________________
(૧) દષ્ટાંત ભજન
ચલણી નામની પ્રિય રાણી હતી. તે રાજાને નિકૃત્રિમ મૈત્રીભાવને ધારણ કરનારા બ્રહ્મા સરખા ચાર બુદ્ધિવાળા ચાર રાજાઓ હતા. એક કાશીદેશનો કટક રાજા, બીજે ગજપુરનો સ્વામી કણેરુદત્ત, ત્રીજે કેશલસ્વામી દીર્ઘ રાજા અને ચોથે ચંપાન સ્વામી પુષ્પચૂલ રાજા. પ્રામાણિકપણે રાજ્યચિતાની ધુરા ધરનાર ધનુ નામનો મહા અમાત્ય હતો, તેને પિતાના ગુણોને ધારણ કરનાર વરધનુ નામનો પુત્ર હતો. તે બ્રહ્માદિક પાંચે રાજાઓ ગાઢ સ્નેહાધીન હોવાથી પરસ્પર વિરહને ન ઈચ્છતા આ પ્રમાણે મંત્રણા કરવા લાગ્યા કે, આપણે દરેકે પાંચે રાજ્યમાં એક એક વર્ષ સપરિવાર સાથે જ રહેવું. બહુ પુણ્યથી પામી શકાય એવા પ્રકારના ભેગ સુખને ભોગવતા એવા ઉદાર મનવાળા તે રાજાઓને કેટલાક કાળ પસાર થયું. હવે કઈક સમયે રાત્રિના મધ્યકાળે ચલણી રાણીએ અતિ ઉદાર ફલવાળાં ચૌદ સ્વપ્ન દેખ્યાં. તે આ પ્રમાણે–૧ હાથી, ૨ વૃષભ, ૩, સિંહ, ૪ અતિ ત પુષ્પમાળા, ૫ ચંદ્ર, ૬ સૂર્ય, ૭ દેવજ, ૮ અભિષેક કરાતી લહમીદેવી, ૯ કુંભ, ૧૦ કમળોથી યુક્ત સરોવર, ૧૧ સમુદ્ર, ૧૨ દેવતાઈ વિમાન, ૧૩ રત્નોનો રાશિ, ૧૪ નિધૂમ અગ્નિ. તત્કાલ જાગેલી તે ભલી રાણી બ્રહ્મરાજાને કહેવા લાગી કે, “હે સ્વામી ! હમણાં જ મેં આવા પ્રકારનાં ચૌદ સ્વપ્નો જોયાં.” મેઘધારાથી સિંચાયેલ નીપ (કદંબ) પુષ્પની જેમ વિકસિત બની ખીલેલાં કમળ સરખા પ્રકુલિત નેત્રવાળે રાજા કહેવા લાગ્યા કે, “હે દેવી! આપણા કુળમાં કલ્પવૃક્ષ સમાન, વિજ સમાન, દીપક સમાન, પૃથ્વીમંડલનો મુગટમણિ, ગુણરત્નની ખાણ એવો ઉત્તમ પુત્ર ઉત્પન્ન થશે.” કંઈક અધિક નવ મહિના પસાર થયા પછી વાયુ અને ધૂળની ડમરી શાન્ત થયે છતે, સમગ્ર દિશાઓને પ્રકાશિત કરનાર, આશ્ચર્ય ઉત્પન્ન કરે તેવો પુત્ર જો. વધામણું અને વિવિધ જાતિના જન્મોત્સવ કાર્યો કર્યા પછી “બ્રહ્મદત્ત” એવું તેનું નામ સ્થાપન કર્યું. શુકલપક્ષના ચંદ્રમંડલ માફક તે હંમેશા વધવા લાગ્યો. તેના -વક્ષસ્થલમાં લકમીના નિવાસસ્થાન એવું શ્રીવત્સનું ચિહ્ન શોભવા લાગ્યું. કેઈક સમયે કટકાદિક ચારે રાજાએ બ્રહ્મરાજા પાસે આવ્યા હતા, ત્યારે બ્રહ્મરાજાને સ્વજનોને શોક કરાવનાર એવો મસ્તકનો રોગ ઉત્પન્ન થયો. ત્યારે વિદ્યક શાસ્ત્રના અર્થના પારગામી મુખ્ય મુખ્ય વૈદ્યોએ સારી રીતે ઔષધે કર્યા છતાં મસ્તકની વેદના શાન્ત ન થઈ. “આ જગત મરણના છેડાવાળું છે.”-એમ મનમાં નિશ્ચય કરીને કટકાદિક મિત્રોને બોલાવી તેમને બ્રહ્મદત્ત . તેઓને ભલામણ કરી કે, “આ મારો પુત્ર સમગ્ર કળામાં કુશળ બને, સમગ્ર રાજ્ય-કારભાર ચલાવી શકે તે તમારે તૈયાર કરો. ત્યાર પછી બ્રહ્મરાજા કમે કરી મૃત્યુ પામ્યા. લેકપ્રસિદ્ધ એવાં સર્વ મરણોત્તર કાર્યો કર્યા. તે ત્રણે રાજાઓ દીર્ઘરાજાને આ રાજ્ય ભળાવીને પોતપોતાના રાજ્યમાં ચાલ્યા ગયા. ચલણ અને દીર્ઘ અને રાજ્યકાર્ય ચિંતવતા ચિતવતા તેઓ વચ્ચે નેહ પ્રગટ્યો અને શીલરૂપી વનને બાળી નાખવા સમર્થ અગ્નિ સરખો કામાગ્નિ ઉત્પન્ન થયા. મનની ચંચળતાથી ચલણી કુળની મલિનતા ન ગણકારતી લોકોની લજજા છોડીને પાપી દીર્ઘરાજામાં મોહિત બની.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org