SearchBrowseAboutContactDonate
Page Preview
Page 467
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૨૪ ] 'ઉપદેશપદ-અનુવાદ વિષયમાં સંદેહ નથી, વળી ચારિત્ર ન હોય તે સર્વ દીક્ષા નિરર્થક સમજવી.” ઈત્યાદિ શંકાના સમાધાનમાં કહે છે કે – ૬૭૮–સર્વજ્ઞની આજ્ઞાનુસાર ગુરુકુલ-વાસમાં કદાચ કેટલાક દોષ જણાતા લાગે, તે ગુણરૂપ પરિણમન થનાર હોય છે. શુદ્ધ આહાર ગ્રહણ કરે વગેરેથી અધિક મહાન ફલ આપનાર થાય છે. જેમ કે ગુરુકુલવાસમાં વધારે સાધુના કારણે કદાચ અશુદ્ધ આહાર ગ્રહણ કરવા રૂપ અ૯૫ દોષ ઉત્પન્ન થાય, તે અપેક્ષાએ ગીતાર્થ ગુરુ પાસેથી નવીન નવીન શ્રતના પદાર્થો સમજવામાં આવે, દરરોજ નવું નવું શાસ્ત્ર સાંભળવાથી અતિતીવ્ર વૈરાગ્યની વૃદ્ધિ, સંસારનો નિર્વેદ ઉત્પન્ન થાય, સ્મારણ આદિની પ્રાપ્તિ થાય, રત્નાધિકનો વિનય-વૈયાવૃત્યનો પ્રસંગ સાંપડે, એમ સર્વ કાર્યોમાં લાભ અને વૃદ્ધિ થાય. જ્યાં કશો અધિક ગુણ મળતું નથી, મળેલા જ્ઞાનાદિક ગુણોની હાનિ થાય છે-એવાં અનુષ્ઠાને અવિધિથી થયેલાં પંડિત કહે છે. (૬૭૮) એનું જ સમર્થન કરે છે– ૬૭૮–સાધુધર્મ અને શ્રાવકધર્મ એવા બંને ધર્મના મૂલકારણરૂપે જે કઈ હોય તે તીર્થકર ભગવંતની આજ્ઞા કે તેમને ઉપદેશ છે. આ ઉપદેશ ઈન્દ્રિય કે મનથી આપણને પ્રત્યક્ષ નથી, પરંતુ આ અતીન્દ્રિય વસ્તુ છે. બુદ્ધિશાળી પુરુષોને આ અતીન્દ્રિય વસ્તુમાં છમસ્થની આજ્ઞા કે ઉપદેશ પ્રતીતિકર બનતો નથી. એકાંતે જ તેને તેમાં અધિકાર નથી. જેમ કે, જન્મથી અંધ હોય, તેને ભિંત કે પાટિયા ઉપર માણસ, હાથી, ઘોડા વગેરેના રૂપનું ચિત્રામણ આલેખવું, તે કાર્ય તેના અધિકારની બહાર ગણાય. તીર્થકર ભગવંતની આજ્ઞાને લેપ કર્યા પછી કયું અનુષ્ઠાન ધર્મ ગણાય ? અથવા તો અધર્મ કોને કહેવાય ? બીજા સ્થાને પણ કહેલું છે કે“આજ્ઞાપૂર્વકની પ્રવૃત્તિ હોય તો ચારિત્ર-ધર્મ, આજ્ઞાનો ભંગ થાય, પછી શાનો ભંગ થતું નથી ? આજ્ઞાનું ઉલ્લંઘન કરનાર બાકીનો ધર્મ કરતો હોય, તો પણ કેની આજ્ઞાથી તે કરે છે?” આ પ્રમાણે તેના નિયામકને અભાવ હોવાથી “આ ધર્માનુષ્ઠાન છે”—એમ વિવેક કરવાને માટે સમર્થ બની શકતું નથી. તેમ જ “આ અધમ છે ” એ પણ તે જાણી શકતો નથી. આ પ્રકારે હિતાહિતના વિચારથી રહિત મૂઢ-અજ્ઞાની શું ધર્મ અને શું અધર્મ એ વિચારતા નથી. (૬૭૯) હવે ગુરુકુલવાસ એ પ્રથમ ધર્મનું અંગ છે-એમ વિસ્તારથી કહે છે – आयारपढमसुत्ते 'सुयं मे' इच्चाइलक्रवणे भणिओ । गुरुकुलवासो सक्खा, अइणिउगं मूलगुणभूओ ॥ ६८० ॥ ૯૮૦–મોક્ષની ઈચ્છાવાળાઓ વડે જે સેવન કરાય, તે પાંચ પ્રકારના આરાધના કરવા લાયક જ્ઞાનાચાર, દર્શનાચાર આદિ, તે પાંચ પ્રકારના આચારોનું પ્રતિપાદન કરનાર હોવાથી બાર અંગરૂપ પ્રવચન પુરુષનું પ્રથમ અંગ જે આચારાંગ, તેના પ્રથમ ” Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005153
Book TitlePrakrit Updeshpad Mahagranth Gurjar Anuwad
Original Sutra AuthorHaribhadrasuri
AuthorMunichandrasuri, Hemsagarsuri, Lalchandra B Gandhi
PublisherAnand Hem Granthmala
Publication Year1972
Total Pages652
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy