SearchBrowseAboutContactDonate
Page Preview
Page 513
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૭૦ ] ઉપદેશપદ-અનુવાદ ... કહેવા લાગ્યા કે, આ સમયે હાસ્ય કરતા દત્ત રાજા પાસે આવી પહેોંચ્યા અને - હે દેવ ! વગર કારણે એચિંતી વળી આ શી ધમાલ માંડી છે? આ કાર્ય દુશ્મન ચડાઈ કરવા માટે નથી આવતા, પરંતુ જે ચિત્રમાં અને તમારા ચિત્તમાં જે રત્ન રહેલુ છે, તે અહિં દેવની પાસે સ્વય... વરવા માટે આવી રહેલ છે. આ તે દરેક દિશામાં કીર્તિના વિસ્તાર ફેલાવતા રૂપથી કામદેવને જિતનાર કલાસમુદ્રના પાર પામેલે એવા જયકુમાર આવે છે. દત્તનું વચન સાંભળીને રાજા એકદમ જાણે અમૃતકુંડમાં મૂડી ગયા હાય, તેવા ચિત્તના દાહને શાંતિ પમાડનાર થયા, સજ્જડ ષિત મનવાળા થયા. સુવણૅની જિહ્વા, તેમ જ અ'ગ પર રહેલાં સમગ્ર આભૂષણા દત્તને આપીને કહેવા લાગ્યા કે, હું સુંદર! આ ન બની શકે તેવી અતિ દુર્ઘટના કેમ બની ? ત્યારે સહેજ હાસ્ય કરતાં કરતાં દત્તે જણાવ્યું કે, દેવના અચિન્ત્ય પ્રભાવથી ન ખનવાનાં અણુધારેલાં કાર્યા પણ સહજમાં બની જાય છે, ખીજુ તા અમેા શું કહી શકીએ ? 6 ત્યાર પછી મતિસાગર મંત્રીએ કહ્યું કે હે દેવ ! આ દત્ત સત્પુરુષ ઉપાર્જન કરેલા વૈભવની જેમ સદા કાળ પેાતાના નાયક-રાજા પ્રત્યે પણ એકાંત હિતકારી વલણુ વાળા છે. સજ્જન પુરુષા સ્વજનાને આનંદ પમાડનાર હોય છે, પુષ્પ વગરનું વડવૃક્ષ હાવા છતાં મધુર ક્ષ્ા વડે જેટલું તે આનંદ પમાડનાર થાય છે, તેટલુ ઘણા પુષ્પાવાળું બેસ્વાદ ફળ આપનાર ખાખરાનું-પલાસ વૃક્ષ આનદ આપનાર થતું નથી. મેઘા ઘણા જળથી ભરેલા હેાય છે, તે પ્રમાણેાપેત ગાજે છે અને મધુર જળ વરસાવે છે અને જળ વગરના મેઘ-વાદળાં વધારે કઠોર શબ્દ કરે છે અને વરસતા નથી, તેની તુચ્છતા આપ દેખા. (૧૦૦) સ્વાર્થવૃત્તિવાળા સવે લેાક શત્રુ પાસે પણ મધુર ગમતી વાતેા કરે છે, પરંતુ જેના અંતરમાં સાચું બહુમાન હોય, તેને ઓળખવાનું ચિહ્ન પરાક્ષમાં ગુણ્ણાનું વર્ણન કરવું તે છે, કેટલાક તેવા સ્વાર્થી સેવકા વિવિધ મીઠાં વચને ખેાલીને, વિનયથી પ્રણામ કરીને ઘણી સ્તુતિ કરે છે, પરંતુ નિઃસ્વાર્થી ઉત્તમ સેવકેા પ્રભુની ભક્તિ-સ્વામીની સેવા વગર મેલ્યે, કાથી કરી બતાવે છે. તે સથા આ શેઠપુત્ર દત્ત આપના વિષે અકૃત્રિમ ( સ્વાભાવિક ) સ્નેહભાવ-ભક્તિભાવ રાખનારા છે. માત્ર ગંભીરતાથી આ હકીકત આપને નિવેદન નથી કરી-તેમ સભવે છે. આપના વિષે ભક્તિને અનુસરનારા તેણે આ કન્યા આગળ આપના ગુણાનું કીર્તન કર્યુ હશે, જેથી તેને રાગ ઉત્પન્ન થયે જણાય છે. તે કન્યાના પિતાએ તેની સાથે દત્તને માકલેલેા હોવા જોઇએ. આણે આગળ આવીને માત્ર આપને પ્રથમ સત્ર નિવેદન કર્યું. જણાય છે. મતિસાગર મત્રી કહેવા લાગ્યા કે, ‘નક્કી આ સત્ય ખેલનાર છે, નહિતર જે વાત આપણાથી દૂર અને પરાક્ષ અને દેશાંતરાથી આંતરિત છે, તે અત્યારે પ્રતીતિ સહિત પ્રત્યક્ષ પ્રાપ્ત થએલી છે અને આપણને કહેલી હકીકત પ્રમાણ-સહિત મળી આવી છે. અથવા તેા ભૂમિની અંદર ઘણા ઉંડાણુમાં સ્થાપન કરેલ નિધિ જે નેત્રાથી દેખાતા નથી, છતાં પણ કુશલ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005153
Book TitlePrakrit Updeshpad Mahagranth Gurjar Anuwad
Original Sutra AuthorHaribhadrasuri
AuthorMunichandrasuri, Hemsagarsuri, Lalchandra B Gandhi
PublisherAnand Hem Granthmala
Publication Year1972
Total Pages652
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy