SearchBrowseAboutContactDonate
Page Preview
Page 48
Loading...
Download File
Download File
Page Text
________________ મનુષ્યભવની દુર્લભતાનાં દસ દષ્ટાંત [ ૫ જણાવેલું છે. તે જ દૃષ્ટાંતે કંઈક વિસ્તારથી હું પણ કહીશ. ભગવાન ભદ્રબાહુસ્વામીએ નિર્યુક્તિ આદિમાં કહેલા ચોલ્લકાદિ દષ્ટાન્તાનુસાર પ્રતિપાદન કરીશ. જે પૂર્વાચાર્યોએ ઉપદેશપદો કહેલાં જ છે, તે પછી તમારે પિષ્ટ–પેષણ કરીને ફરી કહેવાનું શું પ્રયોજન છે? તેના સમાધાનમાં જણાવે છે કે–પૂર્વાચાર્યોએ તે કાળમાં થનારા પ્રૌઢ બુદ્ધિશાળી શ્રોતાઓ પોતે જ ભાવાર્થ સમજી શકશે તેમ સમજીને ભાવાર્થ પ્રગટ કરવાનો પ્રયાસ ન કર્યો, અત્યારના કાળમાં અ૫બુદ્ધિવાળા શ્રોતાઓ પોતે ભાવાર્થ સમજવા માટે શક્તિમાન નથી–એમ ધારીને તેમના ઉપર ઉપકાર કરવાની બુદ્ધિથી ભાવાર્થના સાર સહિત ઉપદેશપદની રચના કરી. (૪) ચલૂક વગેરે દષ્ટાન્તા કહે છે – चोल्लंग-पासग-धणे, जूए रयणे य सुमिण चक्के य । - માળ, ફણ વિક્રેતા મgવ-સંએ II - I ચહ્નગ ૧, પાસા ૨, ધાન્ય ૩, ઘૂત ૪, રત્નો ૫, સ્વપ્ન ૬, ચક ૭, ચર્મ ૮, ધુંસરું ૯, પરમાણુ ૧૦. આ દશ દષ્ટાંતની જેમ મનુષ્યપણું મુશ્કેલીથી પ્રાપ્ત થાય છે. પ્રમાણથી પ્રાપ્ત થયેલા પદાર્થને શ્રોતાના પ્રતીતિપથમાં પહોંચાડે તે દષ્ટાંત. દષ્ટાન્તની ભાવના આ પ્રમાણે વિચારવી. જીવ મનુષ્યપણું પ્રાપ્ત કરીને ફરી તે દુઃખથી મેળવી શકે છે-એ પ્રતિજ્ઞા, ધર્મ ન કર્યો હોય તેથી તે ગતિ મળવામાં ઘણું અંતરાય આવે છે–આ હેતુ, જે જે ઘણું અંતરાથી અવરાયેલ હોય તે તે ફરી ઘણા દુઃખથી મેળવી શકાય છે. બ્રહ્મદત્ત ચકવતીના મિત્ર બ્રાહ્મણને એક વખત ચક્રવતીના ઘરે ભેજનની પ્રાપ્તિ થઈ, ત્યાર પછી તેના રાજ્યના આખા ભરતક્ષેત્રમાં નિવાસ કરતા સમગ્ર રાજદિક લોકના દરેક ઘરે દરરોજ ભોજન કરવાને વારે નકકી કર્યો. ફરી ચક્રવર્તીને ઘરે ભોજન કરવાને વારો આવે દુર્લભ ગણાય. ચહ્નક શબ્દનો અર્થ ભોજન ૧, ચાણક્યના જુગાર રમવાના પાશક સીધા પડવા માફક ૨, ભરતક્ષેત્રમાં ઉગેલાં સર્વ ધાન્યના ઢગલામાં એક પ્રસ્થ પ્રમાણ સરસવ ભેળવીને વળી પાછા તેટલા મેળવવા માફક ૩, એકસો આઠ સ્તંભ, દરેક સ્તંભને ૧૦૮ ખૂણું છે, તે દરેકને ૧૦૮ વખત વગર હાયે જિતી જવાની જેમ જ, મટા શેઠે એકઠાં કરેલાં અનેક વિવિધ રત્નોને વિદેશી વેપારીઓને પુત્રે વેચી નાખ્યા પછી ફરી પાછાં મેળવવા માફક ૫, સ્વપ્નમાં મહારાજ્ય-પ્રાપ્તિ એકવાર થયા પછી ફરી તેવું સ્વપ્ન લાવવા-મેળવવા માટે પ્રયત્ન કરનાર મુસાફર માફક ૬, મંત્રીપુત્રીના પુત્ર રાજપુત્ર સુરેન્દ્રદત્ત વિરુદ્ધ દિશામાં ફરતા આઠ ચક્રના આરામાંથી ધનુષ-બાણથી ટાંકી વધેલી પૂતળીની જેમ ૭, મહાસરોવરમાં જાડી શેવાલમાં પડેલા છિદ્રમાં કાચબાએ પિતાની ડોક નાખી શરદચંદ્ર જોયો અને કુટુંબને લાવવા ગયો. ફરી એ છિદ્ર પ્રાપ્ત ' થવા માફક ૮, મહાસમુદ્રમાં પૂર્વ-પશ્ચિમમાં નાખેલાં ધુંસરી અને ખીલી સ્વયં મોજામાં અફળાતાં-કૂટાતાં ખીલીનું ધુંસરાના છિદ્રમાં પ્રવેશ પામવા માફક ૯, અનંત પરમાણુ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005153
Book TitlePrakrit Updeshpad Mahagranth Gurjar Anuwad
Original Sutra AuthorHaribhadrasuri
AuthorMunichandrasuri, Hemsagarsuri, Lalchandra B Gandhi
PublisherAnand Hem Granthmala
Publication Year1972
Total Pages652
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy