SearchBrowseAboutContactDonate
Page Preview
Page 519
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૭૬ ] ઉપદેશપદ-અનુવાદ આકાશતલમાં રહેલી દેવીની બે ભુજાઓમાં અંગદ આભૂષણો પહેરેલાં જોયાં, તેમ જ શબ્દો સાંભળ્યા કે, “આ અંગદે જોવાથી મારા નેત્રોમાં જાણે અમૃતરસ આ હેય, તેવો આનંદ થાય છે, અથવા તે આ અંગદોને દેખવાથી મેં તેને જ દેખ્યો. આ પહેરેલ હોવાથી તેના પરનો સ્નેહ તે સમયે ઓસરી ગયો. હવે તો તેનું નામ ગ્રહણ કરવાથી જીવતું હૃદય પણ મરવા ઈછા કરે છે. વળી ગજશ્રેણીના પુત્ર માગ્યું તે પણ આ ન આપ્યું, તે હવે તે પણ તેને પ્રાણપ્રિય હવે જોઈએ. વળી સખીઓએ કહ્યું કે, “સ્વામિની! તમારા વિષે જે તેને નેહ સર્વસ્વ છે, તે બીજે ક્યાંય પણ તે નેહ સંભવતો નથી. આ વાતમાં કશી નવાઈ નથી. આ પ્રમાણે નામ ગ્રહણ કર્યા વગર તેમના ઉલ્લાપો-વચને ઘણું પ્રકારના સાંભળીને ઈર્ષાને આધીન થયેલો રાજા ખોટા વિકલ્પ રૂપ સર્ષોથી ડંખાયે. “આના હૃદયને આનંદ કરાવનાર કેઈ બીજે જ તેનો વલ્લભ છે. હું તે માત્ર કપટ નેહથી વિનોદ માત્રથી વશ કરાએલો છું. આ તેની વહૃભાને નિધન પમાડું કે, તેને ઘાયલ કરું. અહિં આ બેનો સંગ કરાવી આપનાર કઈ દૂતી હશે?” (૨૦૦) આ પ્રમાણે મહારેષાગ્નિ જવાલાથી ભરખાએલ રાજા આ કાર્ય કેઈને કહેવા લાયક પણ નથી, તેથી કંઈ પૂછવા માટે અસમર્થ બન્યા. જેને અતિવલ્લભ ગણુએ, મહાસન્માનસ્થાનને માનેલી હોવા છતાં આવી સ્ત્રીઓને વિષે કયે ડાહ્યો મનુષ્ય વિશ્વાસ કરે? આવા નિર્મલ કુલમાં ઉત્પન્ન થયેલી આ કલાવતી પણ આવા પ્રકારનો અયોગ્ય વર્તાવ કરે, તે નકકી તેનું શીલ ખંડિત થયેલું હોવું જોઈએ.” આ પ્રમાણે ન શંકા કરવા લાયકની શંકા કરતા રાજા તે વખતે ત્યાંથી પાછા ફર્યો. મહાદુઃખમાં બળી રહેલા રાજાએ મહાદુઃખથી એક દિવસ પસાર કર્યો. સૂર્યમંડલ અસ્ત પામ્યું અને પુષ્કળ અંધકાર ફેલાઈ ગયો. ત્યારે ચાંડાલની સ્ત્રીઓને ગુપ્તપણે બોલાવીને પોતાની બુદ્ધિથી ક૯પેલ વસ્તુ તેમને જણાવી, એટલે તેઓએ તો તે વાતનો સ્વીકાર કર્યો અને પિતાના સ્થાનમાં ચાલી ગઈ. રાજાએ નિષ્કરુણ નામના પોતાના સેવકને આજ્ઞા આપી કે, “હે ભદ્ર! આ તને જે કાર્ય સંપું, તે તારે ગુપ્ત પણે કરવાનું છે. મારી કલાવતી પત્નીને પ્રાતઃકાળમાં લઈ જઈને અમુક જંગલમાં તારે તેને ત્યાગ કરવો. હવે પ્રભાતસમયે રથને તૈયાર કરી જદી જલદી આવી દેવીને કહેવા લાગ્યું કે, “વગર વિલંબે તમે રથમાં બેસી જાવ. રાજા હાથી પર બેસીને કુસુમ નામના ઉદ્યાનમાં પ્રભુના વંદન માટે ગયા છે. હે સ્વામિની! તમને લાવવા માટે મને આદેશ આપ્યો છે. સરલ સ્વભાવવાળી કલાવતી પણ ઉતાવળી ઉતાવળી રથમાં આરૂઢ થઈ, સારથિએ પણ પવન સરખા વેગવાળા અ ને તરત જ ચાલવા માટે પ્રેર્યા. “રાજા હજુ કેટલા દૂર છે?” હે સુંદરી! આ આગળ જઈ રહેલા છે.” એમ કહેતાં કહેતાં ઉંડા અરણ્યમાં પ્રવેશ કર્યો. રાત્રિ પૂર્ણ થઈ, દિશારૂપી વધૂઓનાં મુખે નિર્મલ દેખાવા લાગ્યાં, રાજાને ન દેખતી દેવી અતિશય આકુળ-વ્યાકુલ બની ગઈ. હે નિષ્કરુણ! અહિં રાજા કેમ ક્યાંય દેખાતા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005153
Book TitlePrakrit Updeshpad Mahagranth Gurjar Anuwad
Original Sutra AuthorHaribhadrasuri
AuthorMunichandrasuri, Hemsagarsuri, Lalchandra B Gandhi
PublisherAnand Hem Granthmala
Publication Year1972
Total Pages652
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy