SearchBrowseAboutContactDonate
Page Preview
Page 466
Loading...
Download File
Download File
Page Text
________________ ગુરુકુલવાસની આવશ્યકતા [ ૪૨૩ વિપાક પ્રાપ્ત થયેલ છે, તે દોષના કારણે ગુરુકુલ-વાસમાં રહી શકતો નથી. (૬૭૬) અહિ બાહ્યગ ત્યાગ કરવામાં જેવું થાય છે, તે કહે છે – ૬૭૭–આહારના બેંતાળીશ દોષરહિત શુદ્ધ આહાર ગ્રહણ કરવા રૂપ ભિક્ષાવૃત્તિ આદિશબ્દથી વિચિત્ર દ્રવ્ય-ક્ષેત્રાદિકના અભિગ્રહ સેવન કરવા. વળી બીજા સાધુઓના સમ્યગ આચારોમાં પ્રયત્ન–આદર કરનારા કેટલાક સિદ્ધાન્તને મમ ઊંડાણથી ન સમજનારા ગુરુકુલવાસનો ત્યાગ કરનારા અને આદિશબ્દથી સૂત્રપોરિસી, અર્થ પરિસી, રત્નાધિકને વિનય, વૈયાવૃત્ય આદિને ત્યાગ કરવો, તે શિવસાધુ પાસેથી મોરના પિચ્છા લેવા માટે તેને ઘાત કર્યો, પરંતુ પોતાના ચરણનો સ્પર્શ થાય, તો આશાતના-પાપ લાગે; તે કારણે પગના સ્પર્શને પરિહાર કર્યો, તેના સમાન અહિં ધર્મ-વિચારમાં ગુરુકુલ–વાસ છોડનાર સમજ. કહેવાનો અભિપ્રાય એ છે કે કેઈક, જેને જિનવચન યથાર્થ પરિણમેલું નથી, તે ગુરુકુલવાસમાં તેવા પ્રકારની ભિક્ષાશુદ્ધિ ન દેખવાથી, પંચકલપભાષ્ય સૂત્રની શ્રદ્ધા ન કરતો શુદ્ધાહારને અથ ગુરુકુલવાસનો ત્યાગ કરીને ગીતાર્થ ગુરુની નિશ્રા વગર વિહારનું અવલંબન લે છે, તે પ્રસ્તુત ભલના પગના અપતુલ્ય, ઘણું દેષ અને અ૫ગુણવાળો સંભવે છે. તેમાં “કાલ વિષમ છે, સ્વપક્ષ-સ્વગ૭ વિષયક દોષ ઉત્પન્ન થાય, તે યતિધર્મના આદિભૂત ઉદ્દગમ, ઉત્પાદના, એષણશુદ્ધિ એમ ત્રણ શુદ્ધિને ભંગ થાય, તો પણ આહાર ગ્રહણ કરવો-એમ પ્રકલ્પસૂત્રમાં કહેલું છે.” અહિં યતિધર્મનાં આદિ સ્વરૂપ ઉદ્દગમ, ઉત્પાદના, એષણા -શુદ્ધિ રૂપ ત્રણ ભાંગા વિનાશ પામે છે, તે પ્રક૯પનો અપવાદ સમજ. શબર દષ્ટાંત વિસ્તારથી આ પ્રમાણે જાણવું. કોઈક પ્રસંગે કંઈક ભીલને ધર્મશાસ્ત્ર શ્રવણ કરતાં એમ જાણવામાં આવ્યું કે–‘તપોધન-શૈવસાધુઓને પગથી સ્પર્શ થઈ જાય, તે મહાઅનર્થ–મહાપાપ બંધાય છે. તેવા સાંભળેલા ઘર્મ શાસ્ત્રને બરાબર ખ્યાલમાં રાખતાં તેને કેઈક વખત મેરના પિચ્છાની જરૂર પડી. બહાર તેની ઘણી તપાસ કરાવી, પરંતુ ક્યાંયથી પણ તેની પ્રાપ્તિ ન થઈ. ત્યારે તેના સાંભળવામાં આવ્યું કે–ભૌત-શવસાધુ પાસે મોરપિચ્છા હોય છે. તેમની પાસે માગણી કરી, પરંતુ તેઓએ ન આપ્યાં. એટલે શસ્ત્રોને ઉપયોગ કરી ઘાયલ કરીને મોરપિચ્છો ગ્રહણ કર્યા, પરંતુ રખેને તેમને પગનો સ્પર્શ ન થઈ જાય, તેની પૂરેપૂરી સાવચેતી રાખી. જેમ અહિં તેનો પગથી સ્પર્શ કરવાનો પરિહાર કરવારૂપ ગુણ હોવા છતાં શસ્ત્ર પ્રયોગ કરી, તેને ઘાયલ કર્યો, તે ગુણ નથી, પરંતુ દોષ જ છે-એ પ્રમાણે ગુરુકુલવાસના દ્વેષીએ શુદ્ધ આહારની વેષણા આદિમાં રોજના કરવી. (૬૭૭) વળી અહિં શંકા કરી કે–જે શુદ્ધ આહાર વગેરે કરવા છતાં પણ કોઈ ગુણ વહન કરતા નથી, પરંતુ દેષ જ થાય છે, તો પછી એમ કેમ કહેવાય છે કેપિંડની ગવેષણ ન કરે, તેની શુદ્ધિમાં બેદરકારી રાખે, તે તે અચારિત્રી છે. આ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005153
Book TitlePrakrit Updeshpad Mahagranth Gurjar Anuwad
Original Sutra AuthorHaribhadrasuri
AuthorMunichandrasuri, Hemsagarsuri, Lalchandra B Gandhi
PublisherAnand Hem Granthmala
Publication Year1972
Total Pages652
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy