SearchBrowseAboutContactDonate
Page Preview
Page 500
Loading...
Download File
Download File
Page Text
________________ વિનયંધરની પત્નીઓ [ ૪૫૭ દરરોજ મને હર એવા આહારાદિકનું દાન કરીને પછી જ ભોજન કરવાના નિયમવાળા હતે. કેઈક દિવસે બિન્દુનામના ઉદ્યાનમાં મેરુપર્વતની સ્થિરતાની ઉપમાવાળા કાઉસગ્ન-પ્રતિમાપણે રહેલા ઉત્સર્પિણી કાળના નવમા તીર્થંકરનાં તેને દર્શન થયાં. તેમનાં રૂપ, ઉપશમલકમી, મનોહર તપ–ચારિત્ર દેખીને અતિ હર્ષ પામેલો તે આ પ્રમાણે સ્તુતિ કરવા લાગ્યું કે, “ અહો ! આ પરમાત્માનો દેહ કે સુંદર છે અંગોની રચના ઘણી મનહર છે, તેજલક્ષમી વિસ્મય પમાડનાર છે, લાવણ્ય અનુપમ છે, તેમનો ઉપશમગુણ લોકોત્તર છે, ચારિત્રધર્મ બળવાન છે, નેત્રો દેદીપ્યમાન છે, હે આર્ય! આજે તેમની ફરી ફરી સેવા કરે, આજે મને અપૂર્વ દર્શન થયું. આ પરમાત્મા દેવ મને વારંવાર દર્શન આપો.” આ પ્રકારની ઉલ્લસિત શ્રદ્ધાવાળે અસીમ ભક્તિરાગથી સ્તુતિ કરીને હદયમાં તેમના પ્રત્યે બહુમાન વહન કરે તો તે વિનયંધર ઘરે પહોંચ્યા. તેના કુશલાનુબંધી પુણ્યને ભજન-સમયે તેના ગૃહદ્વારમાં ત્રિલેકનાથ તીર્થકર ભગવંત ભિક્ષા માટે પધાર્યા. તેમનાં દર્શનથી આ સ્તુતિપાઠક આનંદરસને અનુભવતો ભગવંતને પ્રતિલાલે છે. નિષ્કામવૃત્તિથી દાન આપીને તે વિચારવા લાગ્યો કે, “ખરેખર હું ધન્ય છું, આજે મારું જીવતર સફલ થયું કે, “મેં મારા બંને હાથના સંપુટથી ભગવંતને દાન આપ્યું. આ સમયે ગગનમાં દેવદુંદુભિને નાદ ઉછળ્યો. દેવતાઓ “અહિ દાણું અહો ! મહાદાણ” એવા પ્રકારની મહાઉઘેષણ કરવા લાગ્યા. લોકોને આશ્ચર્ય ઉત્પન્ન કરે, તેવા પ્રકારની ગંધદક અને સુગંધી પુપિની વૃષ્ટિ થઈ, એકદમ ઉત્કૃષ્ટ સંખ્યાવાળી વસુધારા ઘરના આંગણામાં આવીને પડી. વળી લોકે અને રાજા, દે અને અસુરે તેઓ પણ તેની સ્તુતિ કરવા લાગ્યા કે, ઉત્તમત્તમ એવા સુપાત્રદાનથી જગતમાં અતિ અદભુત કઈ વસ્તુ ન બની શકે ? વિશુદ્ધ દાનધમને પ્રગટ પ્રત્યક્ષ પ્રભાવ દેખતે એ તે વિનયંધર કર્મની ગાંઠ ભેદીને સમ્યક્ત્વ પામ્યા અને દર્શનશ્રાવક થ. ઉત્તમ સાતક્ષેત્રરૂપ પવિત્ર પાત્રોમાં પોતાનું પુષ્કળ ધન વાપરીને આ અપવિત્ર દેહને ત્યાગ કરીને પ્રથમ દેવલોકમાં ગયા. દેવાંગનાઓના પરિવાર સાથે અમોઘ ભોગો ભેળવીને લાંબા કાળ પછી દેવલોકમાંથી ચ્યવને અહિં આ વિનયંધર થયેલ છે. આ જન્મ પામવાના ગે રત્નસાર શેઠ પણ યથાર્થ નામવાળા રત્નના સ્વામી બન્યા અને પૂર્ણ યશા માતા પણ પૂર્ણ યશ પામી. (૨૫) સુંદર રૂપ, કળા-સમુદાય, લક્ષ્મી, કલંકરહિત કીર્તિ, અતિસુંદર અંતઃપુર આ વગેરેની પ્રાપ્તિ જે થાય છે, તે ઉત્તમપાત્રમાં આપેલા દાનનું ફલ સમજવું. કહેવું છે કે દાન એ પુણ્યવૃક્ષનું અક્ષય મૂળ છે, પાપસપના ઝેરને ઉતારનાર મંત્રાક્ષર છે, દારિદ્રયવૃક્ષના મૂળને બાળી નાખનાર દાવાનળ છે, દૌર્ભાગ્યરૂપી રોગને મટાડનાર ઔષધ છે, મહાસ્વગરૂપી પર્વત ઉપર ચડવાના પગથિયા સમાન છે, મોક્ષને શ્રેષ્ઠ માર્ગ છે, તે હંમેશાં જિનેશ્વરએ કહેલી વિધિ અનુસાર સુપાત્રમાં દાન આપવું જોઈએ. સમગ્ર Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005153
Book TitlePrakrit Updeshpad Mahagranth Gurjar Anuwad
Original Sutra AuthorHaribhadrasuri
AuthorMunichandrasuri, Hemsagarsuri, Lalchandra B Gandhi
PublisherAnand Hem Granthmala
Publication Year1972
Total Pages652
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy