SearchBrowseAboutContactDonate
Page Preview
Page 499
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૫૬ ] ઉપદેશપદ-અનુવાદ તે જીવિતદાન આપવાથી મારી જનેતા છે અને પાપમતિથી નિવારણ કરનારી હોવાથી મારી નક્કી ગુરુણી પણ છે. મેં તારું માહાસ્ય જોયું અને તે મારું પાપવર્તન જાણ્યું; તે હવે મને જણાવ કે હું પાપકર્મી તારે કેવી રીતે ઉપકાર કરું? તેણે કહ્યું કે, “હે સુંદર ! જે પરમાર્થ–બુદ્ધિથી પરદારા–સેવનની વિરતિ કરે, તો તે મારે સર્વ ઉપકાર કર્યો ગણાય. પરદાર-ગમન એ દુર્ગતિનું મૂલ છે, અપકીર્તિનું કારણ, કુલના કલંક અને કુલ ક્ષય કરવાના કારણભૂત છે, અનેક પ્રકારની વિટંબણાફલેશ, "મહાવિરોધ ઉત્પન્ન કરનાર છે. અથવા તો તે પોતે જ પરદારા-વર્જનને પ્રભાવ પ્રત્યક્ષ દેખ્યો. તો હવે સમજ. હે બંધુ ! વધારે કહેવાની જરૂર નથી.” ગુણસુંદરીનું આ વચન અંગીકાર કરીને પુરહિતને સાચે સદભાવ જણાવીને, ઘણા પ્રકારે તેને ખમાવીને બટુક પોતાના સ્થાને ગયે. સાસરિયા અને પિયરિયા એમ બંને પક્ષની ઉત્તમ પ્રકારની કીર્તિ ફેલાવતી ધીર એવી ગુણસુંદરીએ આ પ્રમાણે સાધ્વી પાસે ગ્રહણ કરેલ “અકરણ નિયમ” લાંબા કાળ સુધી દઢપણે પાલન કર્યો. (૧૨૨) રતિસુંદરી આદિ ચારે ય સખીઓના પછીના ભ –આ પ્રકારે રતિસુંદરી વગેરે ચારે ય સખીઓ પરપુરુષના પા૫ સંબંધી અકરણ નિયમનું લાંબા કાળ સુધી પાલન કરીને દેવલોકમાં રતિસુંદર નામના વિમાનમાં જેમણે સ્કુરાયમાન તેજયુક્ત શરીરની શોભા વડે કરીને દિશાઓ ઉદ્યોતવાળી કરી છેએવી દેવી તરીકે ઉત્પન્ન થઈ. લાંબા કાળ સુધી દિવ્ય સુખનો ભગવટ કરીને કંઈક પુણ્ય બાકી રહેલું, તે ભેગવવા માટે ત્યાંનું આયુષ્ય પૂર્ણ કરીને ત્યાંથી વેલી એવી તે ચારે ય ચંપા નગરીમાં કંચનશ્રેષ્ઠિની વસુંધરા નામની પ્રિયા, કુબેરશેઠની પતિની નામની, ધરણની મહાલક્ષ્મી નામની અને પુણ્યસારની વસુંધરા નામની પત્નીઓની કુક્ષિઓમાં છીપ સમાન વિશાળ ઉદર-સંપુટોમાં મુક્તામણિની જેમ અતિગોળાકાર, નિર્મલ, સારા વર્તનવાળી એવી સુંદર પુત્રીઓ પણે ઉત્પન્ન થઈ. પિતાના કુલમાં સારભૂત તારા, શ્રી, વિનયા અને દેવી એવાં તેમનાં નામો રથાપન કરવામાં આવ્યાં. શ્યામકમળ-સમાન ખીલેલા નેત્રકમળવાની તેઓ શોભતી હતી. અનેક સારી કળાઓ ગ્રહણ કરેલી, ચંદ્રના લાવણ્યને પણ હાસ્ય કરતી, લોકનાં નેત્રોનું હરણ કરનાર અનુ. કમે તેઓ તરુણવયને પામી. પણ તેઓ પરસ્પર અતિ સ્નેહપૂર્ણ હૃદયવાળી હતી, વળી શ્રાવકકુળમાં જન્મ થવાના કારણે ઉત્તમ વિરતિધર્મને પણ અંગીકાર કરનારી થયેલી હતી. જિનેશ્વર ભગવંતને દાન આપવાના પ્રભાવથી પૂર્ણ ગુણથી આકર્ષાએલી એવી આ કન્યાઓને વિવાહ વિનયંધર નામના શેઠપુત્ર સાથે થયો હતો. આ ભરતક્ષેત્રમાં પ્રસિદ્ધ એવી ગજશીર્ષ નામની નગરીમાં વિચારધવલ નામના રાયધુરા વહન કરવામાં શ્રેષ્ઠ વૃષભસમાન એવા રાજાના ઉદાર ચિત્તવાળ, દયાદિગુણવાળે, નિરંતર ઉપકાર કરનાર, પાપને ત્યાગ કરનાર તે વિનયંધર સ્તુતિપાઠક હતે. વળી તે ઉદારતાના કારણે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005153
Book TitlePrakrit Updeshpad Mahagranth Gurjar Anuwad
Original Sutra AuthorHaribhadrasuri
AuthorMunichandrasuri, Hemsagarsuri, Lalchandra B Gandhi
PublisherAnand Hem Granthmala
Publication Year1972
Total Pages652
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy