________________
શંખ-કલાવતીની કથા
[ ૪૮૭
તમારું મુખકમળ નહીં જોશે, તે ચિતાના અગ્નિમાં પ્રવેશ કરશે. તે અત્યારે હવે આવેશ છોડી દે, લગાર પણ કાલનો વિલંબ કરે એગ્ય નથી, અત્યારે તો આ રથમાં તેમાં બેસી જાવ, તે જ યોગ્ય છે. રાજાનો નિશ્ચય જાણી કલાવતી જવા માટે ઉત્કંઠિત બની. “પતિ ચાહે તે પ્રતિકૂલ હોય, તે પણ કુલવધૂએના મનમાં તેમનું હિત જ વસેલું હોય છે. કુલપતિને નમસ્કાર કરી પૂછીને રથમાં આરૂઢ થઈ. લગભગ સંધ્યા-સમયે નગર બહાર રાજાના નિવાસસ્થાન પાસે પહોંચ્યા. અખંડિત અક્ષતદેહવાળી પ્રિયાને પ્રાપ્ત કરવા છતાં, તે કારણે હર્ષ વહન કરવા છતાં, લજજાથી પડી ગયેલા મુખવાળે રાજા તેને દેખવા માટે સમર્થ થઈ શકતું નથી. આ સમયે રાજાની પાસે આરતી વગેરે કાર્યનિમિત્તે મનહર વાજિંત્રના મંગળ વધામણાના સૂરો સંભળાવા લાગ્યા. અતિશય આનંદ સૂચક ગાંધર્વોના વાજિંત્રોના શબ્દોથી મુખર એવા સમગ્ર સંધ્યાનાં કાર્યો નીપટાઈ ગયાં, એટલે શંખરાજા આનંદરૂપ અમૃતથી સિંચાએલા શરીરવાળા થયા, મંત્રી વગે દાન આપવા પ્રેરણા કરી, જેથી અથવર્ગને ઉચિત દાન આપીને, શુભનિમિત્તો અણધાર્યા ઉત્પન્ન થવાથી હર્ષપૂર્ણ હદયવાળા રાજા અવસર પામીને તેનું મુખ જેવાની ઉત્કંઠાથી ઉભા થયા. રોહિણુ પાસે જેમ ચંદ્ર, તેમ કલાવતી પ્રિયા પાસે રાજા પહોંચે. (૪૦૦)
કલાવતીને ક્રોધાગ્નિ એટલે હજુ શાંત થયેલ ન હોવાથી પ્લાનમુખવાળી કલાવતીને તેણે દેખી, તેનું મસ્તક ઉંચું કરીને રાજા કહેવા લાગ્યું કે, “હે દેવિ ! આ બીજા દ્વીપથી આવેલું દુર્લભ મહારન અને મોટા નિધાન સમાન તારું વદન સમુદ્રજળ જેમ પરવાળાની કાંતિથી, તેમ ઉગ્ર લાવણ્યવાળું હતું. ઉદ્વેગ-રોગથી ઘેરાએલા એવા મને આ તારા વદનનું દર્શન સંજીવની ઔષધ સમાન છે.” એમ બેલતા રાજાને નયનાશ્રુ વહેતી કલાવતીએ કહ્યું કે, “હે દેવ ! નિર્ભાગ્યને ચરિત્રવાળી મારી પ્રશસ્તિનું કથન કરવાથી સર્યું. ” રાજા કહે છે કે, “હે દેવિ ! હું જ પાપી અનાર્ય છું કે, જેણે તારા સરખી નિર્દોષને આવું મહાભારી દુઃખ ઉત્પન્ન કર્યું. મારા દુષ્ટ અજ્ઞાન ચરિત્રથી આ જે મેં અક્ષમ્ય અપરાધ કર્યો છે, તે કારણે મને અતિશય લજજા આવે છે. તું તો અદ્દભુત પુણ્યનું ભાજન છે, હે દેવિ ! હું તે અત્યંત અગ્ય છું કે, જેણે વગર વિચાર્યું આ વ્યવસાય કર્યો. ત્યારે કલાવતીએ કહ્યું કે, “આમાં તમારે દોષ નથી, પરંતુ આ મારી જ પાપપરિણતિ છે, જેથી આ પ્રમાણે થયું છે.” જગતમાં સર્વ જી પૂર્વે કરેલાં શુભાશુભ કર્મોના ફલવિપાક મેળવે છે, અપરાધ કે ગુણે થાય, તેમાં બીજે તો માત્ર નિમિત્તભૂત થાય છે. પરંતુ હે દેવ ! આપને પૂછું છું કે, “કયા એવા દેષથી આમ થયું ત્યારે ઝાંખી પડેલી કાંતિવાળા મુખથી રાજાએ કહ્યું કે, “હે દેવિ ! આ વિષયમાં જેમ અશક કે વેતસ જાતિના વૃક્ષને ફળ હેતાં નથી અને વડ અને ઉમ્બર વૃક્ષને પુપિો હતાં નથી, તેમ અત્યંત ઉત્તમ લક્ષણ દેહવાળી એવી તારા વિશે કોઈ અપરાધ છે જ નહિ.”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org