથી શંખરાજાને ભેટણામાં મોકલ્યાં હતાં. ગર્ભવતી સ્ત્રીને સાસરાપક્ષથી મુક્ત કરાવે, તે ગર્ભવતીને વિસર્જન કરાવનાર પુરુષે, તેઓના હસ્તદ્વારા દેવદુષ્ય વગેરે મોકલ્યાં હતાં. રાજાને આપવાનાં અંગદ પિોતે જ ગ્રહણ કર્યા. બીજું આ નિમિત્ત, પહેલાં કહેલા અભિપ્રાયથી તેને અટવીમાં મોકલી, બોલાવવાથી સમીપે આવેલી ચાંડાલીઓ, નદી તરફ બાળક ગબડતું હતું, તેને પગથી પકડી રાખ્યો. નદી દેવતાને ઉદ્દેશીને આકન્દન-સહિત વિલાપ કર્યો, એટલે સાચા શીલવ્રતવાળાઓને દેવતાઓનું સાંનિધ્ય હોય છે, તેના પ્રભાવથી આપત્તિ દૂર ચાલી જાય છે. આસ-પ્રામાણિક પુરુષે કહેલા વચનાનુસાર જે અનુષ્ઠાન, તે કલ્યાણ કરનાર થાય છે. (૭૬૮ મૂ. ગ.) આ કહેવાથી આવા દુષમકાળમાં પણ આજ્ઞાનુસારિણી એવી યતના–જયણ સેવન કરવાથી જે ફળ થાય છે. તે કહે છે – जयणा उ धम्मजणणी, जयणा धम्मस्स पालणी चेव । તાિરી થળા, પ્રાંતમુહીંહા કયા છે ? || Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005153
Book TitlePrakrit Updeshpad Mahagranth Gurjar Anuwad
Original Sutra AuthorHaribhadrasuri
AuthorMunichandrasuri, Hemsagarsuri, Lalchandra B Gandhi
PublisherAnand Hem Granthmala
Publication Year1972
Total Pages652
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy