SearchBrowseAboutContactDonate
Page Preview
Page 47
Loading...
Download File
Download File
Page Text
________________ ૪ | ઉપદેશપદ–અનુવાદ અને મોક્ષમાર્ગ વિષયક હિતશિક્ષા રૂપ પદને જ ઉપદેશપદે માનેલાં છે. જેમકે મનુષ્યજન્મ દુર્લભ છે, વગેરે. તે ઉપદેશપદે સૂત્રથી અલ્પ છે અને અર્થથી અપરિમિત છે. જિનેશ્વરના આગમમાં સર્વ સૂત્ર અનંત અર્થને કહેનારાં છે. પૂર્વના મહર્ષિઓએ કહેલ છે કે-“સર્વ નદીની રેતીના જેટલા કણીયા છે, સર્વ સમુદ્રોના જેટલાં જળબિન્દુએ છે, તેના કરતાં એક સૂત્રને અર્થ અનંતગુણ છે.” આગળ જણાવેલા મહાવીર ભગવંતના વિશેષણો–ગુણે, તેમના કહેલા આગમના અનુસારે કહીશ, પરંતુ સ્વતંત્રપણે નહીં, કારણ કે છદ્મસ્થને ઉપદેશ આપવાને સ્વતંત્ર અધિકાર નથી. છદ્મસ્થ સાધુઓ કેવલિ ભગવંતના કહેલા આગમના અનુસારે જ ઉપદેશ આપવાને અધિકાર છે. ઉપદેશપદો કેવાં કહીશ? સૂકમ અર્થને જણાવનારાં હેવાથી કુશાગ્ર બુદ્ધિવાળા ગ્રહણ કરી શકે તેવાં. અર્થાત્ પદાર્થ, વાયાર્થ, મહાવાક્યર્થમાં જે તાત્પર્યાથે હોય તે ભાવાર્થના સારવાળાં ઉપદેશપદે. શા માટે ઉપદેશપદ ગ્રન્થની રચના કરી? શંકા થવી, અવળો અર્થ કરે, વિચાર જ ન કરે, આવા અજ્ઞાનવાળા, અલ્પબુદ્ધિવાળા જડાત્માઓને તત્ત્વ તરફ પ્રતીતિ ઉત્પન્ન થાય અને સંશયાદિ દૂર કરીને તેઓ સત્ય અર્થના જાણકાર બને-એવા શુભાશયથી આ ગ્રન્થની રચના કરું છું. (૧-૨) હવે ઉપદેશપદોમાં સર્વ પ્રધાન એવા ઉપદેશપદને જણાવે છે– लद्धण माणुसत्तं, कहंचि अइदुल्लहं भव-समुद्दे । सम्मं निउंजियव्वं, कुसलेहिं सया वि धम्मम्मि ॥ ३ ॥ ભવ-સમુદ્રમાં કોઈ પ્રકારે અતિ દુર્લભ મનુષ્યપણું પામીને કુશલ પુરુષોએ હંમેશા તેને ધર્મકાર્યમાં સુંદર ઉપયોગ કરે જોઈએ. પાતળા કષાય, દાનરુચિ, મધ્યમ ગુણોવાળો હોય તે જીવ મનુષ્ય-આયુષ્ય બાંધે. આગળ ચલૂક વગેરે દષ્ટાન્ત જણાવીશું. તે પ્રમાણે ફરી પ્રાપ્ત થવું અતિ દુર્લભ છે. અનેક યોનિ-જાતિ રૂપ જળથી ભરેલા પાર વગરના સંસાર-સમુદ્રમાં દુર્લભ મનુષ્યપણું પામીને મન-વચન-કાયાનું સામર્થ્ય ગોપવ્યા વગર કુશલ પુરુષોએ હંમેશાં પોતાની અવસ્થાને ઉચિત અનુષ્ઠાન-શ્રુત-ચારિત્ર લક્ષણ જિનધર્મની આરાધનામાં ઉદ્યમ કરવો જોઈએ. જીવિત અનિત્ય હોવાથી બાલ્યકાલથી જ ધર્મનું સેવન કરવું જોઈએ. જેમ પાકેલાં ફળને હંમેશા પતનને ભય છે, તેમ. આજે નહીં તો આવતી કાલે પાકેલાં ફળની જેમ શરીર ટહુકાર (અવાજ) કરતું નીચે પડશે. (૩) મનુષ્યપણાની દુર્લભતા જણાવતાં કહે છે – अइदुल्लहं च एयं, चोल्लग-पमुहेहिं अत्थ समयम्मि । भणियं दिढतेहिं, अहमवि ते संपवक्खामि ॥ ४ ॥ અરિહંતના શાસનમાં ચેક વગેરે દશ દેખાતેની જેમ મનુષ્યપણું અતિ દુર્લભ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005153
Book TitlePrakrit Updeshpad Mahagranth Gurjar Anuwad
Original Sutra AuthorHaribhadrasuri
AuthorMunichandrasuri, Hemsagarsuri, Lalchandra B Gandhi
PublisherAnand Hem Granthmala
Publication Year1972
Total Pages652
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy