SearchBrowseAboutContactDonate
Page Preview
Page 464
Loading...
Download File
Download File
Page Text
________________ વિશુદ્ધ ચારિત્રીઓને અસગ્રહ ન હોય [ ૪૨૧ ૬૭૦–સાકર-મિશ્રિત ઘીથી ભરપૂર એવા ઉત્તમ ભોજનના સ્વાદને જાણનાર, તેમજ જેઓને ધાતુઓનો ક્ષોભ થયો ન હોય એ નિરોગી પુરુષ તેને કદાચિત તેવા પ્રકારના કેદખાનામાં અગર જંગલમાં કષ્ટ-સમયે લાંબા સમયના વાસી, વાલ, ચણા, સ્વાદ વગરનાં કે બે સ્વાદવાળાં ભોજન કરવાં પડતાં હોય, તો તે વખતે જણાવેલા સ્વાદિષ્ટ ભજન વિષે હંમેશાં જે પક્ષપાત બહુમાન, ફરી આવું સ્વાદિષ્ટ ભોજન મને ક્યારે પ્રાપ્ત થાય ? તેવી ચેષ્ટા-ઈચ્છા શું તેને થતી નથી ? અર્થાત્ થાય છે. (૬૭૦) - ૬૭૧–એ પ્રમાણે સ્વાદિષ્ટ ભોજનના રસજ્ઞની જેમ વાચના, પૃચ્છના, પરાવર્તના, અનુપ્રેક્ષા, સ્વાધ્યાય, ધ્યાન, વિનય, મૌન આદિ સાધુના સુંદર આચારે વિષે કદાચિત્ દ્રવ્યાદિક સંકટોમાં સપડાએલો હય, જેથી સ્વાધ્યાયાદિ સમાચાર સેવન કરી શકતો ન હોય, તો કોઈ પ્રકારે તેના ચારિત્રરંત જીવને તેનો પક્ષપાત બહુમાન યથાશક્તિક્રિયાનું અનુષ્ઠાન વિપરીત પણ રૂપે ન પ્રવતે, તે ક્રિયા કરવાને મનોરથ ચાલ્યા ન જાય. (૬૭૨) હવે પ્રસંગોપાત્ત ચાલુ કાલને આશ્રીને કહે છે– ૬૭૨–ચારિત્રવંત આત્માઓ દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ રૂપ આપત્તિ આવી પડે, તો પણ તેના ભાવમાં પરિવર્તન ન કરે, તેથી કરીને ચાલુ દુઃષમાકાળરૂપ પાંચમા આરામાં પણ નિરંકુશ ખોટા આચારમાં પ્રવર્તાવાની ઈચ્છા ન કરે, “અપિશબ્દથી દુષમ-સુષમારૂપ ચોથા આરાના કાળની તો વાત જ ક્યાં રહે? પોતાની મતિ-ક૯પનાથી અથવા તો તેવા પ્રકારના અગીતાર્થ સમજાવનાર, કે ઉપદેશ આપનારથી વિપરીત પણે કેઈક શાસ્ત્રના અર્થને અવધારણ કર્યો હોય, તેથી રહિત. માટે જ કઈ પણ અનાભોગથી ખોટા આગ્રહનો યોગ થયો હોય, પરંતુ સંવિગ્ન-ગીતાર્થોથી સમજાવવા ચોગ્ય, તથા આગળ આગળના અનુષ્ઠાન કરવાની ઈચ્છાવાળા, ક્ષાંતિ આદિ દસ પ્રકારના સાધુધર્મથી યુક્ત એવા સામાયિક, છેદો પસ્થાપનીય ચારિત્રવાળા સાધુઓ દ્રવ્યાદિક આપત્તિઓ પામવા છતાં ભાવમાં પલટો ન લાવે-તે ચારિત્રવાળા સાધુઓ જાણવા. (૬ ૭૨) અસદ્ગતના ત્યાગમાં જ ચારિત્રીઓ હોઈ શકે, તે સમર્થન કરે છે– ૬૭૩–મતિ, મૃત આદિ જ્ઞાન, તેમ જ જિનેશ્વરે કહેલાં તત્ત્વોની શ્રદ્ધારૂપ સમ્યકત્વ હોતાં ચારિત્ર હોય છે. તે કારણથી તેવા પ્રકારનું ચારિત્ર હોય, ત્યારે કહેલા લક્ષણવાળા અસદ આગ્રહાદિક છે, જે ભવોની વૃદ્ધિ કરનાર હેતુઓ છે, તે હોતા નથી. માટે નરકના ખાડામાં પાડવાના ફલસ્વરૂપ, તેના મૂલ–બીજ સ્વરૂપ મિથ્યાત્વના નાશથી જ ચારિત્રની પ્રાપ્તિ થાય છે. (૬૭૩) શિષ્ય શંકા કરે છે કે-“ચારિત્રીઓને બેટા આગ્રહાદિક અને ચારિત્રને ઘાત કરનાર પરિણામે ન થાવ, પરંતુ “ક્રિયાઓ સર્વથા બંધ થાય, તે સ્વરૂપ મેક્ષ કહેલો છે.” તે જ્યારે સર્વક્રિયા-નિરોધરૂપ સાધના આરંભી છે, ત્યારે વળી સ્વાધ્યાયાદિક ક્રિયાવિશેષમાં શા માટે પ્રયત્ન કરવાનો ઉપદેશ અપાય છે ? તે શંકાના સમાધાનમાં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005153
Book TitlePrakrit Updeshpad Mahagranth Gurjar Anuwad
Original Sutra AuthorHaribhadrasuri
AuthorMunichandrasuri, Hemsagarsuri, Lalchandra B Gandhi
PublisherAnand Hem Granthmala
Publication Year1972
Total Pages652
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy