SearchBrowseAboutContactDonate
Page Preview
Page 512
Loading...
Download File
Download File
Page Text
________________ શંખ-કલાવતી-ચરિત્ર [ ૪૬૯ તેને શું અસાધ્ય છે ? દેવનું અર્ચન-પૂજન કરવાથી શૃંગારરસની વૃદ્ધિને ઉત્પન્ન કરનાર ઘણું મહોત્સવ– સહિત મનોહર લક્ષ્મી તથા કમળપત્ર સમાન નેત્રવાળી પ્રિયાની પ્રાપ્તિ થાય છે. (૭૫) રાજસભામંડપમાંથી ઉભા થઈને સ્નાનાદિક કાર્યો કરી, દેવાદિપૂજન કાર્ય કર્યા અને ત્યાર પછી કંઈક ભેજન ગ્રહણ કર્યું. ભોજન કરતાં મધુર, અમ્લ, તીખા કે તેવા સ્વાદની કે રસની તેને ખબર ન પડી, માત્ર મનમાં કલાવતીનું મરણ જ સતત ચાલ્યા કરતું હતું. ત્યાર પછી શયનમાં સૂઈ ગયે, પરંતુ કઈ વસ્તુમાં રતિ પામી શકતો ન હતો અને વિચારવાયુવાળ બની આ પ્રમાણે વિચાર કરવા લાગ્યું કે હે દેવ ! તારું કલ્યાણ થાઓ છે, જેણે દેવાંગના-સમાન તે મૃગાક્ષીને નિર્માણ કરી છે, પરંતુ એક વાત એવી ખૂંચે છે કે મનુષ્યોને આકાશ-માર્ગે જવા સમર્થ થઈ શકે તેવી પાંખ પ્રાપ્ત ન થઈ, તો હવે હે દેવપ્રભુ ! અમોને જલદી સુંદર પિછાને સમૂહ નિર્માણ કરી આપે છે, જેથી અમે તરત દુર્લભ એવું વલ્લભાનું વદન–કમલ નીરખી શકીએ. અમૃત-સ્વરૂપ નિર્માણ કરેલ એવી કઈ રાત્રિ અથવા તો દિવસ ક્યારે આવશે કે, જેમાં જેમ માનસ-સરોવરમાં હંસ, તેમ હું તેના વક્ષ:સ્થળમાં ક્રીડા કરીશ. (૮૦) જ્યારે એવો સમય પાકશે કે, તેના મધુર એન્ડ-પત્રયુક્ત અતિસુગંધવાળા મુખકમળ વિષે અતૃપ્તપણે હું ભ્રમરની લીલા કરીશ. ”-એ વગેરે ચિત્તની ચિંતામાં તણાતે કેટલોક સમય પસાર કરીને ફરી પણ સભામંડપમાં રહેલે રાજા તેની કથામાં દિવસ પસાર કરવા લાગ્યા. હવે બીજા દિવસે વિનયવાળા સામંતના સમૂહથી સેવા કરતા ચરણારવિંદયુગલવાળા રાજાને મહાશ્વાસથી રૂંધાઈ ગએલા કંઠવાળા ચરપુરુષે ઓચિંતા સમાચાર આપ્યા કે, “હે દેવ ! આપના પ્રદેશમાં ક્યાંયથી પણ આવીને મહાસભ્ય પ્રવેશ કરી રહેલું છે. રથના ચક્રના મેઘસરખા ગંભીર શબ્દો, હાથીઓના ગજરો, અશ્વોની ખરીના શબ્દોથી મિશ્રિત મહાકોલાહલ દિશાઓ ભરી દે છે અને વનના પ્રાણીઓ પણ સાંભળીને ત્રાસી ઉઠેલા છે. જાણે કે, ઉંચા દંડયુક્ત ધરેલા શ્રેષ્ઠ ઉજજવલ છે રૂપ ફીણના સમૂહથી ઉજજવલ, ઉમાગે લાગેલ ક્ષીરસમુદ્રના જળની શંકા કરાવતું હોય, તેટલું પુષ્કળ સૈન્ય આવી રહ્યું છે. તે સ્વામી! સીમાડાના સર્વે સામતે તો આપના પ્રત્યે વિનયથી નમન કરનારા વતે છે. તે વળી આ અનાર્ય આચરણ કરનારો ક્યાંથી નીકળી આવ્યો ? યુદ્ધ-કીડાના કડવાળે ભૃકુટીની ભયંકર રચના કરી ભય પમાડનાર દેહવાળા, કીડા કરવાનું સ્થાન હોવા છતાં નિર્દયતા પૂર્વક પૃથ્વી પીઠ પર પગ અફળતા એવા આ રાજાએ આવા સમાચાર સાંભળીને આજ્ઞા આપી કે, અરે સુભટે ! તમે એકદમ યુદ્ધ માટે પ્રયાણ કરાવનારી ઢક્કા વગડાવો, ઉતાવળ કરો. કારણ કે, કેઈક ખેલ કરનાર નટનું ટોળું આવ્યું જણાય છે. આજ્ઞા મળતાં જ સુભટો સિન્યને સાબદું કરવા લાગ્યા. રથ, હાથી, ઘોડા, વાહન, બખ્તર, હથિયાર વગેરેના સમૂહો સજીને તૈયાર કર્યા. “અરે! શું થયું, શું થયું? એમ બોલતા નગરલોકો પણ -ભમવા લાગ્યા. ડગલે-પગલે મોટો કલાહલ શબ્દ સંભળાવા લાગ્યા. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005153
Book TitlePrakrit Updeshpad Mahagranth Gurjar Anuwad
Original Sutra AuthorHaribhadrasuri
AuthorMunichandrasuri, Hemsagarsuri, Lalchandra B Gandhi
PublisherAnand Hem Granthmala
Publication Year1972
Total Pages652
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy