________________
શંખ-કલાવતીની કથા
[ ૪૭૫
આપના કહેવા પ્રમાણે થાઓ” એમ માનીને ધીરી એવી તે ગર્ભને વહન કરવા લાગી. અમૃતપાન કર્યું હોય, તેમ અતિશય હર્ષના પ્રકર્ષને પામી. વળી કલાવતી ગર્ભને અશાતા ન થાય, તે કારણે અતિઉષ્ણ કે શીતલ આહારનું ભજન કરતી નથી, ભૂખ કે તૃષા સહન કરતી નથી, ઉતાવળે ચાલતી નથી, ગર્ભવૃદ્ધિ કરનારા વિવિધ પ્રકારના ઔષધનું પાન દરરોજ કરે છે, ગર્ભ-રક્ષણ માટે ઔષધિઓ બાંધે છે. તેમ જ અનેક દેવતાની આરાધના કરે છે. લગભગ નવ મહિના પૂર્ણ થવાનો સમય નજીક આવ્યો, ત્યારે કલાવતીના પિતાએ પિતાને ત્યાં બોલાવી લાવવા માટે મુખ્ય સેવકે વગેરેને મોકલ્યા. કારણ કે, સ્ત્રી પ્રથમ પ્રસૂતિ પિતાને ઘરે કરે છે. જયસેનકુમારે પણ વિચાર્યું કે, “આ સુંદર પ્રસંગ ઉભું થયું છે. જયસેનકુમારે પણ રાજાને વિશેષ પ્રકારનું ભેટાણું તથા બાહુમાં પહેરવા ચગ્ય અંગદ આભૂષણ આપવા માટે તૈયાર કર્યું અને પિતાના સેવકો સાથે મેકલ્યા. અનુક્રમે તે અહિં આવી પહોંચ્યા. દત્ત સાથેના પૂર્વ પરિચયના કારણે ગજશેઠના ઘરે ઉતારો કર્યો, તેણે પણ સારું સન્માન ગૌરવ કર્યું. ભવિતવ્યતા-ગે વિજયસેને મોકલેલા સેવકોએ પ્રથમ રાજાને મેળાપ ન કરતાં પ્રથમ કલાવતીને મેળાપ કર્યો અને પિતાને સંદેશે જણાવ્યો, તેમ જ આવવાનું પ્રયજન જણાવ્યું. પિતાના અને પિયરના સમાચાર લાંબા કાળે મળવાથી કલાવતીની કાયા એકદમ રોમાંચિત-કંચુકવાળી બની ગઈ. જેથી તેના મુખ પર પ્રસન્નતા આવી ગઈ પીયરિયાને દેખવાથી વદન કંઈક હાસ્ય કરવા લાગ્યું, સુંદર દંતશ્રેણિવાળું એવું તેનું મુખ આનંદપૂર્ણ અને વિકસિત નેત્ર-યુગલવાળું થયું. એમ આનંદમાં આવેલી લાવતી આવેલા સેવકોનું સ્વાગત કરતી પૂછવા લાગી કે, “પિતાજી કુશળ છે ને, માતાજી સ્વસ્થ છે ને? ભાઈ આનંદમાં છે ને ?” આ વગેરે નેહ-પરવશ બનેલા તેઓ પરસ્પર વાર્તાલાપ કરી સ તેષ માણતા હતા. ‘ત્યાં તે સર્વે કુશળ વતે છે, પરંતુ તેઓ તને મળવાને ઘણું ઉત્કંઠાવાળા છે અને તારા ભંગ માટે આ વસ્ત્રો મોકલ્યાં છે અને પિતાજીએ તે આ દેવદૂષ્ય વસ્ત્રની જેડી તારા માટે મોકલી છે. વળી જયસેનકુમારે રાજાના નેહથી રાજાને ભેટ આપવા માટે આ બાહમાં પહેરવા યોગ્ય બાજુબંધની જોડી મોકલી છે કે, જે કુમારની વલ્લભ સ્ત્રીને અતિવલ્લભ છે. વળી ગજશેઠને પુત્ર ધનપાર્જન કરવા માટે આવ્યા હતા, ત્યારે તેણે આ આભૂષણની ઘણી માગણી કરી હતી, છતાં તેને પણ આપેલ ન હતું. ત્યારે કલાવતી દેવીએ ભાઈના નેહથી પિતે જ ગ્રહણ કરી તેને કહ્યું કે, “હું જાતે જ રાજાને અર્પણ કરીશ. તેઓનું અધિક સન્માન કરી રજા આપી, એટલે તેઓ પોતાના ઉતારે ગયા.
હવે દેવીએ પિતાની સખી સમક્ષ બંને ભુજાઓમાં તે અંગદ આભૂષણે પહેર્યા અને સ્નેહપૂર્ણ હદયથી એક નજરે નિશ્ચલ દષ્ટિથી તેને જોવા લાગી. આ સમયે રાજા દેવીના મંદિરના દ્વાર સુધી પહોંચ્યો, એટલે હર્ષના બેલાતા શબ્દો સાંભળ્યા અને આ સવે શું વાત કરે છે? એમ વિચાર કરતે જ્યાં દેખે છે, એટલે ગવાક્ષમાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org