SearchBrowseAboutContactDonate
Page Preview
Page 49
Loading...
Download File
Download File
Page Text
________________ ૬ ] ઉપદેશપદ-અનુવાદ 0.00 વાળા સ્ત`ભનુ કાઈક દેવ ચૂર્ણ બનાવી-પરમાણુએ છૂટા કરી દૂર દૂર ફેંકી દે અને ફી દરેક પરમાણુઓ એકઠા કરવા માફ્ક ૧૦, અનેક જાતિ અને વિવિધ ચેાનિએ પામવા રૂપ ઘણા અંતરાયાથી કરી મનુષ્યભવ ઘણા લાંખા કાળે પ્રાપ્ત થાય છે–એમ ઉપનય સમજવે. (૫) એ જ દૃષ્ટાંતા હવે વિસ્તારથી ક્રમસર કહે છે—— રોજી ત્તિ મોયળ, વમત્ત-પરિવાર-મારદનશ્મિ | सयमेव पुणो दुलहं, जह तत्थ तहेत्थ मणुयत्तं ॥ ६ ॥ ચાલુ એટલે ભેાજન, બ્રહ્મદત્તના પરિવારને ઘરે તથા ભારતના તમામ લેાકેાના ઘરે દરરાજ કરવાનું હેાવાથી ફરી બ્રહ્મદત્ત ચક્રવર્તીને ત્યાં વારે પાતાને મળવા દુર્લભ છે, તેવી રીતે મનુષ્યપણું ફ્રી મળવું દુર્લભ છે. ગાયાના વિસ્તારથી ભાવા આ કથાનકથી જાણવા. (૧) દૃષ્ટાંત ભેાજન આ ભરતક્ષેત્રમાં દક્ષિણા ભરતના મધ્યખંડમાં શત્રુભયથી હમેશાં એક પિત એવું કાંપિલ્યપુર નામનું નગર હતું. જ્યાં પવિત્ર શીલ અને ઘણા ધનવાળા હોવાથી સ્વપ્નમાં પણ કાઈ પરસ્ત્રી તરફ નજર ન કરતા હેાવાથી ત્યાંના લેાકેાની કીર્તિ દેશાવરા સુધી પહાંચી હતી. દાક્ષિણ્યામૃતથી પરિપૂર્ણ, પ્રિયવચન ખેાલનાર, સ્થિર અને ગંભીર ચિત્તવાળા હહંમેશાં પ્રમાદ કરતા અનેક નગરજને ત્યાં વાસ કરતા હતા. તે નગરની અંદર ઉત્તમ જાતિવ ́ત અતિમનેાહર, અતિ સુંદર તિલકયુક્ત, ઉત્તમ પુરુષના સમાગમથી સૌભાગ્યવાળી, રમણીય સ્તનવાળી, સુંદર કાંતિવાળી, પ્રૌઢવયવાળી, સરળ, સુરભિગ ધ યુક્ત યુવતીઓ હતી અને નગર બહાર સુંદર જાતિનાં પુષ્પ, અતિ વિકસિત તિલક વૃક્ષાથી યુક્ત, સેાપારીના વૃક્ષ સાથે લાગેલ પાનની લત્તાયુક્ત, રમણીય જળાશયેાવાળા સુંદર છાંયડાવાળા, વિશાળ, સરળ, સુગંધવાળી આરામશ્રેણીઓ હતી. જે નગરમાં સજ્જનાના ઘરમાં ઉજ્જવલ કાંતિ અને યૌવનવયવાળી છતાં દુષ્કર વ્રતવાળી વિધવા સ્ત્રી હતી અને ઉજ્જવલ સુવર્ણ અને રજતના ઊંચા ઢગલા રૂપે રહીને (સ્થિર રહેવા રૂપ) લક્ષ્મી દુષ્કર વ્રત પાલતી હતી. વળી જ્યાં જિનમદિરા ઉપર સજ્જડ પવનથી ફકતી ધ્વજાએ જાણે ધર્મી લેાકેાની કીર્તિ સ્વગેસ'ચરતી હોય તેમ શેાભતી હતી. અનેક આશ્ચર્યાથી પૂણ તે નગરને ઈક્ષ્વાકુવંશમાં ઉત્તમ એવા બ્રહ્મ નામના રાજા પાલન કરતા હતા. તે રાજાના અતિપુષ્ટ અતિલાંખા ક્યાંય પણ નહીં તૂટેલા ગુણેા રૂપી દોરડા વડે જાણે ખાંધેલી હોય તેમ તેની લક્ષ્મી હમેશાં સ્થિર હતી. જે રાજાએ સમય આવે ત્યારે સામ, દામ, દંડ અને ભેદ નીતિ વાપરી પેાતાના યશ દૂર સુધી ફેલાવ્યેા હતેા. તેના ઉદ્ભટ દુશ્મનના ક્રેડા સુભટાને ભય પમાડનાર એવા તે પરાક્રમી રાજાને અતિ સ્નેહ-રત્નની ખાણુ સમાન 1 અથ શ્લેષ આ અને આરામશ્રણીને સમજવે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005153
Book TitlePrakrit Updeshpad Mahagranth Gurjar Anuwad
Original Sutra AuthorHaribhadrasuri
AuthorMunichandrasuri, Hemsagarsuri, Lalchandra B Gandhi
PublisherAnand Hem Granthmala
Publication Year1972
Total Pages652
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy