SearchBrowseAboutContactDonate
Page Preview
Page 485
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૪૨ ] ઉપદેશપદ-અનુવાદ છેડી દો.” આ પ્રમાણે જ્યારે તેણે કહ્યું, ત્યારે રાજાએ કહ્યું કે, “પવનથી જેમ વાદળાં વિખરાઈ જાય, તેમ મારા પ્રાણો પણ જલદી વિખરાઈને નાશ પામે. જે પ્રાણે તારા સમાગમ-સુખની આશારૂપ દોરડાથી બંધાએલા છે, દુઃખથી મેં રેકેલા છે, તે વગર બંધનવાળા હરણિયાની જેમ મારા પ્રાણ એકદમ પલાયન જ થઈ જાય.” ત્યારે મંત્રીપત્નીએ રાજાને કહ્યું કે, “હે સોભાગી ! મારા સંગમ કરતાં પણ આને સંગમ વિશેષ સુખકર થશે. કારણ કે, હું તો મદન-કામદેવથી રહિત છું. જ્યારે આ મદનકામદેવ(મીણ)મય છે.” એમ વિચારી તેણે આ મદનમહિલા-(પૂતળી) રાજાને અર્પણ કરી. રાજાએ તે મત્સરથી હોય તેમ ખસેડી, એટલે ભાંગી ગઈ. અંદરથી અશુચિ અને દુર્ગધ બહાર નીકળી. રાજા પૂછવા લાગ્યું કે, “હે મુગ્ધ ! આ અતિશય દુગુંછનીય બાળક જેમ આ શી ચેષ્ટા કરી ?” પેલીએ કહ્યું કે, “હે દેવ ! આ તો મેં મારું પ્રતિબિંબ બનાવ્યું છે, હું આવી જ અથવા તો આના કરતાં પણ અધિક હીન છું. અગ્નિ અને જળના પ્રયોગથી આ અશુચિને શુદ્ધ કરી શકાય છે, પરંતુ હે નરનાથ ! આ મારું અંગ શુદ્ધ કરવું શક્ય નથી. માતા-પિતાના શુક-શેણિતરૂપ અશુચિથી આ ઉત્પન્ન થયું છે, અશુચિ રસથી વૃદ્ધિ પામ્યું છે, અંદર અશુચિ પદાર્થ ભરેલા છે અને અશુચિ પદાર્થ નિરંતર તેમાંથી વહ્યા કરે છે. જે વસ્તુ આ શરીરની અંદર છે, તેને જે ઉલટાવી બહાર પ્રગટ કરવામાં આવે, તે તેને કાગડા અને કૂતરાથી ચાહે તે ચતુર પુરુષ હોય તો પણ કેણ રક્ષણ કરવા સમર્થ થાય ? તમારા કુલકલંકની અવગણના કરીને આ કેહાએલા હાડપિંજર માટે શા કારણે નારક-તિર્યંચનાં દુઃખાને અવકાશ આપ છે? તલના ફોતરા માત્ર સુખના માટે માછલી માફક માંસની પેશી માટે લુબ્ધ બની શા માટે તમારા આત્માને ભયંકર નરકની અંદર ધકેલો છો? હે નરનાથ ! પારકી સ્ત્રીનો ભોગવટો કરનાર નરકનું મહાકેદખાનું પ્રાપ્ત કરે છે. એટલું જ નહિ, પરંતુ તે દુ:ખની પરંપરાને લાંબા કાળે પણ અંત પામતો નથી. હે સુભગ ! તમારા સરખા સજજનો સાથે સંગ કરવાની કોને અભિલાષા ન થાય ? પરંતુ નરકમાં વજાગ્નિની જ્વાલાઓ સહન કરવી એ આપણે માટે શક્ય નથી. મનુષ્યપણાનું ભોગસુખ ગણતરીના દિવસ સુધી અ૯પ કાળ માટે ભગવાય, પરંતુ તેના વિપાકરૂપે નારકીનાં ભયંકર દુઃખો સાગરોપમ અને પલ્યોપમના લાંબા કાળ સુધી ભેગવવાં પડે છે. બીજું કે-હે નરવર ! તમારા અંતઃપુર કરતાં તમે મારામાં શું અધિક દેખો છો? કે, પરમાર્થ સમજ્યા સિવાય બાળકની માફક ખોટો આગ્રહ કરો છો? (૫૦). જેમ જુદા જુદા જળના ભાજનોમાં એક ચંદ્ર અનેકરૂપે દેખાય છે અને બાળકો તેમાં વિસ્મય પામે છે, તે પ્રમાણે દુર્લભ ભેગ-સુખને મૂઢલોકો જુદી જુદી સ્ત્રીઓમાં ખળે છે.” આ પ્રમાણે શ્રવણ કરતે રાજા એકદમ સંવેગ પામીને કહેવા લાગ્યો કેહે સુંદરી ! તે સુંદર રીતે સમજાવ્યું. હવે મેં સાચું તત્ત્વનું સ્વરૂપ જાણ્યું. મોહાંધ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005153
Book TitlePrakrit Updeshpad Mahagranth Gurjar Anuwad
Original Sutra AuthorHaribhadrasuri
AuthorMunichandrasuri, Hemsagarsuri, Lalchandra B Gandhi
PublisherAnand Hem Granthmala
Publication Year1972
Total Pages652
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy