SearchBrowseAboutContactDonate
Page Preview
Page 468
Loading...
Download File
Download File
Page Text
________________ ગુરુકુલવાસની આવશ્યકતા [ ૪૨૫ સૂત્રમાં “સુર્ય ને આવનંતેલું મરચા gવમલવાર્ય ’–ભગવંતની પર્યું પાસના કરતાં મેં તેમની પાસેથી સાંભળેલું છે કે, તેમણે આ પ્રમાણે કહ્યું. આમ જણાવીને એમ સમજાવ્યું કે, ધર્માચાર્યના ચરણ-કમળ નજીક વાસ કરવા રૂપ ગુરુકુલ–વાસ સેવન કરવાનું, પ્રથમ અંગના પ્રથમ સૂત્રમાં ગણધર ભગવંતોએ પિતે સેવન કરીને, બીજાને સેવન કરવાનું સૂત્રદ્વારા જણાવ્યું છે. આ વાત સૂત્રના અક્ષરધારા સાક્ષાત્ જણાવી છે, તે અતિસૂક્ષમ બુદ્ધિથી તેનું તાત્પર્ય સમજવું. સાધુધર્મમાં મુખ્ય ઉપકારક હોય, તો આ ગુરુકુલવાસ મૂળગુણભૂત કહેલો છે. તે સૂત્રમાં ભગવંતના ચરણારવિંદને સેવન કરતાં મેં તેમની પાસેથી આ પ્રમાણે સાંભળ્યું છે. સિદ્ધાર્થ રાજાના કુલરૂપ આકાશના શરદુ ચંદ્ર સમાન શ્રીવર્ધમાનસ્વામી નામના જિનેશ્વરે આ પ્રમાણે કહેલું છે. એ વગેરે અનેક પ્રકારની વ્યાખ્યા કરવામાં આવે ત્યારે સમજાય છે. જેમ કે, ભગવાન સુ ધર્મા સ્વામી જંબૂ નામના પોતાના શિષ્યને ભણાવે છે અને તેમાં એમ કહે છે કે-“ગુરુના ચરણની સેવા કરતાં આ આચારગ્રન્થ મેં જે તેમની પાસેથી મેળવ્યો, તેવો તારી પાસે પ્રતિપાદન કરું છું. આમ કહેવાથી આ સૂત્રના અર્થી એવા બીજાએ પણ ગુરુકુલવાસમાં વસવું જોઈએ—એમ સૂચવ્યું. (૬૮૦) ગુરુકુલવાસનું મૂલગુણભૂતપણું બતાવે છે– णाणस्स होइ भागी, थिरतरतो दंसण-चरित्ते य । धन्ना आवकहाए, गुरुकुलवासं ण मुंचंति ॥६८१॥ ૬૮૧– અંગપ્રવિષ્ટ, અંગબાહ્ય વગેરે ભેદવાળા શ્રુતજ્ઞાનના પાત્ર ગુરુકુલવાસમાં વસવાથી બની શકાય છે. જે માટે કહેલું છે કે, “શાસ્ત્રના સવે ગંભીર અર્થે જાણવા હેય, તે તેમના આધીન થવું જોઈએ. ગુરુને સમર્પણભાવ થઈને રહેવું જોઈએ. કારણ કે, સર્વે શાસ્ત્રના આરંભે તેમને આધીન હોય છે. માટે હિતની ઈચ્છાવાળા આત્માઓ એ ગુરુની આરાધનામાં તત્પર બનવું જોઈએ.” તથા ગુરુકુલવાસમાં રહેવાથી તત્ત્વની યથાર્થ શ્રદ્ધામાં વિશેષ સ્થિરતાવાળો થાય છે. વિહિત અને નિષિદ્ધ વસ્તુમાં પ્રવૃત્તિ-નિવૃત્તિરૂપ ચારિત્રમાં પણ તે જ પ્રમાણે અધિક સ્થિર થાય છે. નિર્મળ ગુરુકુલવાસ વગર સર્વતોમુખી અગીતાર્થ અથવા પરતીથિકા વડે પ્રવર્તાવેલી કયુક્તિવાળી પ્રજ્ઞાપનાઓ વડે હંમેશાં ચકડેલે ચડાવેલ ચારિત્રમાં અસ્થિરતા પમાડે. પિતાના ચિત્તમાં પણ વિવિધ ઈન્દ્રિયોના વિષય તરફ આકર્ષણ થાય અને અયોગ્ય આચારમાં પ્રવર્તન થાય, બીજા લોકેના સંસર્ગ અને તેમના કેટલાક પુદગલાનંદી વચને વડે ચારિત્રમાં મદભાવ આવી જાય. આ સર્વેથી બચવા માટે અને દર્શન તથા ચારિત્રની નિર્મલતા તથા સ્થિરતર ભાવની સિદ્ધિ માટે ગુરુકુલવાસ સર્વપ્રથમ શ્રેષ્ઠ છે. તેથી કરીને ધર્મ ધન પ્રાપ્ત કરનાર ધન્યપુરુષ યાજજીવ-જિંદગીના છેડા સુધી ગુરુ કુલવાસનો ત્યાગ કરતા નથી. (૬૮૧) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005153
Book TitlePrakrit Updeshpad Mahagranth Gurjar Anuwad
Original Sutra AuthorHaribhadrasuri
AuthorMunichandrasuri, Hemsagarsuri, Lalchandra B Gandhi
PublisherAnand Hem Granthmala
Publication Year1972
Total Pages652
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy