SearchBrowseAboutContactDonate
Page Preview
Page 5
Loading...
Download File
Download File
Page Text
________________ [ 8 ] અને તેમની મૂર્તિને ઓળખાવનાર આ શ્રતજ્ઞાન-શાસ્ત્રો છે, જે ગણિપિટક કહેવાય છે. તે શાસ્ત્રનાં રહસ્યો પરંપરાગમ દ્વારા મેળવેલાં હોય છે. ગુરુ પાસેથી શાસ્ત્રોના પારમાર્થિક અર્થો વિનય કરીને, બહુમાન સાચવીને, તેમની પૂર્ણકૃપાથી પ્રાપ્ત કરીને આવધારણ કરી શકાય છે. વિનયાદિક કર્યા વગર મેળવેલા અર્થો આત્માને યથાર્થ પરિણમતા નથી-લાભદાયક નીવડતા નથી. આત્માની પરમઋદ્ધિ પમાડનાર આ કૃતજ્ઞાન છે. સુચનાળે મચિં –શ્રતજ્ઞાન મહદ્ધિક છે. અપેક્ષાએ કેવલજ્ઞાન કરતાં પણ શ્રતજ્ઞાન મહાન એટલા માટે કહેલું છે કે, કેવલજ્ઞાન મંગુ છે. જ્યારે શ્રુતજ્ઞાન પિતાને અને બીજાને પ્રકાશિત કરનાર છે. કેવલજ્ઞાની ભગવંતો શ્રુતજ્ઞાન દ્વારા બીજા જીવો પર પરોપકાર કરે છે. આત્માનું શુદ્ધ સ્વરૂપ, કર્મ, પુષ્ય, પાપ, આસવ, સંવર, નિજેરા, મોક્ષ વગેરે, કરણીય, અકરણય, ભાભય, પેથાપેય, સન્માર્ગ, સંસારમાર્ગ આ સર્વ પદાર્થોનું જ્ઞાન કરાવનાર હોય તે સર્વજ્ઞ ભગવતે પ્રરૂપેલ દ્વાદશાંગી રૂપ શ્રુતજ્ઞાન. આ શ્રુતજ્ઞાન સિવાય અતીન્દ્રિય પદાર્થોનું જ્ઞાન શ્રદ્ધા, સંવેગ, ત્યાગ, વર્તન, તપસ્યાદિ થવાં મુશ્કેલ છે. તેમાં મુખ્યતયા ગધર ભગવંતેએ અતિશયવતી ત્રિપદી પ્રાપ્ત થવા ગે રચેલી દ્વાદશાંગી અન્તર્ગત ચૌદ પૂર્વો છે, જેના આધારે વર્તમાન તીર્થ અવિચ્છિન્નપણે પ્રવતી રહેલું છે. આચાર્યોની પરંપરાથી પરંપરાગમ પ્રાપ્ત કરેલ એવા પૂર્વાચાર્યોએ વર્તમાનકાળના અ૯પજ્ઞાની આત્માઓને સહેલાઈથી પ્રતિબંધ થઈ શકે, તે માટે આગમાનુસારી આગામના સિદ્ધાંતને પ્રતિપાદન કરનારા એવા અનેકાનેક મહાશ, પ્રકરણે, શાસ્ત્રોની રચના કરેલી છે. તે સ્થળે પૈકી ૧૪૪૪ ગ્રન્થના કર્તા આ. શ્રી હરિભદ્રસૂરિજીએ રચેલ ઉપદેશપદ મહાગ્રન્થ અને સમર્થ વ્યાખ્યાકાર, અનેક ગ્રંથના પ્રણેતા આ. અનિચન્દ્રસૂરિએ જેનું મહાગૌરવશાલી, સહેલાઈથી બંધ થાય તેવું વિવરણ-(ટકા) રચેલ છે, મૂળ સાથે જેનું સમગ્ર પ્રમાણ લગભગ ૧૪૫૦૦ ક જેટલું છે. મોટે ભાગ પ્રાકૃત હોવાથી દરેક વાચન-પઠન-પાઠન ન કરી શકે, તેથી તેને ગૂર્જરનુવાદ કરી ગ્રંથ સંપાદન કર્યો છે. મૂળગ્રંથ વાંચનારને સુગમતા પડે, તે માટે મૂળગ્રંથની શરુઆતમાં અને ટીકાની પૂર્ણ હતિમાં ગાથા-સંખ્યા આપેલી છે, તેમજ લાંબી કથાઓમાં પણ ૨૫-૫૦-૭૫-૧૦૦ એવા એવા પૂર્ણ અંકો વચ્ચે વચ્ચે આપેલા છે, જેથી કોઈ વખત અનુવાદને મૂળ સાથે ઉપયોગ કરવો પડે, તે સુગમતા રહે. બાકી આ ગ્રંથમાં કયા વિષ છે, તે વિષયાનુક્રમ, ઉપક્રમણિકા, પ્રસ્તાવના જેવાથી અને વાંચન કરવાથી જાણી શકાશે. ગ્રંથકર્તા અને વિવરણકાર માટે પ્રસ્તાવનામાં તેમજ ઉપક્રમણિકામાં કેટલુંક કહેવાયેલ હેવાથી અહિ વિસ્તારમયથી કહેતા નથી, તે ત્યાં અવલોકન કરી લેવું. આવા મહાન ગ્રંથ સંપાદન કરવામાં વિવિધ પ્રકારે અનેકોના સહકારની જરૂર પડે છે. તેમાં કેટલીક સંસ્થાઓ તથા વ્યક્તિગત શ્રાવકે તરફથી સહાયક અને ગ્રાહક તરીકે આર્થિક સારે સહકાર મળેલ છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005153
Book TitlePrakrit Updeshpad Mahagranth Gurjar Anuwad
Original Sutra AuthorHaribhadrasuri
AuthorMunichandrasuri, Hemsagarsuri, Lalchandra B Gandhi
PublisherAnand Hem Granthmala
Publication Year1972
Total Pages652
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy