SearchBrowseAboutContactDonate
Page Preview
Page 528
Loading...
Download File
Download File
Page Text
________________ શંખ-કલાવતીની કથા [ ૪૮૫ પવિત્ર હોય.” આ વાક્ય શું તું ભૂલી ગયો? આ રાજમાર્ગ સ્વરૂપ લૌકિક માર્ગને ત્યાગ કરીને આવા અયોગ્ય અલૌકિક માર્ગને કેમ પકડ્યો? આ તારાં પિતાનાં કરેલાં કાર્યોને દેષ છે, તે તું દેવને કેમ દોષિત બનાવે છે? હવે આ તારા કરેલા દોષોની શુદ્ધિ માટે યથાયોગ્ય પ્રાયશ્ચિત્ત અંગીકાર કર.” આ પ્રમાણે વણિકે તે બ્રાહ્મણને સમજાવ્યો, એટલે તેણે પણ પિતાની ભૂલ કબૂલ કરી અને કહેલું સર્વ માન્ય કર્યું. કોઈક વહાણને વેપારી કિનારે આવ્યો, જેણે આ બંનેને પિતાના સ્થાનકે પહોંચાડ્યા. તે જે પ્રમાણે અશુચિના ભયથી અજ્ઞાન યોગે અશુચિ ભજન કરવા લાગ્યો, તેમ તમે પણ દુઃખથી ડરીને અધિક દુઃખ-સમુદ્રમાં ઝંપલાવવા જેવું કાર્ય કરો છો. પાપનું ફળ હોય, તે દુઃખ, પ્રાણનો ઘાત-નાશ કરવો, તે પાપ છે. તેમ જ જૂઠ, ચોરી, મૈથુનાદિ પણ પાપનાં કારણો છે, બીજા જીવોના પ્રાણનો ઘાત કરવો કે, પોતાના પ્રાણોને ઘાત કરો, તે બંનેમાં પાપ કહેલું છે. અગ્નિચિતામાં બળી મરવું”-એ તારો વ્યવસાય અધિક દુઃખના કારણભૂત છે. હે રાજન્ ! બરાબર શાનત ચિત્તથી વિચાર કરો અને સર્વ કાર્યમાં મૂંઝાવ નહિં. પાપને ઉદય થવાથી દુઃખ થાય છે. પુણ્યના ઉદયથી સુખ થાય છે, માટે દુઃખથી ડરવાવાળા હે રાજન્ ! તે દુઃખના પ્રતિપક્ષરૂપ જિનવરની આજ્ઞા પૂર્વકના ધર્મનું સેવન કરે. બીજું કેટલાક દેખેલા પ્રતીતિકર નિમિત્તથી જાણી શકાય છે કે, અખંડિત શરીરવાળી એવી તેને તારી સાથે જલ્દી સંયોગ થશે, અતિ અદ્ભુત પુષ્યોદયથી લાંબા આયુષ્યવાળો મનુષ્યભવ પામીને રાજ્યનો ત્યાગ કરીને પાપ વગરની પવિત્ર પ્રત્રજ્યા તું અવશ્ય અંગીકાર કર. તે હે રાજન ! મારા વચનથી સારી રીતે સ્વસ્થ બનીને અહિં તમે એક દિવસ રોકાઈ રહે. તમને જયારે પૂણે ખાત્રી થાય, પછી નકકી તમારે જે યુક્ત હોય, તે કરવું. શિયાળાના મધુર અને શીતળ જળસમૂહ સમાન આચાર્યના વચનથી શાંતચિત્તથી નગર બહાર રોકાયે. ઘણા પ્રશસ્ત મનવાળો ઉંઘી ગયે, ત્યારે રાત્રિના પાછલા ભાગમાં બહુ પુણ્ય પ્રાપ્ત થાય તેવું સ્વપ્ન રાજાએ જોયું કે, “કઈ કલ્પવૃક્ષની લતા હતી, તેના ઉપર એક સુંદર ફલ ઉગેલું હતું, તેને કોઈકે છેદી નાખી, એટલે કઈ પ્રકારે તે ત્યાં જ પડી. તેના ફલના શોભાતિશય યોગે વિશેષ શોભા પામી. જેથી સર્વ લેકોનાં નેત્રને આહલાદ ઉપજાવનારી બની. ત્યાર પછી એકદમ જાગી ગયા. તે સમયે પ્રભાતિક મધુર શબ્દવાળું વાજિંત્ર વાગવા લાગ્યું. વિચારવા લાગ્યા કે, “આ સ્વપ્ન અત્યંત અદભુત છે. વળી જાગ્યો, ત્યારે વાજિંત્રના શબ્દનું શુભ નિમિત્ત સાંભળ્યું. વળી ગુરુના વચનનું સમરણ કરતાં હવે ગુરુને હું જાતે પૂછીશ”-એમ વિચારીને પ્રાતઃકાળનાં કર્તવ્ય કરીને તરત ગુરુની પાસે ગયો. તેમના ચરણમાં વંદન કર્યું અને તે સ્વપ્ન ગુરુને સંભળાવ્યું, એટલે ગુરુએ સ્વપ્નને ફલાદેશ સમજાવ્ય-કલ્પવૃક્ષ એટલે તું, હે રાજન્ ! છેદાએલી લતા તે વિગ પામેલી દેવી, હું એમ માનું છું કે, એણે પુત્રને જન્મ આપે છે અને તે તને આજે જ મળશે. “આપના ચરણના પ્રસાદથી એમ જ થાઓ. આપના Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005153
Book TitlePrakrit Updeshpad Mahagranth Gurjar Anuwad
Original Sutra AuthorHaribhadrasuri
AuthorMunichandrasuri, Hemsagarsuri, Lalchandra B Gandhi
PublisherAnand Hem Granthmala
Publication Year1972
Total Pages652
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy