SearchBrowseAboutContactDonate
Page Preview
Page 510
Loading...
Download File
Download File
Page Text
________________ શંખ-કલાવતીની કથા [ ૪૬૭ ભીલ અને લૂંટારા વગેરેની શંકાથી આગળ આગળના માર્ગો શોધતો હતો, ત્યારે તે ભયંકર વનમાં એક સ્થળે માર્ગની નજીકમાં જેની નજીકમાં મરેલો ઘોડો હતો અને અચલાયમાન અંગવાળો એક પુરુષ એચિતે મારી નજરે પડ્યો શું રતિના વિરહમાં અહિં કામદેવને મૂર્છા આવી ગઈ છે કે શું ? એ કેઈ સર્વાગે સુંદર પુરુષ દેખ્યો. આમ સંકલ્પ કરી અને તેની નજીક ગયે. “હજુ આ જીવતો છે” એમ જાણીને શીતળ જળનો છંટકાવ કર્યો. ફરી બરાબર ભાન આવ્યું, એટલે તેને જળપાન કરાવ્યું, ભૂખ્યા પેટવાળ ધારી તેને એક લાડવો ખવરાવ્યો-એમ તૃપ્ત થયો. - ત્યાર પછી મેં પૂછયું કે, “હે સજજન પુરુષ! આવા ગહન વનમાં તમે કેવી રીતે આવી ચડ્યા છો? તેણે પ્રત્યુત્તર આપે કે-“જેના કઈ દિવસ મનોરથ કર્યા ન હોય, કાર્ય માટે પણ જ્યાં જવાનું ન હોય, ત્યારે કર્મ–દેવરૂપી પવનવડે પ્રાણીને ઉપાડીને ત્યાં લઈ જવાય છે. તો દેવનંદી નામના દેશમાંથી કઈક તેવા ઘોડાથી હરણ કરાઇને હું અહિં આવેલો છું, હે સુપુરુષ ! તમે અહિં ક્યાંથી આવી ચડ્યા છે? મેં પણ મારી હકીકત જણાવી. અમે તે દેશના વિભૂષણસમાન શ્રીદેવશાલ નગરમાં જઈશું. ત્યાર પછી બંનેને એક સથવારે થયે, “તમે અસ્વારી કરીને ઘણા તપી ગયા છે, આ મારું સુખાસન વાપરે.” એમ કહ્યું, એટલે તે સુખાસન-પાલખીમાં આરૂઢ થયો. ત્યાર પછી હાસ્ય અને આનંદ કરતા બંનેએ કેટલુંક અરણ્ય વટાવ્યું એટલે રાત્રિ પડી, ત્યાં રાતવાસ કર્યો. બીજા દિવસે એકદમ ઉતાવળા ઉતાવળા અશ્વોની શ્રેણી મુખમાંથી ફીણ કાઢતી તથા મોટા ભયંકર શબ્દોના કોલાહલથી દિશાચ ભરી દેતા, તથા ઢોલ, ઢક્કા, ભુંગળ, કાંસા-જેડી, કાહલના મોટા વાજિંત્રોના શબ્દોથી ભુવન ગજાવતા એવા સૈન્યને અમે આગળ જોયું. અમારી સાથેના સુભટો એકદમ ક્ષોભાયમાન થઈને તરત પોતાના હથિયાર સજજ કરવા લાગ્યા, ત્યારે એક ઘોડેસ્વારે આગળ આવીને અમને કહ્યું કે, “તમે ડરશે નહિં.” (૫૦) અરે ! તમોએ ક્યાંય દેખ્યો-એટલું બોલતામાં તેણે પિતાની મેળે હાથની સંજ્ઞા કરીને હકીકત સ્પષ્ટ કરી. એટલે તેઓ બંને હર્ષાકુલ બની ગયા. - ત્યાર પછી વૃત્તાન્તથી વાકેફ બનેલા વિજયભૂપાલ ત્યાં આવ્યા. બંદી લોકો જયસેનકુમાર જય પામે – એમ ઉદ્દઘોષણા કરવા લાગ્યા. ત્યાર પછી સુખાસનથી નીચે ઉતરી પગેથી ચાલી થોડાં ડગલાં પિતા-સન્મુખ સામે ગયો અને ઘણા નેહથી રોમાંચિત શરીરવાળા તેણે પિતાને પ્રણામ કર્યા. પિતાએ પૂછયું કે, “હે વત્સ ! આવા અરણ્યની અંદર તું કેવી રીતે આવી ચડ્યો ?” હે દેવ! પેલા દુષ્ટ અવલચંડા અ મને આ મનુષ્ય-રહિત અટવીમાં પ્રવેશ કરાવ્યું, ત્યાર પછી અતિશય કંટાળી ગએલા મેં લગામ છોડી દીધી, એટલે અશ્વ તરત ઉભો રહ્યો. હું અશ્વ પરથી નીચે ઉતર્યો, ત્યાર પછી “આ અકાર્ય કરનાર છે એમ ધારી જાણે પ્રાણ તેને છોડીને ચાલ્યા ગયા હશે–એમ માનું છું. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005153
Book TitlePrakrit Updeshpad Mahagranth Gurjar Anuwad
Original Sutra AuthorHaribhadrasuri
AuthorMunichandrasuri, Hemsagarsuri, Lalchandra B Gandhi
PublisherAnand Hem Granthmala
Publication Year1972
Total Pages652
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy