________________
૪૫૪ ]
ઉપદેશપદ-અનુવાદ
પામી શકે ? એક તો આ વેદનાનું દુઃખ, બીજુ દુર્જનનાં ગમે તેવા અણઘટતાં વચનો સાંભળવાં પડે, ક્ષતા ઉપર ક્ષાર નાખવા સમાન આ દુઃખ કેવી રીતે સહન કરી શકાય ? તે હવે બીજો કોઈ વિચાર કરો અને સારો ઉપાય ચિતા. આવા દુઃખની પીડાથી હવે તો મારે મરણ એ જ શરણ છે.” વેદરૂચિએ કહ્યું કે- જ્યાં આ જ દુઃખ જેવા સમર્થ બની શકતો નથી, તે પછી પ્રચંડ અગ્નિજવાલા-સમૂહથી ભરખાતી તને હું કેવી રીતે દેખી શકું ? માટે હે મુગ્ધ ! તે હવે નિઃશંકપણે જા, હું તારી સાથે મૈત્રીભાવ રાખીશ, “જીવતે મનુષ્ય મોટાં ભદ્રો પામી શકે છે. આ પ્રમાણે બટુક ઘણું ઘણું બેલત હતું, ત્યારે તેને ગુણસુંદરીએ કહ્યું કે, “હે સુભગ ! તને દુઃખ ન થાય, તેમ કર.” બીજું વધારે શું કહું. હવે બટુક તેને વાહનમાં બેસાડીને નગર બહાર લઈ ગયો. તેને કહ્યું કે, નગરના લોકોને મારું મુખ કેવી રીતે બતાવી શકીશ? જે હવે તું જવા માટે શક્તિમાન છે, તો હવે હું તો અહિંથી જ પાછો ફરું છું.” સ્ત્રીએ વિચાર કર્યો કે, “પ્રતિબંધ કર્યા વગર મારે કેવી રીતે છોડ?
ત્યાર પછી કહ્યું કે, ઠીક હવે બીજી વાતથી સયું. હવે તો મારે નેહી સગો ભાઈ થયે છે. હવે લજજાનો ત્યાગ કર, એટલે આપણે ઘરે પ્રયાણ કરીએ. પિતાની બહેનને સાસરે મૂકવા જવામાં વળી લજજા કેમ થાય ? ઉલટો એ તો ઉત્સવ ગણાય. અહિંથી તું પાછો ઘરે જાય, પણ તારા મનની શાંતિ કેવી રીતે થાય ? આ પ્રમાણે ગુણ-દેષની વિચારણા કરીને બંને ઘરે પહોંચ્યા. સ્વજનને ઘણો આનંદ થયો અને પુણ્યશર્મા ઘણો હર્ષ પામ્ય. સુંદરીએ પતિને કહ્યું કે, “હે પ્રિયતમ! આ સગાભાઈ કરતાં અધિક છે. કારણ કે, કુ૨ ભીલોના હાથમાંથી મને છેડાવીને મારું રક્ષણ કર્યું છે. માટે આ પલ્લીવાસી હોવા છતાં આ મહાસત્તવ મોટો ઉપકારી છે, અને જે ઉચિત કરવું યોગ્ય લાગે, તે પ્રિયતમે સમજવાનું” ત્યારે પુણ્યશર્માએ તેને કહ્યું કે, “હે ભાગ્યશાળી ! તમારા સરખા પંડિત પુરુષને હંસને જેમ કાગડાની સાથે વાસ કરે ગ્ય ન ગણાય, તેમ પલ્લી પતિ સાથે વાત કરે એગ્ય ન ગણાય, તો હવે તારે અહિં જ રહેવું. તને જે કંઈ અપૂર્ણતા હશે. તેને હું પૂર્ણ કરીશ.” આવાં વચનામૃતથી સિંચાએલે તે લજજાથી નમી પડેલો વિચારવા લાગ્યા કે, “ખરેખર આ બંનેએ સમુદ્રની ગંભીરતા, મેરુપર્વતની મોટાઈ અને વનમાં વાસ કરતાં પક્ષીઓની અમૃત સમાન વાણીના ગુણો ગ્રહણ કરી લીધા છે. બીજા કેઈમાં આવું અને આટલું સૌજન્ય સંભવી શકે નહિં. મને સમજ પડતી નથી કે, મારા સરખા ખેલશેખર વિષે પણ આવા અમૃત-સમાન મધુર આલાપો. અથવા તે પોતાને મહાગુણોને કારણે મહાપુરુષ સુદ્રોના વર્તનને જાણી શકતા નથી. જેના કાંઠા ઉપર ઘણું ઘાસ ઉત્પન્ન થયું હેય, તેવી કૃપિકાઓ વિષે ઉંચા હાથીઓ પણ પટકાય છે. અરે રે ! મેં આ સજજનને નકામે અનર્થ કર્યો. કેટલીક વખત બિલાડો સારભૂત એવી ઉત્રડને પિતાની વિધ્યતૃષ્ણાથી તેડી-ફોડી નાખે છે.”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org