SearchBrowseAboutContactDonate
Page Preview
Page 520
Loading...
Download File
Download File
Page Text
________________ શ`ખ-કલાવતીની કથા [ ૪૭૭ નથી ? ઉદ્યાન પણ દેખાતું નથી, તે મને કેમ ઠંગી? વાજિંત્ર-શબ્દ કે લેાકેાના કોઈ શબ્દ સભળાતા નથી, પર`તુ આ તે ઘાર અરણ્ય છે. આ સ્વપ્ન છે? કે ઇન્દ્રજાળ છે? કે મારી મતિના ભ્રમ થયા છે? જે હાય તે સત્ય કહે.' આવા ભયવાળા સભ્રમયુક્ત પ્રલાપા સાંભળીને અને દેવીને એખાકળાં થયેલાં દેખીને તે નિષ્કુરુ સેવક પણ કરુણાવાળા થયા અને હવે ઉત્તર આપવા પણ અસમર્થ અન્ય. રથમાંથી નીચે ઉતરીને તેની સન્મુખ બે હાથ જોડીને શાકભરથી રૂ ધાઈ ગએલા કઠવાળા રાતા રાતા કહેવા લાગ્યા કે, હે દેવી! પાપી એવા મને ધિક્કાર થાએ, ખરેખર મારું ‘નિષ્કરુણ' નામ સાંક અને સત્ય જ છે. કારણ કે, દુર્ભાગી દેવે મને આવા અકાર્યમાં જોડ્યો. હે દેવી! પાપ કરનાર પાપી ચેષ્ટાવાળા દુષ્ટ એવા પુરુષા ન જન્મે, તે વધારે સારું છે. કારણ કે, જીવિત માટે આવી ન કરવા લાયક વૃત્તિનું સેવન કરવું પડે છે. પિતા સાથે પુત્ર યુદ્ધ કરે છે, સ્નેહી બન્ધુની પણ હત્યા કરે છે, આ બિચારા સેવકરૂપી શ્વાન સ્વામીના વચનથી અગ્નિમાં પ્રવેશ કરે છે. તે હવે આ રથમાંથી નીચે ઉતરીને આ સાલવૃક્ષના છાંયડામાં અહિં બેસે. આવા રાજાના હુકમ હેાવાથી હું બીજું કંઈ પણ કહેવા સમથ નથી.’વિજળી પડવાથી જે સ્થિતિ થાય, તેના કરતાં પણ અધિક તેનુ' વચન સાંભળીને તેમ જ જાણીને થરથરી ગઇ. રથથી નીચે ઉતરતી હતી, ત્યારે મૂર્છા પામીને દેવી પૃથ્વીતલ પર ઢળી પડી. રથ હાંકનાર સારથિ પણ રથ લઈને રાતા રાતા નગર તરફ પાછા ફર્યા. કાઇ પ્રકારે ફરી દેવી પાછી ભાનમાં આવી. પેાતાના પીયરના ઘરનું સ્મરણ કરતી અતિકરુણ રુદન કરી રહેલી હતી, એટલામાં પૂર્વ નિયુક્ત કરેલી ચ'ડાળની સ્ત્રીએ ત્યાં આવી પહોંચી. હાથમાં ભયંકર છરી રાખેલી, રાક્ષસી સ્વરૂપ ધારણ કરેલી, નિષ્કારણ કેાપથી ભકુટિ ચડાવવાથી ભયકર ભાલતલવાળી, તે કાપથી કહેવા લાગી કે, ‘હે દુષ્ટા ! દુષ્ટ વન કરનારી ! તું રાજલક્ષ્મીને માણવાનું સમજતી નથી અને સ્નેહાધીન રાજાથી તુ વિરુદ્ધ વર્તન કરનારી થાય છે? માટે અત્યારે તારાં પાપનાં આવાં લેા ભેાગવી લે.’ આવાં કઠાર વચન સ`ભળાવીને તરત તેની બે ભુજાએ છેદી નાખી. કેયૂર અને રત્નસુવર્ણ નાં આભૂષણેાથી શેાભાયમાન અને ભુજાએ પૃથ્વીવલયમાં નીચે પડી. કેાઈ પ્રકારે ફરી ચેતના આવી, એટલે આ પ્રમાણે વિલાપ કરવા લાગી કે, ‘હે દેવ ! મારા ઉપર વગર કારણે નિર્દય અની કેપ કેમ કરે છે? કે જેથી વગર વિચાર્યે અણધાર્યા આવેા ભયંકર દંડ કરે છે. હું પાપી! શું તારા ઘરે મારા સરખી કોઈ ખાલા નથી કે, જેથી હું હતભાગી દેવ! તું અનિષ્ટને જાણતા નથી. નહિંતર ખીજાને અનિષ્ટ દુઃખ આપનાર થાય નહિં. હે આ પુત્ર! આપને વગર વિચાર્યું. આવું કાર્ય કરવું ચગ્ય ન હતું, હું ધીર! સમજી એવા તમાને અધિક પશ્ચાત્તાપ અને હૃદય-સંતાપ થશે. હે નાથ ! હું જાણું છું કે, ‘મેં તમારું' લવલેશ પણ અપ્રિય કર્યું જ નથી ” અજ્ઞાનતાથી આવેા દંડ કરવા, તે હે પ્રિયતમ! આપને માટે ચગ્ય ન ગણાય. કાઇક ચાડિયાએ તમારા કઇ પણ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005153
Book TitlePrakrit Updeshpad Mahagranth Gurjar Anuwad
Original Sutra AuthorHaribhadrasuri
AuthorMunichandrasuri, Hemsagarsuri, Lalchandra B Gandhi
PublisherAnand Hem Granthmala
Publication Year1972
Total Pages652
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy