SearchBrowseAboutContactDonate
Page Preview
Page 507
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૬૪ ] ઉપદેશપદ-અનુવાદ પ્રસિદ્ધ છે. અહિં વિસ્તારના ભયથી દરેક જણાવતા નથી. ચાલુ આ દુઃષમાં કાલને આશ્રીને તેમાથી એક ઉદાહરણ કહીશ. (૭૩૪) તેની પ્રસ્તાવના કરે છે– ૭૩૫–જે કાળમાં પોતાના શાસનમાં રહેલા અન્ય મતોમાં રહેલા એવા ચારે બાજુ કલેશ-કજીયા-અસમાધિ કરાવનારા લોકોથી વ્યાપ્ત એવા પાંચમા આરામાં પણ સિદ્ધિફલ આપનાર બાહ્ય અનુષ્ઠાન થાય છે-એમ સંબંધ જેડ. કોને? તો કે, “આજીવિકા વગેરે દોષના પરિહાર કરવાવાળા અને યથાર્થ વ્રત પાળનારા સાધુરૂપ ભાવસંય તેવા પ્રકારના ઉત્તમ સંઘયણ આદિના અભાવમાં, જે કાળ હોય, તેના અનુસારે ઈચ્છા-મિચ્છાદિક દશવિધ સાધુ-સામાચારી રૂપ બાહ્ય અનુષ્ઠાનનું દ્રવ્ય, ક્ષેત્ર, કાળ આદિ અનુસાર પાલન કરનાર પરંપરાએ કુશલાનુબંધી પુણ્યોપાર્જન કરી ચડિયાતા દેવભવ પામી, પરંપરાએ મેક્ષમાં જ જાય છે. જેવા પ્રકારના ધનના સ્વામી હોય, તેવા પ્રકારે દેવતાનાં પૂજન વગેરે સમયમાં કેડો પ્રમાણ ધન ખરચીને પરિણામઆશયની શુદ્ધિ પ્રાપ્ત કરે છે, તેવી જ આશય-શુદ્ધિ દરિદ્ર મનુષ્ય પણ કાકિણી (ઊંડી) રૂપ અ૯૫ ધન ખરચના૨ આશય-શુદ્ધિ મેળવી શકે છે. આ લૌકિક દષ્ટાન્તના સામર્થ્યથી અહિં સરળ પ્રકૃતિ-આશયવાળા વર્તમાનકાળને અનુરૂપ મુનિવર તીર્થકરના કાળમાં થનારા ભાવિ સાધુઓની જેમ મોક્ષફલ આપનાર ચારિત્રવંત થશે. (૭૩૫) આ વિધ્યમાં શંખ વગેરે ગાથા સમૂહ કરીને શંખ-કલાવતીનું વિસ્તારથી ચરિત્ર શંખ-કલાવતીની કથા ( ૭૩૬ થી ૭૬૮-જંબુદ્વીપના દક્ષિણ ભરતાર્ધના મધ્યભાગમાં સંતોષ માનનાર લે કે જેમાં છે, એ શ્રીમંગલ નામનો દેશ હતો. શત્રુપક્ષ, ચોર વગેરેના ઉપદ્રવથી રહિત અને ચેપગાં જાનવરો સ્વેચ્છાએ સુખથી જેમાં હરી-ફરી–ચરી શકે, તેવા દેશમાં મનોહર શ્રેષ્ઠ એવું શંખપુર નામનું નગર હતું. વળી તે નગરી તરુણના મુખ માફક લાંબાનેત્ર-સમાન લાંબી શેરીવાળી હતી, તેમ જ તેની ઉજવલ દંતપંક્તિ માફક ઉજજવલ દ્વિજ એટલે બ્રાહ્મણવાળી હતી. તારાઓનાં હરણ થાય, તેવા આકાશ માફક સ્ત્રીઓની કીકીઓનું જેમાં હરણ થતું, ક્યારે ? તે કે, સદા સૂર્યનો સંચાર થતો હોવા છતાં, (શબ્દ-અર્થ શ્લેષવાળી ગાથા છે) વળી નગર ઉદ્યાન સરખું હતું. કેવી રીતે ? નગરમાં વિવિધ પ્રકારનાં ચિત્રોવાળી ચિત્રશાળા હતી, ઉદ્યાનપક્ષે વિવિધ પ્રકારના વૃક્ષેથી ભાયમાન ઉદ્યાન હતું, ઘણા લોકેના આધારભૂત નગર. ઘણા આમ્રવૃક્ષેથી યુક્ત, ઉત્તમ જાતિઓથી રમણીય નગર, ઉત્તમ જાઈપુષ્પોથી મનહર ઉદ્યાન, ઉત્તમ પુરુષ અને દેવાલયોથી મનહર નગર, પારીવૃક્ષે અને નાગરવેલનાં પાંદડાઓથી મનોહર એવા ઉદ્યાન સરખું શંખનામનું નગર હતું. (આ પણ શબ્દ8લેષ છે) નગરના દેવાલયોના દવાઓ ઉંચે ફરકતી હતી અને વાજિત્રાના ગંભીર શબ્દો નીકળતા હતા. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005153
Book TitlePrakrit Updeshpad Mahagranth Gurjar Anuwad
Original Sutra AuthorHaribhadrasuri
AuthorMunichandrasuri, Hemsagarsuri, Lalchandra B Gandhi
PublisherAnand Hem Granthmala
Publication Year1972
Total Pages652
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy