SearchBrowseAboutContactDonate
Page Preview
Page 492
Loading...
Download File
Download File
Page Text
________________ પાપ અકરણ નિયમ ઉપર ઋદ્ધિસુંદરી, ગુણસુંદરીની કથા [ ૪૪૯ પણ છીએ. ‘ઝેર પીવું ઘણું સારુ છે, ધગધગતા અગ્નિમાં પ્રવેશ કરવા સુંદર છે, પરંતુ કાઈ પ્રકારે ઈન્દ્રિયાના વિષયામાં ગમે તેમ મન કરવું સારું નથી. હાથી, મત્સ્ય, સર્પ, પતંગિયા, હરણ વગેરે પ્રાણી-સમુદાય ઇન્દ્રિયાને આધીન ખની મૂઢ થઇને વધ–અ ધનાદિક મારણાંતિક દુઃખ પામે છે. મનુષ્ચા પણ હમેશાં ઈન્દ્રિયાના વિષ્ણુના અર્થાના વિસ્તાર પામવા માટે હ'મેશાં દુઃખ અનુભવે છે-તે તરફ નજર કરા. વળી તેઓ ધન આદિ માટે રાજા આદિની પ્રાર્થના વગેરે કાર્યામાં ફ્લેશ પામતા દેખાય છે. વિષર્ચાની ખાતર મૂઢ પ્રાણીએ વિવિધ પ્રકારનાં પાપકર્મો કરે છે અને મારથ પૂર્ણ થયા વગર તે મહાપાપ કરનારા નરકમાં પડે છે, પરતુ જેએ વિષયેથી પરાસ્મુખ થયેલા હાય, છતે સાધને વિષયેના ભાગવટો ત્યાગ કર્યો હોય અને સર્વજ્ઞના શાસનમાં લીન બનેલા હાય, તેવા આત્માઓને દેવતાનાં અને મનુષ્યપણાનાં તેમ જ મેાક્ષનાં સુખા હથેળીમાં હાજર થાય છે.’એ વગેરે વચને સાંભળીને પ્રતિબેાધ પામેલા લેાચન કહેવા લાગ્યેા કે, તમે મને ઉત્તમ માર્ગ બતાયૈ. હું પુણ્યશાળી હે સુંદરી ! તુ મારી ગુરુ છે, માટે મને આજ્ઞા કર કે, હવે મારે શું કરવું ?' ત્યારે તેણે કહ્યું કે, ‘યાવજ્રજીવ-જિંદગી સુધી પરસ્ત્રીને ત્યાગ કરવા. હ પામેલા મનવાળા તેણે શ્રાવકનાં અણુવ્રતા અને પરદારાવનના-પાપ-અકરણરૂપ નિયમ અ'ગીકાર કર્યા. એટલે ઋદ્ધિસુંદરીએ તેની પ્રશંસા-અનુમેાદના કરી. ત્યાર પછી ખમાવીને નિરોગી દેહવાળા તે પેાતાના નગરે ગયે. ધર્મ પણ પેાતાની પ્રિયાસહિત ઈચ્છા પ્રમાણે ધનાપાન કરીને સુખપૂર્વક તામલિપ્તી નગરીએ પહોંચીને પેાતાના કુલના આચાર પાલન કરવા લાગ્યા. આ પ્રમાણે ગુરુવના મહુમાન અને પૂજા કરવાથી પવિત્ર થયેલી એવી ઋદ્ધિસુંદરીએ અકરણ-નિયમનું સમ્યગ્ રીતે શુદ્ધ ભાવથી પાલન કર્યુ. (૧૧૩) ( ગુણસુંદરીની કથા દેવાંગના માફક વિકાસ પામતી સુંદરતાવાળી ગુણસુંદરી પણ લેાકેાનાં મનને આકર્ષીણુ કરનાર મનેાહર તારુણ્ય પામી. કેાઈક સમયે સખીએ સાથે ક્રીડા કરતી હતી, ત્યારે યૌવનગુણુ પામેલા વેદધર્માંની રુચિવાળા વેદશર્મા બ્રાહ્મણના ખટુક નામના પુત્રે તેને દેખી. વિચાર્યું... કે, ‘ ખરેખર હું કેવા ભાગ્યશાળી કે, લક્ષ્મી સમાન, પદ્મ સમાન કામલ હસ્તવાળી, અનિમેષવાળી દેવાંગના- સમાન મા આય કન્યાને દેખી. પ્રજાપતિએ આ લીલાવતીના હસ્તકમળ, નેત્રરૂપ નીલકમલ, અધરરૂપ બિમલ, મુખચંદ્રનું નિર્માણ કરીને પેાતાની ઉચ્ચ સર્જનશક્તિ કરી, જેથી કમલ કાદવમાં વહી ગયું, નીલકમલ પદ્મદ્રહમાં, બિબલ વાડમાં ઘૂસી ગયું અને ચંદ્રને આકાશમાં ફેંકયો. દેશની લક્ષ્મી સમાન આ મૃગાક્ષી કન્યા જો મારા ઘરમાં ન હોય, ત્યાં સુધી ૧૭ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005153
Book TitlePrakrit Updeshpad Mahagranth Gurjar Anuwad
Original Sutra AuthorHaribhadrasuri
AuthorMunichandrasuri, Hemsagarsuri, Lalchandra B Gandhi
PublisherAnand Hem Granthmala
Publication Year1972
Total Pages652
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy